ઘરનાં મંદિરમાં ભગવાન ગણેશજી અને માં લક્ષ્મીની મુર્તિ રાખવાનાં નિયમ, મોટાભાગનાં ઘરમાં આ નિયમોનું પાલન નથી થતું

Posted by

હિન્દુ ધર્મમાં પુજા પાઠનું વિશેષ મહત્વ હોય છે. હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીને ધન વૈભવની દેવી કહેવામાં આવે છે, તો વળી ભગવાન ગણેશને વિધ્નહર્તા કહેવામાં આવે છે. જે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે ત્યાં ક્યારેય પણ ધન ધાન્યાની કમી થતી નથી. વળી જે ઘરમાં ગણેશજી બિરાજમાન હોય છે તે ઘર ઉપર ક્યારેય પણ સંકટનો પડછાયો પડતો નથી. એ જ કારણ છે કે દિવાળી જેવા શુભ અવસર પર ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની મુર્તિ સ્થાપિત કરીને વિશેષ પુજા પાઠ કરવામાં આવે છે.

શાસ્ત્રોમાં ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની મુર્તિ રાખવાના અમુક નિયમ વિશે પણ જણાવવામાં આવેલ છે. જો માં લક્ષ્મી અને ભગવાન ગણેશની મુર્તિ યોગ્ય રીતે અને યોગ્ય દિશામાં રાખવામાં આવે ત્યારે જ પુજા નું ફળ પ્રાપ્ત થાય છે. જ્યોતિષશાસ્ત્રમાં જણાવવામાં આવે છે કે કેવી રીતે ઘરમાં માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની મુર્તિ રાખવી જોઈએ.

માં લક્ષ્મી ની સાથે રાખો ભગવાન ગણેશની મુર્તિ

દિવાળીના અવસર પર માં લક્ષ્મી અને ભગવાન ગણેશની મુર્તિ એક સાથે સ્થાપિત કરવામાં આવે છે અને તેની પુજા કરવામાં આવે છે. હકીકતમાં ભગવાન ગણેશને જ્ઞાનના દેવતા અને માતા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. જ્ઞાન વગર ધનની કોઈ કિંમત હોતી નથી. એટલા માટે દિવાળીના અવસર પર ભગવાન ગણેશ અને મહાલક્ષ્મીની મુર્તિ એક સાથે રાખીને પુજા કરવી જોઈએ.

આવી ભુલ બિલકુલ પણ કરવી નહીં

અમુક લોકો દિવાળીની પુજા બાદ ભગવાન ગણેશ અને મહાલક્ષ્મીની મુર્તિને એક સાથે રાખે છે અને પુજા કરે છે, પરંતુ તે અશુભ માનવામાં આવે છે. કારણ કે માં લક્ષ્મી ભગવાન વિષ્ણુના પત્ની છે, એટલા માટે તેમની પુજા હંમેશા ભગવાન વિષ્ણુ સાથે કરવી જોઈએ. ભગવાન વિષ્ણુ ની ડાબી તરફ માં લક્ષ્મીની મુર્તિને સ્થાપિત કરીને તેમની પુજા કરવી જોઈએ.

દિશાનું રાખો ધ્યાન

ભગવાન ગણેશ અને માં લક્ષ્મીની મુર્તિને સ્થાપિત કરતા સમયે દિશાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. માં લક્ષ્મી ભગવાન ગણેશની માતા સમાન છે, એટલા માટે ભુલથી પણ તેમની મુર્તિ ગણેશજીની ડાબી તરફ રાખવી જોઈએ નહીં. માતા લક્ષ્મીની મુર્તિને હંમેશા ભગવાન ગણેશજીની જમણી તરફ રાખવી જોઈએ.

ગણેશજીની મુર્તિને લઈને રાખો આ વાતોનું ધ્યાન

જો તમે નિયમિત પુજા કરો છો ત્યારે જ ઘરમાં ભગવાન ગણેશજીની મુર્તિ સ્થાપિત કરવી જોઈએ. ખુબ જ મોટી અથવા વિશાળ આકારની ગણેશજીની પ્રતિમા ઘરમાં સ્થાપિત કરવી જોઈએ નહીં. મુર્તિની લંબાઈ ૧૮ સેન્ટીમીટર થી વધારે હોવી જોઈએ નહીં. લિવિંગ રૂમમાં ક્યારેય પણ ગણેશજીની મુર્તિ રાખવી જોઈએ નહીં. ગણેશજીની ડાબી તરફ સુંઢ વાળી મુર્તિ જ ઘરમાં રાખવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *