ગુગલની નવી ઉપલબ્ધિ : આગામી વર્ષનાં અંતે નવી ટેકનોલોજી સામેલ થતાં અનોખી રિયાલિટી માણવાં મળશે

નવીદિલ્હી : ટુંક સમયમાં ગુગલ હવે નવાં રૂપરંગ સાથે આપણી સમક્ષ પેશ થશે. ગુગલ દ્વારા વાર્ષિક કોન્ફરન્સ માં આની સત્તાવાર ઘોષણા કરવામાં આવી હતી. જેમાં નિતનવાં ફીચર્સ ઉમેરાતાં આખી દુનિયાનાં યુઝર્સ ગુગલની નવી ટેકનિકનો આનંદ માણી શકશે.

ગુગલની વાર્ષિક ડેવલપર કોન્ફરન્સ I/O 2019 મળી હતી. જેમાં સત્તાવાર એલાન કરવામાં આવ્યું હતું. આ એલાનને પગલે ગુગલનાં યુઝર્સને નવી ફેસીલીટી ઉપલબ્ધ થશે.

 

એમાં શું ઉપલબ્ધિ હશે?

ગુગલની નવી સુવિધામાં નવી ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઇડ Q થઈ લઇને સર્ચ રીઝલ્ટ્સ, ગુગલ લેન્સ, ડ્રાઇવીંગ મોડ, ઓટો ડીલીટ કન્ટ્રોલ, પ્રાઇવસી, ડુપ્લેક્સ ઓન ધ વેબ અને ગુગલ આસિસ્ટન્ટથી લઈને ઘોષણા કરવામાં આવી હતી. આ ઇવેન્ટમાં ગુગલનાં સીઇઓ સુંદર પીચઇએ જણાવ્યું કે, ‘ પ્રાઇવસી અને સિક્યોરીટી દરેક વ્યક્તિ માટે મહત્ત્વની છે એવું અમે માનીએ છીએ.’ આ કોન્ફરન્સમાં ગુગલનાં લેટેસ્ટ સ્માર્ટ ફોન પિક્સલ 3A અને 3AXL પણ લોન્ચ કરાયાં હતાં.

ગુગલ સર્ચનાં કોમ્પ્યુટર વિઝન : ગુગલ સર્ચમાં કોમ્પ્યુટર વિઝન અને ઓગ્મેંટેડ રિયાલિટી સામેલ કરવામાં આવનાર છે. યુઝર્સને હવે રિઝલ્ટમાં 3 ડી ઇમેજ અથવાં 3 ડી મોડેલ પણ જોવા મળશે. તમે 3ડી મોડલ પર ટેપ કરશો તો ઓગ્મેંટેડ રિયાલિટી મારફત રિયલ વર્લ્ડ વ્યુમાં પણ જોઇ શકશો. મતલબ, તમે જોઇ શકશો કે અસલમાં દુનિયામાં એ કેવી દેખાય છે. ગુગલ સર્ચને ગુગલ ન્યુઝનું ફુલ કવર ફીચર પણ મળશે. આ ફીચરને આ વર્ષનાં અંતે સામેલ કરવામાં આવનાર છે. એ ઉપરાંત પોડકાસ્ટ ગુગલ સર્ચમાં ઘણું આસાન બની જશે.

લેખ સંપાદક :મહેન્દ્ર સંઘાણી (વરિષ્ઠ પત્રકાર – સુરત)