ગુજરાતમાં અહિયાં બની રહ્યું છે “ૐ” આકારનું મંદિર

Posted by

સેલવાસ પાસે કુડાયા ગામમાં નિખિલ નગરમાં “ૐ” આકારનું ભવ્ય મંદિર નિર્માણ થઇ રહેલ છે. શ્રી નિખિલ ત્રિમૂર્તિ પ્રણવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૩૬ હજાર સ્ક્વેર ફીટ જગ્યા પર ૩.૫ કરોડથી વધારે રૂપિયાના ખર્ચે બનનાર છે. આ મંદિર બનાવવાની શરૂઆત ૨૧ એપ્રિલ ૨૦૦૪ ના રોજ થયેલ હતી. આ મંદિરના નિર્માણમાં લોખંડ નો બિલકુલ ઉપયોગ કરવામાં આવેલ નથી.

Advertisement

ભગવાન ભોલેનાથ નું મંદિર તળાવ, નદી અથવા સમુદ્રના કિનારે હોય તો તેને શ્રેષ્ઠ માનવામાં આવે છે. એટલા માટે આ મંદિરનું નિર્માણ દમણગંગા નદીના કિનારે કરવામાં આવી રહ્યું છે. ૪૦૦ સ્તંભો પર બનાવવામાં આવેલા મંદિર ૨૧ એકર જમીનમાં ફેલાયેલું છે. હાલના સમયે મંદિરમાં કુલ ૧૩૧ દેવી-દેવતાઓની મૂર્તિ બનાવવામાં આવેલ છે. અહીંયા ૫૧ શક્તિપીઠની દેવીઓને પણ સામેલ કરવામાં આવેલ છે. આ સમગ્ર મંદિર વાસ્તુશાસ્ત્ર મુજબ બનાવવામાં આવી રહ્યું છે.

મંદિર બનાવવાનો કુલ ખર્ચ ૩.૫ કરોડ કરતાં પણ વધારે થાય છે. ૩૫ હજાર સ્ક્વેર ફીટ જગ્યામાં આ મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ મંદિરમાં કુલ ૪૦૦ સ્થંભ લગાવવામાં આવશે. મંદિરમાં કુલ ૧૧ દરવાજા અને ૧૦૦ વધારે બારી હશે.

પ્રમુખ શહેરોથી અંતર

  • વાપી થી ૨૮ કી.મી
  • સુરત થી ૧૩૪ કિ.મી
  • મુંબઈથી ૧૭૮ કિ.મી
  • બેંગ્લોર થી ૧૧૪૦ કી.મી
  • પુના થી ૩૦૯ કિ.મી

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *