ગોવિંદાની હાલત થઈ ગઈ છે ખરાબ, પત્નીએ બનાવી દીધેલ છે “જોરુ કા ગુલામ”, દોડાવી-દોડાવીને કરવી રહી છે કામ, જુઓ વિડીયો

Posted by

જોરૂ કા ગુલામ તે હોય છે જે રાત દિવસ પત્ની ની સેવા કરતો રહે છે. આ વ્યક્તિ હંમેશા પત્ની ની આગળ પાછળ ફરતો રહે છે, પત્ની જે બોલે છે, તેને ચુપચાપ કરે છે. પત્નીનાં બધા કામ એજ કરે છે. તેમાં ઘરનાં કામકાજ થી લઈને અંગત વસ્તુ પણ સામેલ હોઇ છે. આજનાં જમાનામાં જોરૂ કા ગુલામ ઓછા જ જોવા મળે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે બોલિવુડનાં મનપસંદ હિરો નંબર-૧ ગોવિંદા પણ હવે જોરૂ કા ગુલામ બની ચુક્યા છે.

હકીકતમાં સોશિયલ મીડિયા પર હાલનાં દિવસોમાં ગોવિંદા અને તેમની પત્ની સુનીતા આહુજા નો એક વીડિયો ઘણો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે સુનિતા મેકઅપ લગાવી અરીસાની સામે બેસેલી છે અને ગોવિંદા તેમની સેવા કરી રહ્યા છે. ક્યારેક તે પત્નીનાં કપડાને ઈસ્ત્રી કરે છે તો ક્યારેક પોતાના હાથે થી ફળ ખવડાવે છે.

સુનિતા ગોવિંદાને જે કામ બોલે છે, તેને તેઓ દોડી-દોડીને ચુપચાપ કરતા જાય છે. આ દરમ્યાન ગોવિંદાનાં ચહેરા પર ઉદાસી જોઇ શકાય છે. પરંતુ પત્નીનાં ડરથી કઈ બોલી નથી શકતા. વિડિયોનાં બેકગ્રાઉન્ડ માં “તુમ તો ધોખે બાજ હો” ગીતનું મ્યુઝિક પણ ચાલી રહ્યું છે.

આ વીડિયોનાં વાઈરલ થયા બાદ લોકોએ ગોવિંદાને “જોરૂ કા ગુલામ” નું ટેગ આપી દીધું છે. યાદ અપાવી દઈએ કે ગોવિંદાએ વર્ષ ૨૦૦૦માં જોરૂ કા ગુલામ નામની એક ફિલ્મ પણ કરી હતી. ફિલ્મનું એક ગીત “મૈ જોરૂ કા ગુલામ બનકર રહુંગા” પણ ફેમસ થયું હતું. હવે આ વિડીયોની જોઈને લાગે છે તે રિયલ લાઈફમાં પણ જોરું કા ગુલામ બની ગયા છે.

હકીકતમાં ગોવિંદા અને તેની પત્નીનો આ વિડીયો કપિલ શર્માનાં શોનાં સેટનો છે. થોડા દિવસો પહેલા આ કપલ કપિલનાં શો પર આવ્યું હતું. શોમાં એન્ટ્રી લેતા પહેલા બન્ને વેનિટી વેનમાં હતા. જ્યાં બંને વચ્ચે જે કંઈ પણ થયું તેને શો દરમિયાન સ્ક્રીન પર બતાવવામાં આવ્યું. ગોવિંદાને આ રીતે પત્નીની સેવા કરતા જોઈ શોમાં બેસેલા દર્શક, જજ અર્ચના અને કપિલ સહિત દરેક હસવા લાગ્યા હતા. વળી ગોવિંદા અને સુનીતા પણ પોતાની આ વિડિયો પર ઘણું એન્જોય કરતા દેખાયા.

ગોવિંદાનાં વિડીયો પર ફેન્સ પણ ઘણા કમેન્ટ કરી રહ્યા છે. કોઈકે લખ્યું કે બંનેની જોડી ઘણી જ ક્યુટ છે. તો વળી કોઈ બોલ્યું કે સુનિતાજી એ અમારા હિરો નંબર-૧ ને જોરુ કા ગુલામ બનાવી દીધા. તો ચાલો હવે તમે પણ સમય બગાડ્યા વગર આ મજેદાર વિડિયો જોઈ લો.

જુઓ વિડિયો

 

View this post on Instagram

 

A post shared by Govinda ♡ (@govinda_fanpage)


જણાવી જઈએ કે આ પહેલા ગોવિંદા અને કૃષ્ણ અભિષેકનાં પરિવારમાં ચાલી રહેલા ઝઘડા પણ ચર્ચાનો વિષય બન્યા હતા. જો તમે નોટિસ કર્યું હોય તો ગોવિંદા અને સુનીતાનાં શોમાં આવતા જ કૃષ્ણા અભિષેક ગાયબ થઇ ગયા હતા. તે આ એપિસોડમાં નજર ન આવ્યા હતા. તેમજ થોડા દિવસો પહેલા સુનિતાએ કૃષ્ણની પત્નીને “ખરાબ વહુ” નું ટેગ આપી દીધું હતું. તેના પર પલટવાર કરી કાશ્મીરા શાહે કહ્યું હતું કે, “ખરાબ વહુ તે હોઇ છે જેને ક્રુર સાસુ મળી હોય.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *