ઘરનાં આ ખુણામાં રોમાન્સ કરવાથી મજબુત થાય છે પતિ-પત્નીનો સંબંધ

Posted by

પતિ-પત્નીનો સંબંધ ખુબ જ નાજુક તાંતણા સમાન હોય છે. તેમાં થોડું પણ ખેંચતાણ કરવામાં આવે તો તે તુટી જાય છે. એટલા માટે તેને ખુબ જ પ્યારથી સંભાળીને રાખવું પડે છે. જેથી પતિ પત્ની જીવનભર હશી ખુશીથી રહી શકે. કોઈ પણ સંબંધને વર્ષો સુધી ચલાવવા માટે તેમાં પ્રેમ અને ભરોસો હોવો ખુબ જરૂરી છે. ખાસ કરીને પતિ-પત્નીની વચ્ચે સમય-સમય પર રોમાન્સનું હોવું જરૂરી છે. આ રોમાન્સ તમને ઇમોશનલી એકબીજાથી વધુ નજીક લાવે છે. એ જ કારણ છે કે પતિ-પત્ની અવારનવાર રોમાન્સ કરતા હોય છે.

વળી શું તમે જાણો છો કે વાસ્તુ અનુસાર જો પતિ-પત્ની ઘરના એક ખાસ ખુણા અથવા કહેવામાં આવે કે દિશામાં રોમાન્સ કરે છે, તો તેમના સંબંધોમાં વધારે મધુરતા રહે છે અને મજબુતી આવી શકે છે. આજ સુધી આપણે લોકો વાસ્તુનાં નિયમોનું પાલન ઘરની ચીજો અને રૂમમાં કરતા આવ્યા છીએ. પરંતુ ખુબ જ ઓછા લોકો જાણતા હશે કે આ વાસ્તુશાસ્ત્ર અને જો પોતાને લવ લાઈફમાં પણ અજમાવવામાં આવે તો તેમાં ઘણા બધા ફાયદા જોવા મળી શકે છે. તો ચાલો જરા પણ મોડું કર્યા વગર તમને જણાવીએ કે રોમાન્સ કરવા માટે બેસ્ટ દિશા કઈ છે.

આ દિશામાં રોમાન્સ કરવો હોય છે શુભ

જો તમે પોતાની પત્ની અથવા ગર્લફ્રેન્ડની સાથે રોમાન્સ કરો છો તો હંમેશા કોશિશ કરો કે રોમાન્સ ઘરની ઉત્તર દિશામાં કરો. તેનું કારણ છે કે આ દિશામાં સૌથી વધારે પોઝિટિવ અને સારી ઉર્જા રહે છે. તેમાં જ્યારે કોઈ કપલ આ દિશામાં રોમાન્સ કરે છે તો તેમની વચ્ચે એક પોઝીટીવ થીંકીંગ બને છે અને તેઓ એકબીજાની વધારે નજીક આવે છે. આ દિશામાં રોમાન્સ કરવાથી પતિ-પત્ની વચ્ચે ઝઘડા પણ થતા નથી. જો તમે કોઈ કારણવશ ઉત્તર દિશામાં રોમાન્સ ન કરી શકો તો પુર્વ દિશામાં રોમાન્સ કરી શકો છો.

આ દિશામાં ભુલથી પણ ન કરવો રોમાન્સ

જો તમે ઘરની દક્ષિણ દિશામાં રોમાન્સ કરો છો તો તેનાથી તમારા સંબંધોમાં ખટાશ આવવાની સંભાવના રહે છે. હકીકતમાં આ દિશામાં ખુબ જ વધારે નેગેટિવ એનર્જી રહે છે. તેવામાં અહિયાં રોમાન્સ કરનાર કપલમાં પણ નેગેટિવ વિચાર આવવા લાગે છે અને તેમના લડાઈ-ઝઘડા વધી જાય છે. એટલા માટે બની શકે તો આ દિશામાં રોમાન્સ કરવાથી દરેક પરિસ્થિતિમાંથી બચવું જોઈએ.

વળી તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ઘરની પશ્ચિમ દિશામાં રોમાન્સ કરવાથી કોઈ ફાયદો થાય છે અને ન કોઈ નુકસાન, એટલા માટે આ દિશામાં રોમાન્સ કરવો કે ન કરવો તે તમારી મરજીની વાત છે. વળી જો અમારું માનવામાં આવે તો પતિ પત્નીએ પોતાના બેડરૂમમાં પલંગ પુર્વ અથવા ઉત્તર દિશામાં રાખવો જોઈએ. આવી રીતે તમે હંમેશા આ દિશામાં રોમાન્સ કરવા લાગશો અને તમારા સંબંધો પણ મજબુત રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *