ગુજરાતમાં તૈયાર થઈ રહેલ છે દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ, જુઓ તેની તૈયારીઓ

ભારતે વીતેલા થોડા વર્ષોમાં ઘણા કીર્તિમાન પ્રાપ્ત કરેલ છે, જેના લીધે હવે ઘણી જગ્યા પર આપણા દેશનું નામ સૌથી ઉપર આવવા લાગે છે. હાલમાં જ બનીને તૈયાર થયેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઊંચી પ્રતિ મા બની ગઈ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા જિલ્લાના કેવડિયા માં સરદાર સરોવર બંધ ઉપર સ્થિત છે. વિશ્વના સૌથી મોટા સ્ટેચ્યુ બાદ હવે આપણા દેશમાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ પણ બની રહ્યું છે.

વિશ્વનું આ સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બીજી કોઈ જગ્યાએ નહીં પરંતુ ગુજરાતમાં બની રહેલ છે. ગુજરાતનાં અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમને દુનિયાનનાં સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં બદલવાનું કામ ચાલી રહેલ છે. ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના અધ્યક્ષ પરિમલ નથવાણીએ આ સ્ટેડિયમની અમુક ખૂબ જ ખાસ અને શાનદાર તસવીરો શેયર કરેલ હતી. નથવાણીએ આ તસવીરો પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી હતી. તેમણે કહ્યું હતું કે આ દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ હશે જે અમદાવાદના મોટેરા માં બની રહેલ છે.

૪૯ હજાર દર્શકોની ક્ષમતા વાળું મોટેરા સ્ટેડિયમ ૧૯૮૨ માં બનીને તૈયાર થયું હતું અને ૧૯૮૩ માં ભારત અને વેસ્ટઇંડીઝ વચ્ચે અહિયાં પહેલી ટેસ્ટ મેચ રમાઈ હતી. આ સ્ટેડિયમનું નિર્માણ 2017માં શરૂ થયેલ હતું. તમને જણાવી દઈએ કે હાલમાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ઓસ્ટ્રેલિયાનું મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ છે. તેમાં કુલ ૧ લાખ ૨૪ દર્શકો બેસી શકે છે.

મોટેરા સ્ટેડિયમના નિર્માણનો કુલ ખર્ચ અંદાજે ૭૦૦ કરોડ રૂપિયા થાય છે. આ સ્ટેડિયમમાં ૧ લાખ ૧૦ હજાર દર્શકો એક સાથે બેસીને મેચનો આનંદ લઈ શકશે. સ્ટેડિયમનું કામ ખૂબ જ ઝડપથી ચાલી રહેલ છે. ૬૩ એકર જમીન પર બની રહેલા દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમમાં ૩ પ્રેક્ટિસ ગ્રાઉન્ડ, ક્લબ હાઉસ, ઓલમ્પિક સાઈઝ સ્વિમિંગ પૂલ અને એક ઇન્ડોર ક્રિકેટ એકેડેમી પણ ઉપલબ્ધ થશે.

સ્ટેડિયમના પાર્કિંગમાં ૩ હજાર ફોર વ્હીલર અને ૧૦ હજાર ટુ વ્હીલર વાહનો પાર્ક થઈ શકશે. આ સ્ટેડિયમ ૨૦૨૩ સુધીમાં આંતરરાષ્ટ્રીય મેચોના આયોજન માટે પૂર્ણ રીતે તૈયાર થઇ જવાની સંભાવના છે. આ વર્ષે જ ભારત વનડે વિશ્વકપની આગેવાની કરશે.