દેશમાં દિવાળીના તહેવારોની શરૂઆત થઈ ચુકી છે ત્યારે ગુજરાત રાજ્યના હવામાનમાં પલટો આવી રહ્યો છે. દિવાળીના તહેવારોમાં આગામી ૪ દિવસો દરમ્યાન ગુજરાત રાજયમાં સામાન્ય થી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અરબ સાગરમાં સાંજના ૫:૩૦ કલાકે “ક્યાર” નામનું વાવાઝૉડુ સક્રિય થયું છે, જે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે.
આ વાવાઝૉડુ હાલ મહારાષ્ટ્રના રત્નાગિરીથી લગભગ ૨૪૦ કિલોમીટર પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમમાં સક્રિય થયું હતું અને સલાલાહ ઓમાનથી ૧૮૫૦ કિલોમીટર પૂર્વ-દક્ષિણ પૂર્વમાં હતું. અનુમાન છે કે તે હવે ધીરે ધીરે ઉત્તર-પશ્ચિમ તરફ વળી જશે અને ત્યારબાદ પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દેશમાં ઓમાન તટ તરફ આગળ વધશે.
જોકે આ સંભવિત ચક્રવાતી તોફાન ઓમાન અને યમન તટ તરફ આગળ વધવાની સંભાવના છે. હાલના સમયે પ્રતિક્ષા કરવાની અને ફક્ત જોવાની સ્થિતિ છે. જેમ કે હવામાન ખાતા તરફથી વારંવાર જણાવવામાં આવ્યું છે કે, આ સમયે અરબ સાગરમાં બનતા ૮૦% ચક્રવાત ઓમાન અને યમન તરફ જ જાય છે. બહુ ઓછા હોય છે જે ગુજરાત અને કરાંચીના તટ તરફ આગળ વધે છે.