ગીર જંગલમાં બનેલ ટોઇલેટ માંથી બહાર નીકળ્યો સિંહ, ઇન્ટરનેટ પર છવાઈ ગયો છે સૌરાષ્ટ્ર ગીરનો વિડીયો

Posted by

જંગલી જાનવરો ને જોઈને લોકો ખુબ જ ખુશ થઇ જતા હોય છે. પરંતુ આવા જાનવર મોટાભાગે જંગલમાં અથવા પ્રાણીસંગ્રહાલયમાં તેની નક્કી કરેલી જગ્યા પર જોવામાં આવતા હોય છે. પરંતુ શું તમે ક્યારેય આવા કોઈ ખતરનાક જાનવર ને કોઈ પબ્લિક ટોયલેટ માં જોયેલ છે. સ્પષ્ટ છે કે તમે આશ્ચર્યચકિત થઈ જશો. હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલ વિડિયો પણ ચોંકાવી દેનાર છે. આ વિડિયોમાં જંગલનો રાજા સિંહ પબ્લિક ટોઇલેટનાં દરવાજા માંથી બહાર નીકળતો જોવામાં આવેલ છે.

આ વિડીયો જંગલ સફારી દરમિયાન રેકોર્ડ કરવામાં આવેલ છે. જેમાં જંગલના રાજાને સાર્વજનિક શૌચાલય માંથી બહાર નીકળતા જોવામાં આવેલ છે. ઇન્ટરનેટ પર આ વીડિયો જોઈને લોકો ખુબ જ આશ્ચર્ય ચકિત થઈ ગયા છે અને અમુક લોકો આ વિડિયોની મજા લઇ રહ્યા છે. રેકોર્ડિંગ એક ચાલતી કારમાંથી કરવામાં આવેલ છે. જેવી કાર એક સાર્વજનિક શૌચાલય પાસે પહોંચે છે, તો જોવામાં આવે છે કે એક સિંહ ટોયલેટનાં દરવાજામાંથી બહાર નીકળે છે.

આ વીડિયોને પોસ્ટ કરીને લખવામાં આવ્યું છે કે, “વોશરૂમ ફક્ત મનુષ્ય માટે સુરક્ષિત નથી હોતું, ક્યારેક ક્યારેક અન્ય લોકો પણ તેનો ઉપયોગ કરી શકે છે.”

વીડિયોને અત્યાર સુધીમાં ૧૫ હજારથી વધારે વખત જોવામાં આવેલ છે અને તેને ઘણા લાઈક પણ મળી ચુકેલ છે. ઘણા લોકો સાર્વજનિક શૌચાલય માં એક જાનવરની અસામાન્ય ઉપસ્થિતિ પર આશ્ચર્યચકિત હતા, તો વળી અન્ય લોકોએ કહ્યું હતું કે જંગલ સફારી દરમિયાન કોઈપણ પ્રકારના સાર્વજનિક શૌચાલય નો ઉપયોગ કરવાથી દુર રહેવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *