ઘરની આ ચીજોને હંમેશા બહારનાં લોકોથી છુપાવીને જ રાખવી જોઈએ, બીજાની નજર પડે છે તો પરિવાર થઈ જાય છે બરબાદ

ઘરનાં વડીલો અવારનવાર એવી ચીજો વિશે જણાવે છે, જેની ઉપર યુવાપેઢી ધ્યાન આપતી નથી. સવારે ઊઠીને શું કરવું જોઈએ અને શું ન કરવું જોઇએ, આ ચીજો ઉપર વડીલોની સલાહ ને ભલે ન માનવામાં આવે. પરંતુ ધ્યાન રાખો કે વાસ્તુ અનુસાર આ સલાહમાં વાસ્તુની અમુક ટિપ્સ છુપાયેલી હોય છે, જે તમારું નસીબ ચમકાવી શકે છે અને બગાડી પણ શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર સવારે આંખ ખોલતાની સાથે જ અમુક ચીજો જોવી ખુબ જ શુભ માનવામાં આવે છે. સાથોસાથ ઘરની અમુક ચીજો એવી હોય છે જેને હંમેશા છુપાવીને રાખવી જોઈએ. બહારના લોકોની નજર જો આ ચીજો ઉપર પડે તો વ્યક્તિ બરબાદ થઈ શકે છે.

જંગલી જાનવર ની તસ્વીરો

ઘણા ઘરમાં હિંસક પશુ અથવા જંગલી જાનવરોની પેઇન્ટિંગ લગાવેલી હોય છે, જેને સવારે ઊઠતાની સાથે જ ઘરમાં રહેતા લોકોની નજર પડે છે. આ તસ્વીરોને ભુલથી પણ સવારે ઊઠતાની સાથે જ હોવી જોઈએ નહીં.

પડછાયો

સવારે ઉઠીને પોતાનો અથવા અન્ય કોઈ વ્યક્તિ નો પડછાયો બિલકુલ પણ જોવો જોઈએ નહીં. જો તમે સુર્ય દર્શન માટે નીકળી ગયા અને પોતાનો પડછાયો પશ્ચિમ દિશામાં જોઈ લીધો, પરંતુ સુર્ય પુર્વમાં ઉગે છે તો તેને વાસ્તુશાસ્ત્ર અનુસાર રાહુનો સંકેત માનવામાં આવે છે. તેવામાં પશ્ચિમ દિશા તરફ પડછાયો દેખાવો ખુબ જ અશુભ માનવામાં આવે છે.

અરીસો

સવારનાં સમયે ક્યારેય પણ અરીસો જોવો જોઈએ નહીં. એવું કહેવામાં આવે છે કે સવારે ઊઠતાની સાથે અરીસો જોવાથી આખી રાતની બધી નકારાત્મકતા અરીસાનાં માધ્યમથી તમને પ્રાપ્ત થઈ જાય છે.

સવારે ઉઠીને સૌથી પહેલા શું કરવું

વાસ્તુ અનુસાર સવારે ઊઠતાની સાથે જ હથેળીના દર્શન કરો. હાથની હથેળીમાં ઘનશ્યામ, સરસ્વતી અને લક્ષ્મીનો વાસ હોય છે. હથેળીને કમળ કહેવામાં આવે છે. હથેળીનાં દર્શન કર્યા બાદ ભગવાનનું નામ લો અને પોતાના ચહેરા ઉપર હથેળી ફેરવો. ત્યારબાદ પોતાના દિવસ ની નવી શરૂઆત માટે પ્રાર્થના કરો. ત્યારબાદ પાણી પીવો અને સુર્યના દર્શન કરો.

ચાલો હવે તમને અમે એવી વસ્તુઓ વિશે જણાવીએ જેને ઘરમાં હંમેશા છુપાવીને રાખવી જોઈએ. આ ચીજો બહારના વ્યક્તિની નજરમાં આવી જોઈએ નહીં. જો આવું થાય છે તો ઘરમાં દરિદ્રતા આવે છે અને પરિવારજનોએ હંમેશા આર્થિક પરેશાનીનો સામનો કરવો પડે છે.

પહેલી વસ્તુ છે સાવરણી. વાસ્તુશાસ્ત્ર અનુસાર સાવરણી એવી વસ્તુ છે જેની ઉપર કોઈ ભારે વ્યક્તિની નજર પડવી જોઈએ નહીં. સાવરણી હંમેશા એવી જગ્યાએ રાખવી જોઇએ જેનાથી તેની ઉપર કોઈની નજર ન પડે. સાવરણીને ક્યારેય પણ ઊભી રાખવી જોઈએ નહીં, પરંતુ તેને જમીન ઉપર આડી સુવડાવીને રાખવી જોઈએ. સાવરણીને પગથી સ્પર્શ કરવી અથવા તો તેને ઓળંગીને જવું પણ અશુભ માનવામાં આવે છે. સાવરણી માં માતા લક્ષ્મીનો વાસ હોય છે અને સાવરણી આપણા ઘરની નકારાત્મકતાને દુર કરે છે. સાવરણી ઉપર ખરાબ નજર લાગવાથી ઘરમાં ગરીબી આવે છે અને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે.

વાસ્તુ અનુસાર જે જગ્યા પર આપણે પૈસા રાખીએ છીએ, તે સ્થાન પણ લોકોની નજરથી દુર રહેવું જોઈએ. તેની ઉપર બીજા લોકોની દ્રષ્ટિ પડવાથી આર્થિક તંગીનો સામનો કરવો પડે છે અને ઘરમાં અચાનક ધનનો ખર્ચ વધવા લાગે છે. બહારના લોકોની નજર પડવાથી ધીરે ધીરે તિજોરી ખાલી થવા લાગે છે. એટલા માટે પૈસા રાખવાની તિજોરીને હંમેશા ઘરમાં ગુપ્ત સ્થાન પર રાખવી જોઈએ, જેથી તેના ઉપર કોઈ ભારે વ્યક્તિને દ્રષ્ટિ પડે નહીં.

વાસ્તુ અનુસાર ઘરમાં રહેલી અભિમંત્રિત ચીજો જેમકે માળા, શ્રીફળ, દેવી-દેવતાઓનાં યંત્ર વગેરેને ભારે વ્યક્તિની દ્રષ્ટિથી દુર રાખવી લાભદાયી હોય છે. નહીતર આવી ચીજો નો પ્રભાવ નષ્ટ થઈ જાય છે.