ગોકુલધામ સોસાયટીમાં આવ્યો દીપડો, CCTV વિડીઓ જોઈને લોકોમાં ભયને લીધે ફફડાટ

દીપડો એક એવું જાનવર છે, જે બની શકે છે કે તમારી સામે હોય, પરંતુ તમને દેખાશે નહીં. કારણકે તે છુપાવવામાં હોશિયાર હોય છે. ઘણી એવી તસવીરો સામે આવી છે, જેમાં દીપડો છુપાયેલો હોય છે, પરંતુ દેખાતો નથી. તેને જોવા માટે તેજ આંખો જોઈએ. એવા ઘણા વીડિયો પણ સામે આવી ચુક્યા છે, જેમાં દિપડા રહેણાંક વિસ્તારમાં જોવા મળેલ છે. ખતમ થતાં જંગલોને કારણે તેઓ શિકારની તલાશમાં શહેર સુધી પહોંચી જાય છે. હવે ટ્વિટર પર અમુક વીડિયો સામે આવ્યા છે. આ મામલો ગોરેગાવ ઇસ્ટ નો છે. તેમાં ગોકુલધામ વિસ્તાર ની પાસે એક દિપડો જોવા મળ્યો હતો. તે શિકારની તલાશમાં ભટકતો જોવા મળી રહ્યો હતો. પરંતુ લોકોએ વિડીયો જોયા બાદ જેઠાલાલ ની ચિંતા થવા લાગી હતી, પરંતુ પહેલા તમે મામલા વિશે જાણી લો.

પહેલા તે દરવાજાની સામે બેઠો હતો

ટ્વીટર આ દીપડાનો વિડીયો શેર કરવામાં આવ્યો છે, તેમાં તે લોખંડના એક દરવાજાની આસપાસ ફરતો જોવા મળી રહ્યો છે. સામેથી એક કાર પણ પસાર થઈ રહી છે. દીપડો શિકારની મુદ્રામાં બેસલો હોય છે. એવું જણાવવામાં આવે છે કે આ દીપડાના ગળામાં કોલર પણ લગાવેલ હતો, જેના વિશે જણાવવામાં આવી રહેલ છે કે તે નવેમ્બરમાં ફીટ કરવામાં આવેલ છે.

સીસીટીવીમાં કેદ થઈ ગયો તેનો વિડીયો

ત્યારબાદ અન્ય એક જગ્યા પર દેખાયો

ચીફ કંજર્વેટર મલ્લિકાર્જુન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે લોકલ લોકોએ ગભરાવાની જરૂરિયાત નથી. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તેને લઈને પેટ્રોલિંગ કરી રહ્યા છે. ખુબ જ જલ્દી તેઓ તેને પકડી લેશે. એક સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે, જેમાં દીપડો એક ઘરના દરવાજાની સામેથી પસાર થઇ રહ્યો છે.

આ જુઓ તેનો બીજો વિડીયો

કુતરાનાં શિકાર માટે અહીંયા આવે છે

જણાવી દઈએ કે આ વિસ્તારમાં ઘણી વખત દીપડાને જોવામાં આવેલ છે. તેઓએ અહીંથી ઘણી વખત કુતરાનો શિકાર કરીને પણ ચાલ્યા ગયા છે. જોકે ઘણી વખત તેમણે મનુષ્ય ઉપર પણ ઘાત લગાવેલી છે. લોકો એકવાર ફરીથી આ વીડિયો જોઈને ડરી ગયા છે.