ઘરે પથારીમાં બેઠા-બેઠા જ ફક્ત ૧૫ મિનિટ કરો આ ૩ એક્સરસાઇઝ, લાભ જાણીને આશ્ચર્યચક્તિ થઈ જશો

Posted by

વર્ષ ૨૦૨૦ પછી હવે ૨૦૨૧ પણ લગભગ અડધું પસાર થઈ ચૂક્યું છે અને લોકો હજુ પણ કોવિડ-19 સંક્રમણથી બચવા માટે ઘરેથી બેસીને કામ કરી રહ્યા છે. તેવામાં આખો દિવસ બેઠા-બેઠા કામ કર્યા બાદ શરીરમાં એક શિફ્ટનેસ આવી જાય છે. શિફ્ટનેસ ને તમે થોડા સરળ એક્સરસાઈઝ કરીને દુર કરી શકો છો.

હેલ્થ એક્સપર્ટ ઋજુતા દિવેકરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે અને આ વીડિયોમાં એમણે એવા જ થોડા ખુબ જ સરળ સ્ટ્રેચ એક્સરસાઇઝ બતાવી છે. જેને તમે બેડ પર સુતા સુતા કરી શકો છો. ઋજુતા કહે છે, “તમે સવારે ઊઠીને તરત પણ આ એક્સરસાઇઝ કરી શકો છો અને રાત્રે સુવા પહેલા પણ આ એક્સરસાઇઝને રીપીટ કરી શકો છો.”

બેસ્ટ વાત એ છે કે આ એક્સરસાઇઝ સરળ હોવાની સાથે જ ખુબ જ લાભદાયક છે અને એમને કરવાથી માત્ર ૧૦ થી ૧૫ મિનિટનો સમય તમને લાગશે. તો ચાલો અમે તમને બતાવીએ છીએ તે કઈ એક્સરસાઇઝ છે.

સ્ટ્રેચ-૧

 • સૌથી પહેલા તમારા બેડ પર સ્ટ્રેટ સુઈ જાવ.
 • હવે તમે તમારા બંને પગને ઘુંટણથી વાળો અને ચેસ્ટ પર રાખી લો.
 • પોતાના હાથોને ઘુંટણ પર રાખો અને પાંચ સુધી ગણતરી કરો.
 • આવી રીતે ઓછામાં ઓછો પાંચ વખત કરો.
 • જો તમે નિયમિત રૂપથી પાંચ વખત આ એક્સરસાઇઝ કરશો તો તમારી લોઅર બેક ને ઘણો આરામ મળશે.

સ્ટ્રેચ-૨

 • આ સ્ટ્રેચ કરવા માટે પહેલા તમે બેડ પર સીધા સુઈ જાવ.
 • હવે તમે પોતાના રાઈટ સાઈડ અને લેફ્ટ સાઈડ તકિયા રાખો.
 • એકવાર તમારે ડાબી તરફ બંને પગને વાળવાના છે અને એકવાર રાઈટ સાઈડ.
 • તે વાતનું ધ્યાન રાખો કે આ સ્ટ્રેચ માં તમારે માત્ર લોઅર બોડીને જ મુવ કરવાની છે.
 • અપર બોડીને સ્ટ્રેચ રાખવાની છે અને હાથને ૧૮૦ ડિગ્રીનાં કોણ પર સીધા રાખવાના છે.
 • આ પોઝિશનમાં તમે પાંચ સુધી ગણતરી કરો અને એને ઓછામાં ઓછા પાંચ વખત કરો.
 • આ સ્ટ્રેચ કરવાથી તમારી વેરિકોઝ વેઇન્સ પર અસર પડે છે.

સ્ટ્રેચ-૩

 • આ સ્ટ્રેચ કરવા માટે તમારે સૌથી પહેલા તમારા બંને ઘુંટણને વાળવાના છે.
 • હવે પહેલા રાઈટ સાઈડ વાળા પગને વાળો પછી વાળીને લેફ્ટ સાઈડ વાળા ઘૂંટણ પર રાખો.
 • પાંચ સુધી ગણતરી ગણો અને પછી પગને નીચે કરી લો.
 • ત્યારબાદ તમારા લેફટ સાઈડ વાળા પગને ઉઠાવીને રાઈટ સાઈડ વાળા ઘૂંટણ પર રાખવાના છે.
 • પાંચ સુધી ગણતરી ગણો અને પછી પગને નીચે રાખી લો.
 • આવી રીતે ઓછામાં ઓછું પાંચ વાર જરૂર કરો.
 • આ એક્સરસાઇઝ તમારા હિપ્સ માટે ઘણી સારી રહેશે.

તમે પણ બેડ પર સુતા-સુતા આ ત્રણ સ્ટ્રેચ એક્સરસાઇઝને જરૂર ટ્રાય કરો. આટીકલ પસંદ આવ્યો હોય તો એને શેર અને લાઈક જરૂર કરો. આ પ્રકારનાં બીજા પણ આર્ટિકલ્સ વાંચવા માટે જોડાયેલા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *