ઘરેથી બહાર પગલાં રાખતા પહેલા કરી લો આ ૮ કામ, આખો દિવસ સારો પસાર થશે અને દરેક કાર્ય થશે પુર્ણ

Posted by

ઘરમાંથી બહાર નીકળ્યા પછી તમારી સાથે શું થશે તેના વિશે તમે નથી જાણી શકતા. બની શકે કે તમારો દિવસ કિસ્મત વાળો હોય અથવા એ પણ પોસિબલ છે કે તમારો દિવસ સૌથી ખરાબ હોય. કુલ મળીને મનમાં એ શંકા હંમેશા રહે છે કે બહાર ગયા પછી આપણો દિવસ સારો હશે કે ખરાબ. એ વસ્તુ ત્યારે વધારે મહત્ત્વની બની જાય છે જ્યારે આપણે ઘરમાંથી કોઈ જરૂરી કામ માટે બહાર જઈ રહ્યા હોઈએ. તેવામાં આપણે એવું જ ઈચ્છીએ છીએ કે આપણું તે મહત્વનું કાર્ય સારી રીતે પુર્ણ થઈ જાય.

તેવામાં જો તમે ઘરની બહાર પગ મુકતા પહેલાં કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખો તો તમારા દરેક કાર્ય જરૂર સફળ થશે. આજે અમે તમને એવા જ કેટલાક કામ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

  • કોઈપણ જરૂરી કામ થી બહાર નીકળો તો એ વાત હંમેશા યાદ રાખો કે તમે રાહુકાળ માં ન નીકળો. રાહુકાળ પહેલા કે પછી ઘરની બહાર પગ રાખો.
  • ઘરની બહાર જતા પહેલા દિશાશુળ જોવું પણ સારી આદત હોય છે. તેનાથી તમને કોઈ વિશેષ દિવસે કઈ દિશામાં જવાથી લાભકારક અથવા હાનિકારક છે તે જાણવા મળશે. તેનાથી જો કોઈ કારણસર કોઈ દિવસ તમારે વિષમ દિશામાં યાત્રા કરવી પડે તો તેનો ઉપાય કરીને તે યાત્રાની સફળ અને સુખદ બનાવી શકાય છે.

  • જો તમે કોઈ જરૂરી કામ થી બહાર જઇ રહ્યા છો તો પહેલા દહીં અને ખાંડ ખાવી અને પછી જ બહાર નીકળવું. એવું કરવાથી તે કામમાં સફળતા મળવાની સંભાવના ઘણી વધી જાય છે.
  • ઘરેથી જ્યારે તમે નીકળો ત્યારે હંમેશા જમણો પગ ઘરની બહારની બાજુ રાખો. એ દરમિયાન “શ્રી ગણેશાય નમઃ” બોલીને આગળ વધવું. તમારું કામ જરૂર સફળ થશે.

  • જો તમારું કામ ખુબ જ જરૂરી છે અને તમને શંકા છે કે તે બગડવાની શક્યતા છે તો ઘરેથી બહાર નીકળતી વખતે મોઢામાં તુલસીનું પાન રાખી લેવું. પરંતુ એ વાતનું ધ્યાન રાખવું કે તુલસીના પાનને ચાવવું નહીં. ઘરમાંથી બહાર નીકળ્યા પછી તુલસીને ચાવી શકો છો.
  • કામ સારી રીતે પુર્ણ થઇ જાય તે માટે ઘરમાંથી બહાર નીકળતાં પહેલા પોતાના ઇષ્ટદેવનાં પુજા-પાઠ અને આરાધના અવશ્ય કરો. તેમના આશીર્વાદ લઈને ઘરની બહાર નીકળવાથી કામ સારી રીતે અને જલદી પુર્ણ થઈ જાય છે.

  • ઘરમાંથી બહાર નીકળતાં પહેલા ઉંબરાની બહાર કેટલાક મરી નાં દાણા નાખી દેવા. હવે તેના ઉપર પગ રાખીને નીકળી જાઓ. તે દરમિયાન પાછું વળીને ન જોવું.
  • ઘરની બહાર નિકળતા પહેલા કાચ માં તમારું મોઢું જરૂરથી જોવું. એવું કરવું શુભ માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *