ઘરની અંદર ભુલથી પણ આ માતાજીનું નામ લેવું નહીં, આખી જિંદગી ગરીબ જ રહેશો

Posted by

મોટાભાગનાં લોકો પોતાની શ્રદ્ધા અનુસાર ઘરમાં દેવી-દેવતાઓની મુર્તિ અથવા તસ્વીર રાખે છે, જેનાથી ઘરમાં સુખ શાંતિ અને ખુશહાલી જળવાઈ રહે. પરંતુ ઘણી વખતે દૈવીય કૃપા મેળવવાની લાલસામાં ઘરમાં અમુક એવા દેવી-દેવતાઓની તસ્વીર રાખી લેતા હોય છે જેને રાખવી શુભ માનવામાં આવતું નથી. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં દેવી દેવતાઓની તસ્વીરો રાખવાના નિયમોનો જરૂરથી પાલન કરવું જોઈએ. ઘરના ઉત્તર-પુર્વ ખુણામાં મંદિરનું સ્થાપન કરવું સૌથી વધારે શુભ માનવામાં આવે છે.

Advertisement

દરેક વ્યક્તિના ઘરમાં એક નાનું મંદિર જરૂરથી હોય છે, જ્યાં ઘરના લોકો બેસીને ભગવાનની પુજા આરાધના કરે છે. પરંતુ લોકોના મનમાં અલગ અલગ પ્રકારના સવાલ ઊઠે છે. જેમ કે તેમણે પોતાના ઘરમાં કયા કયા ભગવાનની મુર્તિ રાખવી જોઈએ અને કયા દેવી દેવતાઓની મુર્તિ ન રાખવી જોઈએ. શાસ્ત્રો અનુસાર હિન્દુ ધર્મમાં ૩૩ કોટી દેવી દેવતાઓ છે, તો આપણે તેમાંથી કેટલા દેવી દેવતાઓને પોતાના ઘરના મંદિરમાં રાખવા જોઈએ અને તેમાંથી કેટલા દેવી દેવતાઓની પુજા કરવી જોઈએ. આ સવાલ આપણા બધા લોકોના મનમાં જરૂરથી ઉભો થાય છે. તો આજે આ આર્ટીકલ ના માધ્યમથી અમે તમને તમારા આ બધા સવાલોના જવાબ આપીશું.

સામાન્ય રીતે તો મોટાભાગના ઘરમાં ગણેશજીની ઘણી મુર્તિ હોય છે. પરંતુ ધ્યાન રાખવું કે ગજાનંદની મુર્તિઓની સંખ્યા ૩ હોવી જોઈએ નહીં. કારણ કે તે અશુભ માનવામાં આવે છે. ગણેશજીની ૩ થી ઓછી અથવા વધારે મુર્તિ ઘરમાં રાખી શકાય છે. ઘરમાં શિવલિંગ રાખવાના સંબંધમાં પણ અમુક નિયમ જણાવવામાં આવે છે. ઘરના મંદિરમાં રાખવામાં આવેલા શિવલિંગનો આકાર આપણા અંગુઠાથી મોટો હોવો જોઈએ નહીં. તેની સાથોસાથ ઘરના મંદિરમાં શિવલિંગ એક જ સંખ્યામાં રાખી શકાય છે. એકથી વધારે શિવલિંગ રાખવાથી બચવું જોઈએ.

ઘરના મંદિરમાં માતા દુર્ગા અથવા અન્ય કોઈ માતાજીની મુર્તિઓની સંખ્યા ૩ હોવી જોઈએ નહીં. જો તમે ઈચ્છો તો ત્રણ થી ઓછી અથવા ત્રણ થી વધારે મુર્તિઓ ઘરના મંદિરમાં રાખી શકો છો. મુર્તિઓના સંબંધમાં શ્રેષ્ઠ વાત એ છે કે મંદિરમાં કોઈપણ એક દેવતાની એકથી વધારે મુર્તિ હોવી જોઈએ નહીં. અલગ અલગ દેવી દેવતાઓની એક એક મુર્તિ રાખી શકાય છે.

ઘરના મંદિરમાં હનુમાનજીની મુર્તિઓની સંખ્યા એક જ હોવી જોઈએ. મંદિરમાં બેસેલા હનુમાનજીની પ્રતિમા રાખવી સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. ઘરના અન્ય ભાગમાં હનુમાનજીની એવી પ્રતિમા રાખી શકાય છે, જેમાં તેઓ ઉભેલા હોય. ઘરના દરવાજાની પાસે ઉડતા હનુમાનજીની પ્રતિમા રાખી શકાય છે.

આપણે એક પ્રતિમાને થોડો સમય ધ્યાન કરી શકીએ છીએ, પરંતુ તેનાથી વધારે નહીં. કારણ કે જ્યારે આપણી આંખ ખુલશે તો કોઈ બીજી પ્રતિમા તરફ આપણે જોવા લાગીએ છીએ અને આપણું ધ્યાન તે પ્રતિમા તરફ ચાલ્યું જાય છે. આપણે પુજા એટલા માટે નથી કરતા કે આપણું ધ્યાન એક ભગવાનથી બીજા ભગવાન તરફ ચાલ્યું જાય, પરંતુ એટલા માટે કરીએ છીએ કારણ કે કોઈ પણ દેવતાની આરાધના સાચા અને એકાગ્ર મનથી કરી શકીએ. એનો અર્થ એવો નથી કે આપણા ઘરમાં ફક્ત એક જ દેવતાની પુજા કરવી જોઈએ. તમને જણાવી દઈએ કે શાસ્ત્રોમાં પાંચ દેવતાઓને પોતાના ઘરના મંદિરમાં રાખવા માટે જણાવવામાં આવેલ છે.

જેમકે અમે તમને જણાવ્યું કે ઘરમાં ઘણી બધી મુર્તિઓનો ભંડાર રાખવો જોઈએ નહીં. તમે પોતાના ઈષ્ટ દેવતાને મધ્યમાં રાખીને બધા દેવી-દેવતાઓને આજુબાજુમાં રાખી શકો છો. જેથી જ્યારે પણ તમે ધ્યાન કરો તો તમારું ધ્યાન એકાગ્રચિત રહે. જો તમે ભગવાન શંકરની પુજા કરો છો તો તેમને મધ્યમાં રાખીને પુજા કરી શકો છો અને જો તમે ગણપતિ ભગવાનને માનો છો તો ભગવાન ગણેશને મધ્યમાં રાખીને પુજા અર્ચના કરી શકો છો. જો તમે અન્ય કોઈ માતાજીને માનો છો તો તમે માતાજીને મધ્યમાં રાખીને પુજાપાઠ કરી શકો છો.

વાસ્તુશાસ્ત્ર અનુસાર અમુક દેવી-દેવતાઓની મુર્તિ ઘરમાં રાખવી જોઈએ નહીં અને તેમનું નામ પણ ઘરમાં લેવું જોઈએ નહીં. આવું કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવવાને બદલે ઘરમાં દુર્ભાગ્ય આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર અમે તમને જણાવીશું કે ઘરમાં ક્યા દેવી દેવતાની મુર્તિ રાખવી જોઈએ નહીં.

ભૈરવ ભગવાન શિવનું એક અન્ય રૂપ છે, તેમની મુર્તિ પણ ઘરમાં રાખવી જોઈએ નહીં. તેનું કારણ છે કે ભૈરવ એક તામસિક દેવતા છે. તંત્ર-મંત્ર દ્વારા તેમની સાધના કરવામાં આવે છે. વળી પારિવારિક જીવનમાં સુખ, શાંતિ અને પ્રેમની અપેક્ષા રાખવામાં આવે છે. એટલા માટે ઘરમાં ભૈરવની મુર્તિ રાખવી જોઈએ નહીં. ભૈરવને પ્રસન્ન રાખવા માટે ૮ વર્ષથી નાના બાળકોને ભોજન કરવામાં આવે છે.

શનિ ગ્રહની શાંતિ માટે શનિની પુજા આરાધના કરવાની સલાહ જ્યોતિષશાસ્ત્ર દ્વારા આપવામાં આવેલ છે, પરંતુ તેને ઘરમાં લાવવાની સલાહ જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલ નથી. શનિ મહારાજ એકાંત, વિરહ, ઉદાસીન અને વૈરાગ્યના દેવતા માનવામાં આવે છે. વળી ગૃહસ્થિ ચલાવવા માટે રાગ, પ્રેમ તથા ભૌતિક ચીજો ની જરૂરિયાત હોય છે.

ઘરની અંદર સુખ અને સમૃદ્ધિ માટે માતા લક્ષ્મીનો નિવાસ હોવો જોઈએ અને તેમની બહેન અલક્ષ્મી ઘરની બહાર હોવી જોઈએ. અલક્ષ્મી દુઃખ, ગરીબી અને દરેક બીમારીની દેવી છે. જો તે ઘરની અંદર હોય તો ઘરમાં પરેશાની વધવા લાગે છે. જેથી ઘરમાં તેનું નામ લઈને તેનું સ્વાગત પણ કરવું જોઈએ નહીં. અલક્ષ્મીને ઘરેથી દુર રાખવા માટે ઘરની બહાર લીંબુ મરચા અવશ્ય લટકાવવા જોઈએ. કારણકે આ ચીજો અલક્ષ્મીની પ્રિય છે. અલક્ષ્મીનો સબંધ ખાટી અને કડવી ચીજો સાથે છે, તો વળી માં લક્ષ્મી નો સંબંધ મીઠી ચીજો સાથે છે. એ જ કારણ છે કે ઘરની બહાર લીંબુ મરચા લટકાવવામાં આવે છે, જેથી અલક્ષ્મી ત્યાંથી તેને ગ્રહણ કરીને ચાલી જાય અને ઘરમાં પ્રવેશ ન કરે.

સાથોસાથ ઘરની અંદર ક્યારેય પણ એકબીજાને શ્રાપ આપવો જોઈએ નહીં અથવા કોઈપણ વ્યક્તિની મૃત્યુની કામના પણ કરવી જોઈએ નહીં. જે ઘરમાં લોકો હંમેશા અપશબ્દનો પ્રયોગ કરે છે અથવા લડાઈ ઝઘડા કરે છે, આવા ઘરમાં દેવી દેવતાઓનો વાસ થતો નથી. ઘરમાં દેવી-દેવતાઓને પ્રસન્ન કરવા માટે મધુર સંગીત વગાડવું, ધુપ-દીવા પ્રગટાવવા અને ભગવાનની સેવા કરવી જોઈએ. જેનાથી હંમેશા ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.