ગુજરાતમાં આ જગ્યાએ આકાશ માંથી પડી રહ્યા છે ધાતુનાં રહસ્યમય ગોળા, ગુજરાતનાં ગામોમાં હડકંપ

ગુજરાતનાં ઘણા ગામમાંથી એવો કાટમાળ મળ્યો છે જેના વિશે જણાવવામાં આવી રહ્યું છે કે તે અંતરિક્ષમાંથી પડી રહેલ છે. અત્યાર સુધીમાં ત્રણ થી પાંચ જિલ્લામાં આ કાટમાળ મળી ચુક્યો છે. હાલમાં જ વડોદરાના ત્રણ ગામમાં આવો કાટમાળ મળ્યો છે. બોલ (દડા) નાં આકાર નો આકાર જોઇને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા તેની તપાસ કરશે.

સૌથી પહેલા ૧૨ મે નાં રોજ આણંદના ભાલેજ, ખંભોળજ અને રામપુરા ગામ માંથી સમાચાર આવ્યા હતા કે અંતરિક્ષમાંથી અમુક વસ્તુઓ પડી રહી છે. ત્યાર બાદ ૧૪ મે નાં રોજ ખેડા જિલ્લાના ચકલાસી ગામ માં આ પ્રકારની વસ્તુઓ મળી આવી હતી. તેમાંથી અમુક કાટમાળ ધાતુ નાં બોલ જેવી દેખાય છે. વડોદરા જિલ્લાના સાવલી ગામમાં ૧૪ મે ની રાતનાં પણ આવી જ વસ્તુ મળી આવી હતી. ત્રણ જિલ્લાના પોલીસ અધિકારીઓએ કહ્યું હતું કે અંતરિક્ષમાંથી પડી રહેલ કાટમાળ માંથી કોઈ પણ નુકસાન અથવા મૃત્યુના સમાચાર નથી. સ્થાનિકો ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ના વિશેષજ્ઞો તે વિસ્તારની તપાસ કરી હતી જે મનુષ્ય, જાનવર અથવા વૃક્ષ જીવનને પ્રભાવિત કરી શકે છે.

ગ્રામીણ વડોદરાના એસપી રોહન આનંદે જણાવ્યું હતું કે તેઓ સાવલી માં મળેલ વસ્તુઓને આગળનાં નિરીક્ષણ માટે ગાંધીનગરમાં ફોરેન્સિક વિજ્ઞાન નિદેશાલય મોકલશે. આણંદનાં એસપી અજીત દ્વારા કહેવામાં આવ્યું હતું કે જિલ્લાના ત્રણ ગામમાંથી મળેલ આ કાટમાળ ઉચ્ચ ઘનત્વ વાળી ધાતુ ધાતુઓમાંથી બનેલ લાગે છે, જેનો ઉપયોગ રોકેટ છોડતા સમયે કરવામાં આવે છે.

તેમણે કહ્યું હતું કે પૃથ્વીનાં વાયુમંડળમાં ફરીથી પ્રવેશ કરવા પર ઓછા ઘનત્વ વાળા હિસ્સા બળી જાય છે. ઉચ્ચ ઘનત્વ વાળા હિસ્સા ઉચ્ચ તાપમાન નો સામનો કરી શકે છે અને જો તેવો કક્ષામાંથી બહાર થઈ જાય છે તો જમીન દુર્ઘટનાગ્રસ્ત થઇ શકે છે.

સ્થાનીય પોલીસ અનુસાર ૧૨ મેના રોજ સાંજે ૪:૪૫ મિનિટે પહેલો મોટો બોલ, જેનો લગભગ વજન અંદાજે પાંચ કિલો હતું આણંદના ભાલેજ ગામમાં આકાશમાંથી પડેલું. ત્યારબાદ બે અન્ય ગામ ખંભોળજ માં બે સમાન ટુકડા પડ્યા અને રામપુરા થી પણ ચુચના આવી. ત્રણ ગામ ૧૫ કિલોમીટરના અંતરે સ્થિત છે. જેમાંથી એક ટુકડો ચીમનભાઈ નાં ખેતર માં પડ્યો. ૧૪ મે નાં રોજ પણ આ પ્રકારના જ ગોળાનાં આકારનો કાટમાળ ભાલેજ થી અંદાજે ૮ કિલોમીટર દુર આણંદના ચકલાસી ગામ માં સામે આવ્યો હતો.

અંતરીક્ષ કાટમાળમાં પ્રાકૃતિક અંતરીક્ષ કાટમાળ જેમકે ઉલ્કાપિંડ અથવા માનવ નિર્મિત શામેલ હોઈ શકે છે. જેમાં નિષ્ક્રિય અંતરિક્ષ યાન અને ઉપગ્રહ શામેલ હોઈ શકે છે. નાસા અનુસાર અંતરીક્ષ ના કાટમાળના રૂપમાં ૧૦ સેમી થી મોટી ૨૫ હજારથી વધારે ધાતુઓનું અસ્તિત્વ છે અને ૧ થી ૧૦ સેમી વ્યાસની વચ્ચે કણોની અંદાજીત સંખ્યા અંદાજે ૫,૦૦,૦૦૦ છે. નાસાનાં અનુમાન અનુસાર જાન્યુઆરી ૨૦૨૨ સુધી પૃથ્વીની પરિક્રમા કરવા સામગ્રીની માત્રા ૯,૦૦૦ મેટ્રીક ટનથી વધારે છે.