ઘરનાં મુખ્ય દરવાજા થી આવે છે સુખ-સમૃધ્ધિ, આ નિયમોનું પાલન કરશો તો માતા લક્ષ્મી ક્યારેય ધનની અછત નહીં થવા દે

Posted by

આપણા ઘરનો દરેક ભાગ આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. વિશેષ રૂપથી ઘરનો મુખ્ય દરવાજો આપણા જીવનમાં ખુશીઓ સાથે જોડાયેલો હોય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જોવામાં આવે તો ઘરના મુખ્ય દ્વારથી જ સુખ-સમૃદ્ધિ નું આગમન થાય છે. આપણા ઘરનો સૌથી મહત્વપૂર્ણ ભાગ ઘરનો મુખ્ય દરવાજો માનવામાં આવે છે. તેના દ્વારા જ ઘરમાં દરેક પ્રકારની ઊર્જા પ્રવેશ કરે છે. તેના લીધે જ વાસ્તુશાસ્ત્રમાં ઘરના મુખ્ય દરવાજા સાથે જોડાયેલા અમુક નિયમોની જાણકારી આપવામાં આવી છે. જો તમે પણ આ નિયમોનું પાલન કરો છો, તો તેનાથી ધનની દેવી માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ તમારા ઉપર હંમેશા માટે રહેશે અને ઘર-પરિવારમાં ધન તથા સુખ સમૃદ્ધિ નું આગમન થશે.

ઘરના મુખ્ય દરવાજા સાથે જોડાયેલ નિયમ

  • વાસ્તુશાસ્ત્ર અનુસાર એવું જણાવવામાં આવે છે કે ઘરનો મુખ્ય દરવાજો ઉત્તર-પૂર્વ અથવા પશ્ચિમ દિશામાં હોવો જોઈએ. જો આ દિશામાં ઘરનો મુખ્ય દરવાજો છે, તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તમારે એ વાતનું ધ્યાન રાખવાનું રહેશે કે એક જ પંક્તિમાં ૩ દરવાજા ના હોય. કારણ કે તેના લીધે તમારા ઘરની સુખ-સમૃદ્ધિ પ્રભાવિત થઈ શકે છે. તમારે હંમેશા પોતાના ઘરના મુખ્ય દ્વારને ચોખ્ખા રાખવા. ઘરના મુખ્ય દરવાજા પાસે ગંદકી જમા થવા ન દેવી.
  • તમે પોતાના ઘરના મુખ્ય દરવાજાને હંમેશા આંબાનાં પાન અને આસોપાલવનાં પાન ના તોરણ થી સજાવી ને રાખવા.

  • વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારે તે વાતનું ધ્યાન રાખવાનું રહેશે કે તમે જ્યારે પોતાના ઘરનો મુખ્ય દરવાજો ખોલો છો તો તેમાંથી કોઈપણ પ્રકારનો અવાજ ઉત્પન્ન થવો ના જોઈએ. તમારો દરવાજો સરળતાપૂર્વક ખુલવો અને બંધ થવો જોઈએ. જો દરવાજામાંથી કોઈપણ પ્રકારનો અવાજ આવે છે, તો તમે દરવાજા ના પેચમાં તેલ નાખી શકો છો. જેથી કરીને તેમાં કોઈપણ પ્રકારનો અવાજ ઉત્પન્ન થાય. કારણ કે જો દરવાજામાંથી અવાજ આવે છે તો તેના લીધે ધનપ્રાપ્તિના માર્ગમાં અડચણ ઊભી થાય છે.
  • વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારે એ વાતનું ધ્યાન રાખવાનું રહેશે કે દરવાજાની સામે કોઇપણ પ્રકારની અડચણ ઉભી થાય તેવી વસ્તુ ન રાખવી અને ઘરના મુખ્ય દરવાજાની સામેનું સ્થાન હંમેશા ખુલ્લું રાખવું. ઘણીવાર એવું બને છે કે ઘરની આસપાસ છોડ અને વૃક્ષો લગાવેલા હોય છે, જેનો પડછાયો ઘર ઉપર પડતો હોય છે. પરંતુ તે યોગ્ય માનવામાં આવતું નથી. કારણ કે તેના કારણે ઘર પરિવારમાં રહેતા લોકોના સ્વાસ્થય ઉપર ખરાબ અસર પડે છે.

  • તમે પોતાના ઘરના મુખ્ય દરવાજાની સામે એક તુલસીનો છોડ લગાવી શકો છો અને ઘરના મુખ્ય દરવાજા પર સ્વસ્તિકનું ચિન્હ બનાવો. જેથી ઘરની અંદર નકારાત્મક ઉર્જાનો પ્રવેશ ન થાય.
  • વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં જેટલા પણ દરવાજા છે તે બધાની તુલનામાં તમારા ઘરનો મુખ્ય દરવાજો મોટો હોવો જોઈએ. કારણ કે આ દરવાજા ના માધ્યમથી જ ઘરમાં ખુશીઓ આવે છે અને આ દરવાજા થી જ સુખ-સમૃદ્ધિ નું આગમન થાય છે.
  • જો તમે પોતાના ઘરમાં મુખ્ય દરવાજો બનાવી રહ્યા છો તો એ વાતનું ધ્યાન રાખવું કે હંમેશા બે પલ્લો વાળો દરવાજો બનાવો. કારણ કે વાસ્તુ શાસ્ત્ર અનુસાર તેનાથી ઘરમાં ધનની કમી થતી નથી અને ઘર-પરિવારના વડીલ વ્યક્તિના આયુષ્યમાં વધારો થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *