લોકડાઉનનાં લીધે બાળકોને સ્કૂલ પણ બંધ છે અને તમારે પણ કામ ઉપર જવાનું નથી. જો તમે ઘરે બેસીને પણ કામ કરો છો તો પહેલા કરતા અત્યારે ઘણું ઓછું હશે અને ફેમિલી સાથે સમય પણ સારો મળશે. સામાન્ય દિવસમાં પણ ઘરની જવાબદારી લેવી ખૂબ જ કઠિન કામ હોય છે અને અત્યારના સમયમાં પરિવારના બધા જ સભ્યો સાથે હોય છે તો ઘરનું કામ અને જવાબદારી ખૂબ જ વધુ હોય છે. ભારતીય મહિલાઓ ખૂબ જ વધારે ઘરનું કામ કરે છે.
તેથી આ સમયમાં આરામથી બેસી અને વજન વધારવો તેના કરતાં સારું છે કે આ સમયનો સદુપયોગ તમારા પાર્ટનરને કામમાં મદદ કરો અને તમારા સંબંધો સુધારવા. ઘરના કામોમાં તમે તમારા પાર્ટનરને મદદ કરશો તો તેનાથી તેનો માનસિક તણાવ પણ દૂર થશે અને તેને થોડીક રાહત મળશે. જો તમને એવું લાગતું હોય કે તમને તમારા ઘરના કામમાં વધુ જાણકારી ના હોય તો તમને જણાવીશું એવી સરળ રીત કે જેનાથી તમે તમારા પાર્ટનરના કામમાં મદદ કરી શકશો.
કિચનમાં આવી રીતે કરવી મદદ
ઘણા લોકોની રસોઈ બનાવતા નથી આવડતી તેથી તે કિચનમાં જતા પણ નથી. પરંતુ તમને જણાવી દઈએ તો કિચનમાં એવા ઘણા બધા કામ છે જેનાથી તમે તમારા પાર્ટનરની મદદ કરી શકો છો. જેમ કે શાકભાજી અને ફ્રુટને ધોઈને ફ્રિજમાં રાખવા, ફ્રીજ સાફ કરવું, કિચન સાફ કરવુ, પુરા થઇ ગયેલા રાશનના ડબ્બામાં નવુ રાશન ભરવું. આ કામ ભલે નાનું હોય પરંતુ આ કામમાં તમારા પાર્ટનરને ખૂબ જ માથાકૂટ થતી હોય છે તેથી તમે આના થી શરૂઆત કરી શકો છો.
સાફ-સફાઈમાં મદદ કરવી
ઘરની સાફ સફાઈ કરવી એક મોટું કામ છે જેમાં ટાઈમ પણ લાગે છે અને મહેનત પણ વધુ લાગે છે. પરંતુ સફાઈ કરવી તે રસોઈ કરવી તેના જેવું નથી. તેથી તમે સરળતાથી સફાઈ કરી શકો છો. ઘરમાં કચરો વાળવો, કબાટ સાફ કરવા, બેડ સરખો કરવો તેવા કામ કરી તમે તમારા પાર્ટનરને સારી મદદ કરી શકો છો.
બાળકોની દેખરેખ કરવી અથવા તેમની મદદ લેવી
જો તમારું બાળક નાનું હોય તો તમે તેને સાચવીને તમારા પાર્ટનરનો માનસિક બોજ ઓછો કરી શકો છો. જો તમારા બાળકો મોટા હોય તો તમે તેમના દ્વારા પણ મદદ લઈ શકો છો. સામાન્ય રીતે બાળકો સાફ-સફાઈના કામો કરવા અને અમુક રોમાંચક કામ કરવુ પસંદ કરે છે. તેથી તેવા કામો શોધીને બાળકોને આપવા જેનાથી તે તેમની જવાબદારી સારી રીતે સમજવાની શરૂઆત કરે.
વિડીયો જોઈ નવી ડિશ ટ્રાય કરવી
જો તમને રસોઇ કરવાનો શોખ હોય તો આ સમયે એક્સપરિમેન્ટ કરવાનો સૌથી સારો સમય છે. ઈન્ટરનેટની મદદ લઇ તમે કોઈ દિવસ તમારા પાર્ટનરને કિચનની ઝંઝટમાંથી દૂર કરી ખૂબ જ સારી રસોઈ કરવી. ઘણી મહિલાઓને રસોઈ બનાવી અને ખવડાવે તેવો પાર્ટનર ખૂબ વિશ્વાસુ અને રોમેન્ટિક લાગે છે. તેથી કંઈ પણ સારું અને ટેસ્ટી તમે બનાવી શકો છો. તેથી કોઈ સારી ડીશ ટ્રાય કરી અને જાતે બધાને પીરસવું.
પાલતુ પ્રાણીની જવાબદારી સંભાળવી
જો તમારા ઘરમાં કોઈ પાલતુ પ્રાણી હોય તો તેની જવાબદારી લઈ તમે તમારા પાર્ટનરને ખૂબ જ સારી મદદ કરી શકો છો. તમે તેને નવડાવવું, તેની ઊઠવા બેસવાની જગ્યાને સારી રીતે સાફ રાખવી, તેને ખાવાનું આપવુ તેવા અનેક કામ કરી અને તમે તમારા પાર્ટનરને મદદ કરી શકો છો.
તે ઉપરાંત તમે અનેક નાના-મોટા કામ જેમ કે ફ્રીજમાં બોટલ ભરી રાખવી, બાથરૂમની સફાઈ કરવી, શાકભાજી લાવવા, કપડા પ્રેસ કરવા, બાળકોને હોમવર્ક કરાવવામાં પણ તમે મદદ કરી શકો છો. આવા અનેક કામ છે જેનાથી તમે તમારા પાર્ટનરને મદદરૂપ થઇ શકો છો. જેથી સમય બરબાદ ના કરવો અને તમારા પાર્ટનરને કામમાં મદદ કરવી.