ઘુઘો : આઇ લવ યુ. મીના : સોરી મારે એક બોયફ્રેન્ડ છે અને એ મારું ખુબ જ ધ્યાન રાખે છે, પછી ઘુઘાએ એવો જવાબ આપ્યો કે હસી-હસીને પેટમાં દુખવા લાગશે

જોક્સ-૧

ઘુઘો : આઇ લવ યુ

મીના : સોરી મારે એક બોયફ્રેન્ડ છે અને એ મારું ખુબ જ ધ્યાન રાખે છે.

ઘુઘો : એક બોયફ્રેન્ડ છે તોય એટલું ધ્યાન રાખે છે, વિચાર કર અમે બંને હોઈશું તો કેટલું ધ્યાન રાખીશું.

જોક્સ-૨

શાસ્ત્રોમાં લખ્યું છે કે કોઈની હાય લેવી નહીં,

હમણાં જ સામેવાળી હાય કહીને ગઈ.

હવે હું શું કરું?

જોક્સ-૩

કહેતી હતી કોલેજ છોડ્યા પછી ફેશન ડિઝાઈનર બનીશ,

અત્યારે એની સોસાયટીમાં ૪૦ રૂપિયામાં બ્લાઉઝ સીવે છે.

જોક્સ-૪

શિક્ષક : તમારો બાબો ૧ થી ૧૦૦ એકડા બોલવાનું કહું છું, તો ૪૫ પછી ૬૬ બોલે છે.

વાલી : ઈ ડોબા ને કેટલી વાર કીધું કે ૪૫ પછી ૪૬ આવે,

પણ જે વખતે તમે શીખવાડતા હતા ત્યારે ૪૫ પછી નેટવર્ક વયુ ગયું અને ફરી આવ્યું ત્યારે તમે ૬૬ એ પહોંચી ગયા હતા.

તો હવે કહે છે કે મારા સાહેબે આમ જ શીખવાડ્યું છે.

જોક્સ-૫

એક મિત્રએ મારી પાસે ૧ કરોડ રૂપિયા માગ્યા.

હું ગળગળો થઈ ગયો. મેં કીધું રૂપિયા તો નથી પણ

તે મને એક કરોડ માંગવા લાયક ગણ્યો,

એટલે ઈ ખુશીમાં હાલ તને અડધી ચા પીવડાવવું.

જોક્સ-૬

માં-બાપ નાં કર્મોના ફળ એના છોકરાઓને ભોગવવા પડે છે પણ

ક્યારેક ક્યારેક એના જમાઈને પણ ભોગવવા પડે છે.

જોક્સ-૭

એક બેન હથોડો લઈને છોકરાના સ્કુલે પહોંચ્યા.

પટાવાળા ને પુછ્યું : અશોક સર નો ક્લાસ કયો છે?

પટાવાળો ગભરાઈને અશોક સર પાસે પહોંચ્યો અને કીધું કોક બેન હથોડો લઈ તમને ગોતે છે. અશોક સર પણ ગભરાઈ ગયા તેવો પ્રિન્સિપાલની ઓફિસમાં ગયા અને વાત કરી. શું મામલો છે તે જાણી આવવા કીધું.

પ્રિન્સિપાલ તે બહેન પાસે ગયા અને કહ્યું શાંત થઈ જાઓ અને જણાવો શુ બાબત છે?

બહેને કીધું : હું શાંત જ છું. મને અશોક સર નો ક્લાસ બતાવો અને મારો છોકરો કઈ બેંચ ઉપર બેસે છે ઈ બતાવો. મારે ત્યાં ખીલી ઠોકવી છે, આજે ત્રીજું પેન્ટ ફાટ્યું છે.

જોક્સ-૮

લોકો કહે છે કે તમે જેવું કરશો એવું ભરશો એ ખોટી વાત છે,

મેં એક છોકરીને આંખ મારી એણે મને સેન્ડલ માર્યું.

જોક્સ-૯

ઝબલા થેલી બંધ થઈ ગઈ હોવાથી કોર્પોરેશન વાળા પકડી ન જાય એ બીકે એક ભાઈ સવારે દુધ લેવા લોટો લઈને ગયા

તો સ્વચ્છ ભારત અભિયાન વાળા પકડીને લઈ ગયા.

બહુ તકલીફ છે ભાઈ, આમાં જીવવું કેમ?

જોક્સ-૧૦

પાણીમાં પડેલી ભેંસ અને શોપિંગ મોલમાં ઘુસેલી સ્ત્રી માંડ માંડ બહાર નીકળે.

એક બરાબર ન્હાય અને બીજી બરાબર નવડાવે.

જોક્સ-૧૧

એણે કીધું કે તારા માટે મારા દિલમાં કોઈ જગ્યા નથી,

તો મેં કીધું દિમાગમાં રાખી લે એ તો ખાલી જ છે.