ગ્લેમરસ ફોટોશુટમાં જ્હાનવી કપુર કરતાં આગળ નીકળી ગઈ તેની બહેન ખુશી કપુર, તેની તસ્વીરો મચાવી રહી છે હંગામો

Posted by

શ્રીદેવી બોલીવુડની સૌથી સફળ અને મોટી એક્ટ્રેસ માંથી એક હતી. તેમણે બોલીવુડની પહેલી મહિલા સુપરસ્ટાર કહેવામાં આવતી હતી. એમણે ઘણી ભાષાની ફિલ્મોમાં કામ કર્યું હતું. એક અનહોની ને લીધે આપણા બધાથી આ જાણીતી અભિનેત્રીને છીનવી લીધી હતી. આજે શ્રીદેવી આપણી વચ્ચે નથી, પરંતુ એમની બંને દીકરીઓ તેમના નામને રોશન કરી રહી છે. જ્યાં જ્હાનવી કપુર ફિલ્મોમાં પોતાની સારી એક્ટિંગ બતાવી રહી છે, સાથે જ સોશિયલ મીડિયા પર પણ પોતાની સુંદરતાનાં જલવા બતાવતી રહે છે. જ્યારે શ્રીદેવીની નાની દીકરી ખુશી કપુર પણ હંમેશા સમાચારમાં રહે છે.

ખુશી કપુરે હજુ બોલીવુડમાં ડેબ્યુ નથી કર્યું. છતાં પણ તેમની સુંદરતા અને અદાઓના લોકો દિવાના થઈ ચૂક્યા છે. ખુશી એ હાલમાં જ એક ગ્લેમરસ ફોટોશુટ કરાવ્યું હતું. આ ફોટામાં જોઈ શકાય છે કે એને રેડ કલરનાં સ્વિમ સુટ ને બોડી સુટ ની જેમ પહેર્યું છે. આ  સ્વિમ સુટ સાથે તેણે રેડ કલરનું પેન્ટ પહેર્યું છે. ખુશી એ રેડ બુટ્સ અને રેડ લિપસ્ટિક સાથે પોતાના લુકને એકદમ કિલર બનાવ્યો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે તો આ ડ્રેસની કિંમત લગભગ સાડા સાત હજાર રૂપિયા બતાવવામાં આવી રહી છે.

ખુશી કપુરે આ શુટની ફોટો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. હવે તમને જણાવી દઈએ કે ખુશી પોતાની માં શ્રીદેવીની બિલકુલ કોપી નજર આવે છે. ખુશીની આ ફોટો પર બહેન અંશુલા કપુર, આલિયા કશ્યપ, સનાયા કપુર, માહીપ કપુર, નવ્યા નવેલી નંદા, સોનમ કપુર, અંજની ધવન સહિત ઘણાં સેલેબ્સ કમેન્ટ કરતા તેમના વખાણ કર્યા હતા. આ સાથે જ ફેન્સ એ પણ કોમેન્ટમાં એમને સ્ટનિંગ, ગોર્જીયસ કહ્યું, તો કોઈએ એમને આઇકોનિક બતાવી હતી.

મતલબ કે ખુશી કપુર જલ્દી જ એક્ટિંગમાં પોતાનું ડેબ્યુ કરવાની છે. એમના પિતા બોની કપુરે એક વાર કહ્યું હતું કે તે ફિલ્મોમાં કામ કરશે. હજુ સુધી તેમની કોઈ ફિલ્મની ઘોષણા નથી થઈ. આ પહેલા ખુશીએ એક વીડિયો શેર કરતા કહ્યું કે એમણે નાની ઉંમરમાં જ આલોચનાનો શિકાર થવું પડ્યું છે. એમની તુલના હંમેશા તેમની માં શ્રીદેવી અને બહેન જ્હાનવી કપુર સાથે કરવામાં આવી છે. આ કારણે તે પોતાને કમજોર અને અસુરક્ષિત અનુભવ કરે છે.

ખુશી એ એકવાર પોતાનું દર્દ જાહેર કરતાં કહ્યું હતું કે, ઘણા લોકો આજે પણ તેની મજાક ઉડાવે છે. હું થોડી શરમાળ અને અજીબ પ્રકારની છું. હું ફક્ત એટલું ઈચ્છું છું કે લોકો મને બસ એક રિયલ પર્સન ની જેમ ઓળખે. સાથે જ કહ્યું હતું કે હું માં અને બહેનની જેમ નથી દેખાતી. આ કારણે લોકો મારી મજાક ઉડાવે છે. ઘણીવાર તેનાથી મારા ખોરાક અને કપડા પહેરવાની રીત પર અસર પડે છે. આ બધું સાંભળીને મને ઘણો ગુસ્સો આવે છે.

આ સાથે જ ખુશી એ કહ્યું હતું કે આત્મસન્માન માટે મારે લડવું પડે છે. પરંતુ મેં પોતાને પ્રેમ કરતા શીખ્યું છે. મને પોતાને સારી રાખતા શીખવું પડશે. તેણે કહ્યું તેનો ઉકેલ લાવવાની રીત એ છે કે પોતાને તેમાંથી બહાર કાઢો અને જે કરવું છે તે કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *