GST ની અંદર પેટ્રોલ-ડીઝલનો સમાવેશ થઈ શકે છે, જો એવું થાય છે તો ૭૫ રૂપિયે પેટ્રોલ અને ૬૮ રૂપિયે ડીઝલ મળી શકે છે

પેટ્રોલ અને ડીઝલની વધતી જતી કિંમતોથી દરેક લોકો પરેશાન છે. તેવામાં કેન્દ્ર સરકાર આવતાં વર્ષે દેશનાં પાંચ રાજ્યોમાં થનાર વિધાનસભા ચુંટણી પહેલાં તેના ઉપર એક મોટો નિર્ણય લઈ શકે છે. રિપોર્ટનું માનવામાં આવે તો સરકાર “એક દેશ-એક ભાવ” અંતર્ગત પેટ્રોલ-ડીઝલ, પ્રાકૃતિક ગેસ અને એવિએશન ટર્બાઈન ફ્યુલ ને જીએસટી હેઠળ લાવવાનું વિચારી રહી છે. તેની ઉપર વિચાર પણ શરૂ થઇ ગયો છે. ૧૭ સપ્ટેમ્બરનાં રોજ લખનૌમાં જીએસટી કાઉન્સિલની બેઠક થવાની છે. તેવામાં આ વિષય પર ચર્ચા થઇ શકે છે.

જણાવી દઈએ કે કોરોના મહામારી બાદ જીએસટી કાઉન્સિલ આ પહેલી બેઠક હશે. જીએસટી કાઉન્સિલ ની આ ૪૫મી બેઠક હશે, જેની અધ્યક્ષતા નાણા મંત્રી નિર્મલા સીતારમણ કરશે. આ બેઠકમાં “એક દેશ-એક ભાવ” પ્રસ્તાવ પર ચર્ચા થઇ શકે છે. આ દરમિયાન એક અથવા એકથી વધારે પેટ્રોલિયમ પદાર્થોને જીએસટી હેઠળ લાવવા પર વિચાર થઈ શકે છે.

જો જીએસટી કાઉન્સિલ મંત્રી સમુહ આ પ્રસ્તાવને લીલીઝંડી આપે છે તો દેશના બધા રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલનાં ભાવ એકસરખા થઈ શકે છે. આવું થવા પર પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં ખુબ જ ઘટાડો જોવા મળી શકે છે. પરંતુ અંદરના સુત્રોનું માનવામાં આવે તો જીએસટી કાઉન્સિલ ભાગ્યે જ આ પ્રસ્તાવનું સમર્થન કરશે. અમુક સુત્રોનો દાવો છે કે જીએસટી કાઉન્સિલનાં ઉચ્ચ અધિકારી પેટ્રોલિયમ પદાર્થનો ઉપર એક સરખો જીએસટી લગાવવા માટે તૈયાર નથી.

હકીકતમાં પેટ્રોલ તથા ડીઝલના થી સરકારોને સૌથી વધારે ટેક્સ પ્રાપ્ત થાય છે. નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ પર નજર દોડાવવામાં આવે તો પેટ્રોલિયમ પદાર્થોથી રાજ્ય તથા કેન્દ્ર સરકારને ૫.૫૫ લાખ કરોડ રૂપિયાનો ટેક્સ મળ્યો હતો. વર્તમાન કેન્દ્ર સરકાર પેટ્રોલ પર ૩૨% જ્યારે રાજ્ય સરકાર ૨૩.૭% ટેક્સ વસુલી રહી છે. ડીઝલ ની વાત કરવામાં આવે તો તેની ઉપર કેન્દ્ર ૩૫% તો રાજ્ય સરકારો ૧૪%થી વધારે ટેક્સ લઈ રહી છે.

આ બેઠકમાં કોરોના ઉપચાર સાથે જોડાયેલા ઉપકરણ તથા દવાઓ ઉપર પણ ટેક્સનાં માધ્યમથી રાહત આપવામાં આવી શકે છે. સાથોસાથ ૮૦ લાખથી વધારે ફર્મ માટે આધાર અનિવાર્ય થઈ શકે છે. વળી જીએસટી કાઉન્સિલ દ્વારા સિક્કિમમાં ફાર્મા અને વીજળી પર સ્પેશિયલ સેસ ની મંજૂરી આપવા માટે મંત્રીઓના સમુહનાં રિપોર્ટ પર વિચાર કરવામાં આવશે.

સિક્કિમ GoM માં ૩ વર્ષ માટે ફાર્માએ ઇન્ટરસ્ટેટ સપ્લાય પર ૧% સેસ તથા વીજળી ની ખપત તથા વેચાણ પર ૦.૧ રૂપિયા પ્રતિ યુનિટ લગાવવાની પરવાનગી આપવાના સમર્થનમાં છે, પરંતુ તે રાજ્ય સરકાર ની મેટર છે, જે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) નાં કાર્યક્ષેત્ર માંથી બહાર આવે છે. GoM દ્વારા કેન્દ્ર સરકારને વિનંતી કરવામાં આવી છે કે તેઓ ૨૦૨૩ સુધી મદદનાં રૂપમાં ૩૦૦ કરોડ રૂપિયા પ્રતિ વર્ષ વિશેષ પેકેજ આપે, તેનાથી તેમને Covid-19 થી થયેલ નુકસાન કરવામાં મદદ મળશે.