શિવપુરાણમાં શિવલિંગની પુજાનું વિશેષ મહત્વ જણાવવામાં આવે છે. નિયમિત રૂપથી શિવલિંગની પુજા કરવામાં આવે તો ભગવાન ખુબ જ જલદી પ્રસન્ન થાય છે અને બધી જ મનોકામના પુરી કરે છે. અમુક લોકો શિવને ઘરમાં પણ રાખે છે, પરંતુ ઘરમાં શિવલિંગ રાખવાનાં અમુક નિયમ છે, જેના વિશે મોટાભાગના લોકોને જાણકારી હોતી નથી. જો શિવલિંગ સાથે સંબંધિત આ નિયમોનું ધ્યાન ન રાખવામાં આવે તો તેનાથી તમારી પરેશાની વધી શકે છે.
શિવ ભક્તોએ ઘરે શિવ મંદિર ની આરાધના કરતા પહેલા અમુક નિયમોનું પાલન કરવું જરૂરી છે. શિવભક્ત અવારનવાર પોતાના ઘરના મંદિરમાં ભગવાન શિવની પ્રતિમા સ્થાપિત કરે છે. શિવલિંગનાં રૂપમાં તેમને પુરી આસ્થા સાથે પુજે છે, પરંતુ આવું કરતા સમયે અમુક નિયમોનું પાલન કરવું જરૂરી હોય છે. સાથોસાથ અમુક વાતો જાણવી અને સમજવી પણ જરૂરી હોય છે. શિવલિંગ સાથે જોડાયેલી એવી ઘણી માન્યતા છે જેના માટે માનવામાં આવે છે કે જો તે પુરી ન થાય તો મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. એટલા માટે પોતાના પુજા ઘરમાં શિવલિંગને રાખતા સમયે અમુક જરૂરી વાતો જાણી લેવી જોઈએ, જેથી તમે કોઈ પણ ભુલ કરવાથી બચી શકો.
દરરોજ કરો પુજા
પુજા ઘરમાં ભગવાનની મુર્તિ રાખવાની સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે, પરંતુ માન્યતા છે કે શિવલિંગ ની સાથે આવું કરવું જોઈએ નહીં. માનવામાં આવે છે કે ઘરે હંમેશા પ્રાણ પ્રતિષ્ઠા કર્યા વગર શિવલિંગ સ્થાપિત કરવું જોઈએ. જેની પુરી વિધિ-વિધાન સાથે પુજા પણ કરો. જો તમે આવું ન કરી શકો તો પુજા ઘરમાં શિવલિંગ ન રાખવું વધારે યોગ્ય રહેશે.
આવું હોવું જોઈએ શિવલિંગ
નર્મદા નદીમાં વહેતા પથ્થર અવારનવાર શિવલિંગનો આકાર લઈ લેતા હોય છે. માન્યતા છે કે આ પથ્થરોને પુજા ઘરમાં સ્થાપના કરવી શુભ ફળ આપે છે. જો કોઈ ધાતુ નું બનેલું શિવલિંગ રાખો તો તે ધાતુનો નાગ પણ તેની સાથે જરૂરથી રાખવો. માનવામાં આવે છે કે જો તમે સોનુ, ચાંદી અથવા તાંબાની શિવલિંગ રાખી રહ્યા છો તો તેની ઉપર વીંટળાયેલો નાગ પણ એ જ ધાતુનો હોવો જોઈએ.
માન્યતા છે કે વધારે મોટું શિવલિંગ પણ પુજા ઘરમાં રાખવું જોઈએ નહીં. એવી માન્યતા છે કે ઘરમાં રાખવામાં આવેલ શિવલિંગ તમારા અંગુઠાથી પણ નાનું હોવું જોઈએ. જો મોટા શિવલિંગનું પુજન કરો છો, તો તેને મંદિરમાં રાખવું જોઈએ.
શિવલિંગની ઉર્જા
વાસ્તુશાસ્ત્ર અનુસાર માનવામાં આવે છે કે શિવલિંગમાં સતત ઊર્જાનો સંચાર થાય છે. એટલા માટે શિવલિંગને હંમેશા ખુલ્લામાં રાખવું જોઈએ. સાથોસાથ એવી વ્યવસ્થા કરવી જોઈએ કે સતત શિવલિંગ ઉપર જલધારા પડતી રહે. માનવામાં આવે છે કે આ કારણને લીધે જ શિવપુરાણમાં પણ ઘરે એકથી વધારે શીવલીંગ ન રાખવા માટે કહેવામાં આવ્યું છે.
યાદ થી કરો આ કામ
શિવલિંગને પુજાઘરમાં રાખો તો તેમના પરિવારનો સાથ પણ જરૂરી માનવામાં આવે છે. એટલા માટે મંદિરમાં શિવ પરિવારનો એક ફોટો જરૂરથી રાખો. ભગવાન શિવનું પુજન કરતા સમયે તેમને કેતકીનાં ફુલ, તુલસી, સિંદુર અથવા હળદર અર્પિત ન કરો.