મરી જવું પણ ઘરમાં રહેલી આ ૫ ચીજો બીજાને આપવી નહીં, ભયંકર ગરીબી આવે છે

Posted by

જો તમે ખુબ જ વધારે દયાવાન છો અને રસ્તા પર ચાલતા કોઈપણ મજબુર વ્યક્તિને જોઈને તેની ઉપર દયા આવી જાય છે અને તમે તેની મદદ કરવા માટે તુરંત આગળ આવો છો તો તમે ખુબ જ મોટી ભુલ કરી રહ્યા છો. શ્રી કૃષ્ણએ કહ્યું છે કે આપણા ઘરમાં અમુક એવી ચીજો હોય છે જેને બીજાને આપવાથી ભયંકર ગરીબી આવે છે. મિત્રો દાન કરવું અને બીજાની મદદ કરવી ખુબ જ પુણ્યનું કામ છે અને આપણને શરૂઆતથી જ એવું શીખવવામાં આવે છે કે હંમેશા જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી જોઈએ. પરંતુ બીજાની મદદમાં હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે તેનાથી તમને શું નુકસાન થવાનું છે. હકીકતમાં ભગવાન શ્રીકૃષ્ણ અનુસાર અમુક ચીજો એવી હોય છે જેનું દાન બિલકુલ પણ કરવું જોઈએ નહીં. તો ચાલો તમને જણાવીએ કે કઈ કઈ વસ્તુઓનું દાન કરવું અશુભ માનવામાં આવેલ છે.

Advertisement

તમે ઘણી વખત સાંભળ્યું હશે કે સાવરણી ઘરની લક્ષ્મી હોય છે. દિવાળી અને ધનતેરસ જેવા તહેવાર પર તેની પુજા પણ કરવામાં આવે છે. સાવરણીને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. તે સ્વચ્છતા અને સમૃદ્ધિની નિશાની છે. તેનાથી આપણે સંપુર્ણ ઘરની સાફ-સફાઈ કરીએ છીએ. તે નકારાત્મક ઊર્જાને ઘરની બહાર કરે છે. એટલા માટે ક્યારેય પણ પોતાના ઘરની સાવરણી બીજા વ્યક્તિને આપવી જોઈએ નહીં. કારણ કે સાવરણીની સાથોસાથ તમારા ઘરની સુખ શાંતિ પણ બહાર ચાલી જાય છે.

મહિલાઓ અને ઘરેણાને માં લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. એ જ કારણ છે કે મહિલાઓ જ્યારે પણ ઘરેણા ખરીદે છે, ત્યારે તેઓ સૌથી પહેલા માં લક્ષ્મીની ઉપાસના કરે છે. કારણ કે માં લક્ષ્મી ને ઘરેણા ખુબ જ પ્રિય છે. પોતાની પત્નીના ઘરેણા તમારી સફળતા અને સમૃદ્ધિના પ્રતિક માનવામાં આવે છે. એટલા માટે ક્યારે પણ ઘરની મહિલાઓના ઘરેણા વેચવા જોઈએ નહીં તથા તેનું દાન કરવું જોઈએ નહીં. ખાસ કરીને મહિલાઓએ પોતાના મંગળસુત્ર અને પગમાં પહેરવામાં આવતા ઘણા ભુલથી પણ કોઈને આપવા જોઈએ નહીં. તેનાથી ઘરની બરકત અને સૌભાગ્ય બીજા વ્યક્તિ પાસે ચાલ્યું જાય છે.

તમે ઘણી વખત પોતાના ઘરના વડીલોને એવું કહેતા સાંભળ્યા હશે કે સાંજના સમયે કોઈપણ ચીજોનું દાન કરવું જોઈએ નહીં. કારણ કે સાંજના સમયે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે અને આ દરમિયાન ઘરેથી નીકળેલી ચીજોની સાથે માતા લક્ષ્મી પણ ચાલ્યા જાય છે. ખાસ કરીને સાંજના સમયે દુધ, લોટ, ખાંડ, દહીં, ચોખા અને નાળિયેર જેવી સફેદ ચીજો કોઈને પણ આપવી જોઈએ નહીં. જો તમારા પણ પાડોશી દરરોજ સાંજના સમયે દુધ અને ખાંડ માંગવા માટે આવે છે તો તેમને પ્રેમથી સમજાવવું જોઈએ. કારણ કે શાસ્ત્રો અનુસાર સફેદ ચીજોથી ખરાબ નજર ખુબ જ જલ્દી લાગી જાય છે. એટલા માટે સુર્યાસ્ત બાદ આ ચીજોનું દાન કરવાથી બચવું જોઈએ.

માતા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. જે ઘરમાં પૈસાની બચત કરવામાં આવે છે તે ઘરમાં લક્ષ્મી હંમેશા નિવાસ કરે છે. એટલા માટે પોતાની ઘરની તિજોરીમાં રાખવામાં આવેલા પૈસા અથવા પત્ની દ્વારા એકઠા કરવામાં આવેલા પૈસા કોઈને પણ ઉધારમાં અથવા દાનમાં આપવા જોઈએ નહીં. ખાસ કરીને કોઈ તહેવારના દિવસોમાં ભુલથી પણ કોઈને પૈસા આપવા જોઈએ નહીં. તેનાથી પૈસાની આવકમાં ઘટાડો થાય છે અને ઘરની વૃદ્ધિ પણ અટકી જાય છે.

તમે ઘણી વખત જોયું હશે કે ભોજન બનાવતા સમયે અમુક લોકો પહેલો કોળિયો ભગવાનને આપતા હોય છે અથવા તો ભગવાનને યાદ કરીને પહેલો કોળિયો ખાતા હોય છે. આવું એટલા માટે કારણ કે ભોજન કરતા પહેલા વ્યક્તિ ભગવાનને ધન્યવાદ કરે છે કે તમારી કૃપાથી મને ભોજન મળી રહ્યું છે. તેવામાં તમારા રસોડામાં રહેલ ભોજન બનાવવા માટે સૌથી જરૂરી સાધન વેલણ, તવો વગેરે જેવી વસ્તુઓ કોઈને પણ દાનમાં આપવી જોઈએ નહીં અને પોતાના પૈસાથી ખરીદીને ગિફ્ટ પણ આપવી જોઈએ નહીં.

કારણ કે તવા ઉપર બનાવવામાં આવતી પહેલી રોટલી માતા લક્ષ્મીના નામની હોય છે. તેમજ જે લોકો આ ચીજોનું દાન કરે છે, તેમના ઘરમાંથી માતા લક્ષ્મી અને તેમનું ભાગ્ય બંને ચાલ્યા જાય છે. પરંતુ જો તમે કોઈની મદદ કરવા માંગો છો અને તે ખુબ જ જરૂરી છે તો તમે બજારમાંથી ખરીદીને આ વસ્તુઓનું દાન કરી શકો છો. પરંતુ ભુલથી પણ પોતાના રસોડામાં રહેલી ચીજોનું દાન કરવું જોઈએ નહીં.

Advertisement

Leave a Reply

Your email address will not be published.