બોલિવૂડના દબંગ એટલે કે સલમાન ખાન પાછલા થોડા સમયથી પોતાની ગર્લફ્રેન્ડ સાથે પોતાના ફાર્મ હાઉસમાં રહે છે. સલમાન ખાનનું આ ફાર્મ હાઉસ પનવેલમાં સ્થિત છે. તેમની સાથે તેમની ગર્લફ્રેન્ડ યુલિયા વંતુર અને તેમના પરિવારના અન્ય સદસ્યો પણ અહીંયા રહે છે. તેની વચ્ચે સલમાન ખાને પોતાની ગર્લફ્રેન્ડ સાથે એક ખાસ વીડિયો શેયર કર્યો છે. તો ચાલો જોઈએ કે આ ખાસ વીડિયોમાં શું છે.
હકીકતમાં ૫ જૂનના દિવસે વિશ્વ પર્યાવરણ દિવસના અવસર પર સલમાન ખાને એક ખાસ વીડિયો શેયર કર્યો હતો. જણાવી દઈએ કે આ વીડિયોમાં સલમાન ખાન પોતાના ફાર્મહાઉસમાં સફાઈ કરતા નજર આવી રહ્યા છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કે સલમાન ખાનની સાથે અન્ય લોકો પણ છે. વીડિયોમાં સલમાન ખાનની સાથે ગર્લફ્રેન્ડ યુલિયા વંતુર પણ દેખાઈ રહી છે. સલમાન ખાન, યુલિયા અને પરિવારના અન્ય લોકો પુરા ફાર્મ હાઉસની સફાઈ કરતા નજર આવી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે આ વીડિયો ને શેયર કરતા સલમાન ખાને #swachhbharat #worldinviromentday જેવા હેશટેગ નો ઉપયોગ કર્યો છે.
યુલિયા એ પણ શેયર કર્યો વીડિયો
યુલિયા વંતુરે પણ આ વિડીયો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કર્યો છે. વિડિયો શેયર કરતા તેમણે કેપ્શન માં લખ્યું છે કે “વિશ્વ પર્યાવરણ દિવસ નાં અભિનંદન” અમે અમારું કામ કર્યું. જણાવી દઈએ કે પાછલા થોડા દિવસો પહેલાં જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્રમાં નિસર્ગ ચક્રવાત ટકરાયો હતો, તેનો વિડીયો પણ યુલિયા વંતુરે શેયર કર્યો હતો.
નિસર્ગ તોફાનથી સલમાનના ફાર્મહાઉસ ને પણ નુકસાન પહોંચ્યું
જાણકારી માટે જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં ઘણા વિસ્તારોમાં પાછલા દિવસોમાં નિસર્ગ નામનું ચક્રવાતી તોફાન આવ્યું હતું. તોફાને મુંબઈના ઘણા વિસ્તારોમાં ભયાનક તબાહી મચાવી હતી અને હવે મુંબઈના ઘણા વિસ્તારોમાં લોકોની પાસે પાયાની સુવિધાઓ પણ નથી. તમને જણાવી દઈએ કે આ ચક્રવાતને કારણે સલમાન ખાનના ફાર્મ હાઉસને પણ ખુબ જ નુકશાન પહોંચ્યું હતું. હવે આ ફાર્મ હાઉસમાં જ સફાઈ કરતા સલમાન ખાન નાં ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યા છે.
હાલમાં સલમાન ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ માંથી અમુક ફોટો અને વીડિયો શેયર કર્યા હતા. આ વીડિયોમાં તોફાન પહેલાં અને ત્યાર બાદની સ્થિતિ સ્પષ્ટ જોવા મળી રહી હતી. યુલિયા એ પણ અમુક ફોટોઝ અને વીડિયો શેયર કર્યા હતા. તેમાં ઝડપી પવન, ધોધમાર વરસાદ, તૂટેલા વૃક્ષ અને તબાહીના દ્રશ્યો જોઇ શકાતા હતા. ત્યારબાદ યુલિયા એ વધુ એક વીડિયો શેયર કર્યો હતો. જેમાં તેમણે ચક્રવાત બાદની સ્થિતિ બતાવી હતી. જણાવી દઈએ કે સલમાન ખાનના ફાર્મહાઉસમાં ઘણા મોટા-મોટા વૃક્ષો તૂટી ને પડી ગયા છે.
સલમાન ખાન પણ હાલના દિવસોમાં બોલિવૂડના અન્ય સ્ટાર્સની જેમ લોકડાઉન ને કારણે પોતાના ઘરમાં પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા છે. પરંતુ આ મુશ્કેલી ભર્યા સમયમાં પણ તેઓ પોતાના ફેન્સ ની સાથે સતત જોડાયેલા છે. ફક્ત એટલું જ નહીં પરંતુ સલમાન ખાન પોતાના ફેન્સનું મનોરંજન પણ કરી રહ્યા છે. સલમાન ખાને પોતાના ફેન્સ ના મનોરંજન માટે લોકડાઉન માં બે મ્યુઝિક વિડિયો પણ રિલીઝ કર્યા છે.