ગ્લેમરસ લુકમાં નજર આવી જ્હાન્વી કપુર, તસ્વીરોમાં જોવા મળ્યો એક્ટ્રેસનો અનોખો અંદાજ, જુઓ તસ્વીરો

Posted by

દિવંગત અભિનેત્રી શ્રીદેવીની દિકરી જ્હાનવી કપુર ધીરે ધીરે ઇન્ડસ્ટ્રીમાં પોતાના પગલા જમાવી રહી છે. જ્હાનવી કપુરે ગુંજન સક્સેના અને રૂહીમાં એક્ટિંગથી દર્શકોનું દિલ જીતી લીધું છે. ફિલ્મોની સાથે-સાથે જ્હાનવી કપુર પોતાના ગ્લેમરસ ફોટોશુટ ને કારણે પણ ચર્ચામાં રહે છે. હાલમાં જ્હાનવી કપુર પોતાની લેટેસ્ટ ફોટોશુટની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે, ત્યારબાદ થી તે ફરીથી ચર્ચામાં છવાયેલી છે.

જ્હાનવી કપુર શેર કરી લેટેસ્ટ તસ્વીરો

જ્હાનવી કપુરે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ ફોટોશુટની તસ્વીરો શેર કરી છે. ફોટોમાં જ્હાનવી કપુર બ્લેક સૈટીન થાઈ સ્લીટ ગાઉન માં નજર આવી રહી છે. સાથોસાથ જ્હાનવી એ હાથમાં ગ્લવ્ઝ પણ પહેરેલા જોવા મળી રહી છે.

જ્હાનવી કપુરનો અનોખો અંદાજ

લેટેસ્ટ ફોટો શુટમાં જ્હાનવી કપુર એક અલગ અંદાજમાં જોવા મળી રહી છે. જ્હાનવીનાં ઓપન હેર, સ્મોકી હાઇ મેકઅપ, બ્રાઉન લિપસ્ટિક તેને ખુબ જ સ્ટાઇલિશ બનાવેલ છે. સાથે સાથે તેનો આ લુક તેના પહેલા ફોટોશુટ થી બિલકુલ અલગ છે અને અનોખો છે. તસ્વીરોને શેર કરીને જ્હાનવી કપુરે કેપ્શનમાં લખ્યું છે કે “ટિંગ ફોર ધ નેક્સ્ટ રેડ કાર્પેટ.”

જ્હાનવી કપુરની અપકમિંગ ફિલ્મો

થોડા સમય પહેલાં જ જ્હાનવી કપુર ફિલ્મ રૂહીમાં જોવા મળી હતી, જેમાં તે એક્ટર રામકુમાર રાવ અને વરુણ શર્મા સાથે નજર આવી હતી. ખુબ જ જલ્દી જ્હાનવી કપુર તક દોસ્તાના-૨ અને ગુડ લક જેરી માં નજર આવશે. જ્હાનવી આ બધી ફિલ્મો આ વર્ષે એટલે કે ૨૦૨૧માં રિલીઝ થશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *