ગુજરાતમાં રાજપૂત સમાજની એક દીકરીએ ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ અભિયાનને જોરદાર પ્રોત્સાહન આપ્યું છે. અહીં વડોદરાની ૨૬ વર્ષીય નિશિતા રાજપૂત છેલ્લા આઠ વર્ષથી નબળા વર્ગની અથવા અન્ય કોઈ કારણોસર શિક્ષણથી વંચિત રહી ગયેલી. યુવતીઓને ભણાવી રહી છે. પિતા ગુલાબ રાજપૂતના પગલે ચાલી તેણે અત્યાર સુધીમાં લગભગ ૨૩ હજાર છોકરીઓને પોતાના ખર્ચે ભણાવી છે. તે કહે છે કે તેણે શરૂઆત માં ૧૫૧ છોકરીઓની ફી ચૂકવી હતી, ધીમે ધીમે સંખ્યા ખૂબ વધી ગઈ. આ વર્ષે ૧૦,૦૦૦ આર્થિક રીતે નબળી છોકરીઓને ભણાવવાની કામગીરી હાથ ધરી છે.
૧૦ હજાર કન્યાઓનો અભ્યાસના ખર્ચની વ્યવસ્થા કરી રહી છે નિશિતા
નિશિતા કહે છે હાલમાં શિક્ષણ ખર્ચ વધુ હોવાને કારણે દૂર રહેતી છોકરીઓ ભણી નથી શક્તી. તેમના માતાપિતા ઉચ્ચ કક્ષાના શિક્ષણનો ખર્ચ ઉઠાવી નથી શકતા. કેટલાક પરિવારોમાં છોકરીઓની ઇચ્છા હોય છે પરંતુ પરિવારની પરિસ્થિતિને કારણે તે ભણી નથી શકતી. હું વધુ અને વધુ ફી આપી રહી છું જેથી છોકરીઓ ફી વગર અભ્યાસ કરી શકે. આ વર્ષે હું ૧૦ હજાર છોકરીઓ માટે એક કરોડના ખર્ચની વ્યવસ્થા કરી રહી છું.
૮ વર્ષ માં ૨૩,૦૦૦ કન્યાઓને અભ્યાસ કરાવ્યો
છેલ્લા આઠ વર્ષમાં નિશિતાએ ૨૩,૦૦૦ કન્યાઓને અભ્યાસ કરાવ્યો. તેમના માટે ૨.૨૫ કરોડ રૂપિયા ખર્ચ્યા. આ વખતે અમેરિકાના વિવિધ ગુજરાતી સંગઠનો દ્વારા નિશિતાને શિક્ષણ માટે મદદ કરવામાં આવી છે. જ્યારે નિશિતાએ બેટી પઢાઓ અભિયાન શરૂ કર્યું ત્યારે તેણે ૧૫૧ છોકરીઓના શિક્ષણ માટે ૬૯,૦૦૦ રૂપિયા ખર્ચ કર્યા હતો. આ વર્ષે તે એક કરોડથી વધુ ખર્ચ કરવા જઈ રહી છે.
ઘણી સંસ્થાઓ અને હસ્તીઓ સહયોગ માટે આગળ આવી છે
છોકરી ઓ ને ભણાવવા માટે ના નિશિતાના લક્ષ્યને પૂર્ણ કરવા માટે ઘાણી પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને સંસ્થાઓ આગળ આવી છે. વાર્તાકાર મોરારી બાપુએ ૨૫,૦૦૦ ની ભેટ આપી છે. તે જ સમયે યુ.એસ. માં વિવિધ સંસ્થાઓએ પણ ૧.૭૫ કરોડની સહાય આપી છે. નિશિતા ચેક દ્વારા ઘણા લોકોની મદદ લઈ રહી છે. તે યુવતીઓની ફી ભરવા માટે સીધો ચેક શાળામાં મોકલે છે.
પિતાના પગલાં પર ચાલી રહી છે નિશિતા
નિશિતા આ વિશે કહે છે કે તે પોતાના પિતા ગુલાબ રાજપૂત ના સિદ્ધાંતો પર ચાલી રહી છે. ગુલાબ રાજપૂતે પણ તેમના જીવનમાં ગરીબ પરિવારોને મદદ કરી હતી, તેની પુત્રી પણ તેમના માર્ગે ચાલે છે.