સમગ્ર વિશ્વ આજે કોરોના સંકટ સાથે લડી રહ્યું છે. ભારતમાં પણ તેનો પ્રકોપ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. લોકો કોરોના મહામારીનાં નામથી પણ ડરવા લાગ્યા છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે ગુજરાતમાં પાંચ વર્ષ પહેલાં જ કોરોના આવી ચૂક્યો હતો. તે સમયે ના લોકો તેનાથી ડરતા હતા કે ના કોઈ તેને બીમારીનાં રૂપમાં જાણતા હતા. પરંતુ હવે કોરોનાનું નામ સાંભળીને જ લોકો ધ્રુજવા લાગે છે.
૨૦૧૫માં આવી ગયો હતો કોરોના
હકીકતમાં ૨૦૧૫માં ગુજરાતમાં કોરોના આવી ચૂક્યો હતો. પરંતુ કોઇ બીમારીના રૂપમાં નહીં પરંતુ હોટલ ના રૂપમાં. જી હાં, ગુજરાતના બનાસકાંઠામાં એક હોટલનું નામ કોરોના (Hotel Corona) છે. આ હોટલનું નિર્માણ ૨૦૧૫માં થયું હતું. ત્યારે તેનું નામ કોરોના રાખવામાં આવ્યું હતું. જોકે આ દરમિયાન લોકો તેના નામથી ડરતા ન હતા. હોટલ બનાસકાંઠામાં રાજસ્થાન બોર્ડર પર આવેલ અમીરગઢમાં છે. હવે લોકો આ હોટલનું નામ જોઈને આશ્ચર્યમાં પડી રહ્યા છે.
હવે બન્યું સેલ્ફી પોઇન્ટ
જણાવી દઈએ કે લોકડાઉનને કારણે હાલમાં હોટલ બંધ છે પરંતુ તે સેલ્ફી પોઇન્ટ બની ચૂક્યું છે. લોકો અહીંયા હોટલમાં સાથે સેલ્ફી લેવા માટે આવે છે. જણાવી દઈએ કે હોટલના માલિકનું નામ બરકતભાઈ છે અને તે ગુજરાતના સિદ્ધપુરનાં રહેવાસી છે. તેમણે ૨૦૧૫માં આ હોટલનું નિર્માણ કર્યું હતું. તે સમયમાં હોટલનું નામ જોઈને લોકો આશ્ચર્યચકિત થતા ન હતા. પરંતુ લોકોએ ક્યારેય વિચાર્યું ન હતું કે કોના ક્યારેક વાયરસનાં રૂપમાં પણ આવશે અને આટલો ખતરનાક સાબિત થશે.
ગુજરાતમાં વધ્યો કોરોનાનો ગ્રાફ
વળી ગુજરાતમાં કોરોનાનાં મામલા ઝડપથી વધી રહ્યા છે. પાછલા ૨૪ કલાક દરમિયાન અહીંયા ૩૯૦ નવા મામલા સામે આવવાની સાથે જ કુલ દર્દીઓની સંખ્યા ૭ હજાર ઉપર પહોંચી ગઇ છે. ૨૪ લોકોના મૃત્યુની સાથે કુલ મૃતકોની સંખ્યા ૪૪૯ થઈ ગઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૧૮૭૨ સંક્રમિત લોકો સ્વસ્થ થઇ ચુક્યા છે.