ઘરના મુખ્ય દરવાજા પર અત્યારે જ લખી દો આ ખાસ નંબર, ઘરનો દરેક વ્યક્તિ કરોડો રૂપિયા કમાશે

Posted by

જો તમે પોતાના જીવનમાં કંઈક શીખીને આગળ વધવા માંગો છો તો અમારા પેજને અત્યારે જ લાઈક કરી લેજો. આજે અમે તમને અમારા આ લેખમાં તમારા માટે અંકશાસ્ત્ર સાથે જોડાયેલ એક ઉપાય લઈને આવ્યા છીએ, જેને કરવાથી તમારા જીવનમાં ચાલી રહેલી ધન સંબંધિત બધી જ સમસ્યાઓ ખૂબ જ જલ્દી સમાપ્ત થઈ જશે. એટલા માટે આ લેખને અંત સુધી ધ્યાનપૂર્વક જરૂરથી વાંચજો. જેથી તમે પણ પોતાના જીવનમાં આ ઉપાય કરીને પોતાની બધી જ સમસ્યાઓમાંથી છુટકારો પ્રાપ્ત કરી શકો.

Advertisement

એવું માનવામાં આવે છે કે મનુષ્ય પોતાના જીવનનો લગભગ અડધો સમય પોતાના ઘરમાં જ પસાર કરે છે. એટલા માટે મનુષ્યની પ્રગતિ, સ્વભાવ અને તેના સ્વાસ્થ્ય પર ઘરના વાતાવરણનો સૌથી વધારે પ્રભાવ પડે છે. જે ઘરનું વાતાવરણ સકારાત્મક હોય છે, તે ઘરના લોકો કાર્યક્ષેત્રમાં નવી-નવી ઊંચાઈઓને પ્રાપ્ત કરે છે, તેમનો સ્વાસ્થ્ય સારું રહે છે, માતા લક્ષ્મીની કૃપા હંમેશા તેમની ઉપર રહે છે અને તેમનું જીવન પ્રસન્નતા અને શાંતિપૂર્વક પસાર થાય છે.

પરંતુ જે ઘરનું વાતાવરણ નકારાત્મક હોય છે અથવા તો જે ઘરમાં નકારાત્મક શક્તિઓનો વાસ હોય છે તે ઘરના લોકો ક્યારેય પણ આગળ વધી શકતા નથી. તેઓ જે પણ કાર્ય કરવાની કોશિશ કરે છે, તેમાં તેમને નિરાશા પ્રાપ્ત થાય છે, ઘરમાં હંમેશા અશાંતિનું વાતાવરણ રહે છે, પરિવારજનોની વચ્ચે પ્રેમ રહેતો નથી, ઘરમાં થઈ રહેલા સવાર સાંજનાં ઝઘડા ઘરને નર્ક બનાવી દેતા હોય છે અને માતા લક્ષ્મી આવા ઘરમાં ક્યારેય પણ વાસ કરતા નથી. એટલા માટે આવા ઘરમાં હંમેશા ધનનો અભાવ રહે છે અને આવા ઘરમાં રહેતા લોકોનું જીવન પરેશાનીઓથી ભરેલું હોય છે.

તમે ઘણી વખત મહેસુસ કર્યું હશે કે જ્યારે તમે ઘરની બહાર રહો છો ત્યારે તમે ખૂબ જ પ્રસન્ન રહો છો, પરંતુ જ્યારે તમે પોતાના ઘરમાં પ્રવેશ કરો છો તો તમારો મૂડ ખરાબ થઈ જાય છે. તમને કોઈ પણ કારણ વગર ગુસ્સો આવવા લાગે છે પરિવારજનોની સાથે કારણ વગર લડાઈ ઝઘડા થાય છે. આ બધુ ઘરમાં રહેલ નકારાત્મક ઊર્જાને લીધે થતું હોય છે. ખાસ ધ્યાનમાં રાખો કે ધન અને સુખ સમૃદ્ધિની ચીજો ફક્ત એજ ઘર તરફ આકર્ષિત થતી હોય છે, જ્યાં સકારાત્મક શક્તિઓ નિવાસ કરતી હોય છે.

આજના આ ઉપાય ને કરી લીધા બાદ તમારા ઘરમાં પણ સકારાત્મક ઊર્જા નિવાસ કરવા લાગશે અને જોતજોતામાં તમને પણ સૌભાગ્યની પ્રાપ્તિ થશે તથા તમને પોતાના દરેક કાર્યમાં અવશ્ય સફળતા પ્રાપ્ત થશે.

સૌથી પહેલા તમારે ઘરના મુખ્ય દરવાજા ઉપર એક સ્વસ્તિકનું ચિન્હ બનાવવાનું છે અને આવું તમારે દર મહિને કરવાનું છે. ઘણા લોકો સ્વસ્તિક નું ચિન્હ દરવાજા ઉપર બનાવી દેતા હોય છે, પરંતુ એક વખત બનાવીને આખું વર્ષ પછી ક્યારેય પણ તેને ફરીથી નવેસરથી બનાવતા નથી. હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં સ્વસ્તિકને અત્યંત પ્રભાવશાળી યંત્ર માનવામાં આવે છે. સ્વસ્તિક સ્વયં સકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે.

સાથોસાથ વાતાવરણમાં ફેલાયેલી સકારાત્મક ઊર્જાને ઘર તરફ આકર્ષિત કરે છે. તમારે તે વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે જો તમારા ઘરમાં ધન સંબંધિત સમસ્યા હોય તો ફક્ત હળદરમાંથી બનેલ સ્વસ્તિકનું ચિન્હ બનાવવું અને તમારા જીવનમાં શત્રુ ની સમસ્યા હોય અથવા તો બાળકો તમારો કહેવાનું ન માનતા હોય ધન સંબંધિત સમસ્યા હોય તો તમારે સિંદૂરમાં ચંદન ઉમેરીને ઘરના મુખ્ય દરવાજા ઉપર સ્વસ્તિક નું ચિન્હ બનાવવાનું છે. આવું કરવાથી પિતૃ દેવ પ્રસન્ન થાય છે અને કુળદેવી દેવતાઓની અપાર કૃપા તમારા ઉપર જળવાઈ રહે છે અને તમારા ઘરમાં નકારાત્મક ઊર્જા બિલકુલ પણ પ્રવેશ કરી શકતી નથી.

ત્યારબાદ ઘરમાં જે મુખ્ય વ્યક્તિ છે તેમણે પોતાનો ભાગ્યાંક કાઢીને પોતાના ઘરના મુખ્ય દરવાજાની અંદર તરફ લખી દેવો જોઈએ અને જ્યારે પણ તમે ઘરેથી બહાર નીકળો અથવા તો બહારથી અંદર ઘરમાં પ્રવેશ કરો તો આવતા-જતા સમયે આ ભાગ્યાંક ને અવશ્ય સ્પર્શ કરવો જોઈએ. તમારા ફક્ત સ્પર્શ કરવા માત્રથી જ તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન થવાની શરૂઆત થઈ જશે.

જો તમારા જીવનમાં ધન સંબંધિત સમસ્યા છે, તમે ઉધાર લીધેલા પૈસા ચૂકવી શકતા નથી અને દિવસે ને દિવસે તમારા શત્રુઓની સંખ્યા વધતી જઈ રહી છે, તો તમારા ફક્ત ભાગ્યાંકને સ્પર્શ કરવા માત્રથી જ માત્ર થી જ એટલી જ સકારાત્મક શક્તિઓ પ્રાપ્ત કરી લેશો કે તમને ખૂબ જ જલ્દી આ બધી સમસ્યાઓમાંથી છુટકારો મળી જશે.

જો તમારા પરિવારના અન્ય સદસ્ય પણ આ કાર્ય કરવા માંગે છે તો તેમણે એક કાગળ ઉપર લાલ પેનથી પોતાનું નામ લખીને પોતાના રૂમની સામેની દીવાલ ઉપર લગાવી દેવાનું છે અથવા તો તે કાગળને પોતાના ઓશિકા નીચે રાખી લેવાનો છે. આવું કરવાથી પરિવારના બધા લોકોની પ્રગતિ રાતોરાત થવા લાગશે અને આખા ઘરનો વાતાવરણ સકારાત્મક બની જશે.

આ ઉપાયો કરવાની સાથોસાથ તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે તમારે કોઈ પણ ખોટું કામ કરવું નહીં, પોતાના મનમાં બધા માટે સારા વિચાર રાખવા, સવાર-સાંજ સાચા મનથી ભગવાનની ભક્તિ કરવી. જો આ ઉપાયની સાથે તમે આ સકારાત્મક કાર્ય કરશો તો તમે પોતાનું દરેક સપનું અને પોતાનું દરેક લક્ષ્ય ખૂબ જ ઓછા સમયમાં પ્રાપ્ત કરી શકશો.

મિત્રો જો તમને અમારી આ જાણકારી પસંદ આવી હોય તો પોસ્ટ ને લાઈક કરો અને કોમેન્ટમાં સાચા મનથી “જય શ્રીકૃષ્ણ” અને “હર હર મહાદેવ” જરૂરથી લખો. તેનાથી ભગવાનની કૃપા અવશ્ય પ્રાપ્ત થશે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.