ઘરમાં રાખવામાં આવેલી આ ૫ વસ્તુઓ પૈસાનું પાણી કરી નાંખે છે, અત્યારે જ ચેક કરી લેજો કે ક્યાંક તમારા ઘરમાં તો નથી ને

Posted by

ખુબ જ મહેનત કર્યા બાદ અઢળક પૈસા કમાઈ લીધા હોવા છતાં પણ જો તમારા ઘરમાં પૈસાની તંગી રહેતી હોય તો તમે જરૂર કોઈને કોઈ ભુલ કરી રહ્યા છો. વાસ્તુશાસ્ત્ર અનુસાર આપણી નાની ભુલ ઘણી વખત આપણને આર્થિક મુશ્કેલીમાં મુકી શકે છે. ખાસ કરીને ઘરમાં રાખવામાં આવેલી અમુક ચીજો વાસ્તુશાસ્ત્ર અનુસાર અશુભ હોય છે. કારણ કે તેના લીધે તમારે હંમેશા પૈસા સાથે જોડાયેલી તંગીનો સામનો કરવો પડે છે. તેવામાં જો તમારા ઘરમાં પણ કોઈ આવી ચીજ છે, તો તેને તુરંત બહાર ફેંકી દેવી જોઈએ, નહીંતર તે તમારા પૈસાનું પાણી કરી નાખે છે.

Advertisement

ઘરમાં ન રાખવી આ પાંચ ચીજો

આજે અમે તમને ઘરમાં રહેલી અમુક અશુભ ચીજો વિશે જણાવીશું, જેને વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં રાખવાથી આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે.

તાજમહલ

તાજમહલને પ્રેમની નિશાની કહેવામાં આવે છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર તેને ક્યારેય પણ ઘરમાં રાખવો જોઈએ નહીં. કારણ કે તે મુમતાઝ બેગમની કબર છે અને કબરને ઘરમાં રાખવાથી નકારાત્મક શક્તિઓ પ્રવેશ કરી શકે છે.

મહાભારતની તસ્વીર અથવા પુસ્તક

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં મહાભારતની કોઈ તસ્વીર અથવા પુસ્તક રાખવું જોઈએ નહીં. તેના લીધે ઘરમાં લડાઈ ઝઘડા અને કલેશ નું વાતાવરણ જળવાઈ રહે છે. ધ્યાન રાખો કે ડ્રોઈંગ રૂમ અથવા બેડરૂમમાં ભુલથી પણ મહાભારતની કોઈ તસ્વીર લગાવી જોઈએ નહીં.

કરમાઈ ગયેલા ફુલ

ઘણી વખત લોકો પોટ માં ફુલ લગાવે છે પરંતુ તેમના મુરઝાઈ ગયા બાદ તેને ફેકવાનું ભુલી જાય છે. પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર કરમાઈ ગયેલા ફુલ અશુભતાની નિશાની હોય છે, એટલા માટે જો તમને પણ ગિફ્ટ માં આપવામાં આવેલા ગુલદસ્તાને સંભાળીને રાખવાનો શોખ છે, તો ધ્યાન રાખો કે મુરઝાઈ ગયા બાદ ફુલને ઘરમાંથી બહાર ફેંકી દેવા જોઈએ.

તુટેલી ફુટેલી મુર્તિઓ

ઘરમાં ક્યારેય પણ તુટી ગયેલી મુર્તિઓ રાખવી જોઈએ નહીં. વાસ્તુશાસ્ત્ર અનુસાર તેનાથી ઘરમાં નકારાત્મક ઊર્જાનો પ્રભાવ વધે છે અને શુભતા આવે છે. એટલા માટે જો તમારા ઘરમાં પણ કોઈ તુટી ગયેલો ફોટો અથવા મુર્તિ રાખવામાં આવેલી હોય તો તેને તુરંત દુર કરી દેવી જોઈએ.

ગુંચવાયેલા તાર

ક્યારેય પણ પોતાના ડેસ્ક ઉપર અથવા કામ કરવાની જગ્યા ઉપર લેપટોપ ફોનનું ચાર્જર અથવા અન્ય વીજળીના ઉપકરણોના તારને ગુંચવાયેલા રાખવા જોઈએ નહીં. કારણ કે તેનાથી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે, જેની ખોટી અસર તમારી કારકિર્દી અને ધન સંપત્તિ ઉપર પડે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર તેના લીધે ઘરમાં નકારાત્મકતા આવે છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.