ગુજરાતનું આ ગામ છે દુનિયાનું સૌથી અમીર ગામ, અહિયાંની ૧૭ બેન્કોમાં જમા છે ૫ હજાર કરોડ રૂપિયા

Posted by

આજનાં મોર્ડન યુગમાં દરેક વ્યક્તિ અમીર થવાનું સપનું જુએ છે. એક સમયે રોટલી, કપડા અને મકાનને મહત્વ આપવામાં આવતું હતું, પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. જો તમારે સુખ-સગવડતાથી જીવન પસાર કરવું છે, તો તમારી પાસે ગમે એટલા પણ પૈસા કેમ ન હોય, તમને ઓછા જ લાગશે. જ્યારે પૈસા કમાવવાની ભાગદોડમાં દરેક પોતાને આગળ રાખવા ઈચ્છે છે. હવે સમય એવો આવી ગયો છે કે દરેકને પૈસાની તુલનાથી જજ કરવામાં આવે છે. જ્યારે આજે અમે આ ખાસ પોસ્ટમાં એક એવા ગામ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે દુનિયાનું સૌથી પૈસા વાળું ગામ માનવામાં આવે છે. હવે તમે વિચારી રહ્યા હશો કે, આખરે આ ગામમાં એવી કઈ સોનાની ખાણ છે, જે તેને સૌથી વધારે પૈસાદાર માનવામાં આવે છે? તો ચાલો અમે તમને આ ગામની ખાસિયત આખરે શું છે તે જણાવીએ.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ ગામ કોઈ અન્ય દેશમાં નહીં, પરંતુ આપણા ભારત દેશમાં જ રહેલ છે. જી હાં, આ ગામ ગુજરાતનાં કચ્છ જીલ્લામાં રહેલ મઘાપાર ગામ છે. આ ગામ દુનિયા અને દેશભરમાં રહેલા અન્ય ગામની તુલનામાં એકદમ અલગ છે. સામાન્ય રીતે જોવા જઈએ તો ભારતીય ગામની અંદર બેંકની વધારે શાખાઓ નથી હોતી. પરંતુ જ્યારે વાત મઘાપારની કરીએ તો અહીં પર કુલ ૧૭ બેંક છે. વળી અહીંની જનસંખ્યા ની વાત કરીએ તો અહીં ૭,૬૦૦ ઘરોમાં લગભગ ૯૨,૦૦૦ લોકો રહે છે. ખાસ વાત એ છે કે આ બધી બેંકમાં ગામ વાળાનાં લગભગ ૫,૦૦૦ કરોડ રૂપિયા જમા છે. ગામની અમીરીનો આ વાતથી અંદાજો લગાવી શકાય છે કે અહીં લોકો દુર-દુરથી ફરવા માટે આવે છે.

રિપોર્ટ પ્રમાણે તો આ ગામના મોટાભાગનાં લોકો લંડનમાં રહે છે. પરંતુ બધા આજે પણ ગામ સાથે જોડાયેલા છે. જણાવવામાં આવે છે કે ૧૯૬૮માં લંડનમાં અહીંના લોકોએ મઘાપાર વિલેજ એસોસિયન નામનુ એક સંગઠનનું નિર્માણ કર્યું હતું. તેવામાં જરૂરિયાત પડવા પર અહીં બધા લોકો એકબીજાના સંપર્કમાં રહે છે અને ગામમાં રહેલી બેંકમાં હંમેશાં પોતાના પૈસા જમા કરાવતા રહે છે. આશ્ચર્યની વાત એ પણ છે કે ભલે આ લોકો વિદેશમાં રહે છે. પરંતુ આજ સુધી આ લોકોએ પોતાના ગામ વાળી જમીનોને વેચી નથી.

જે લોકો આ ગામમાં રહે છે તે જાતે જ પોતાના ખેતરોની દેખભાળ કરતા આવ્યા છે અને અહીં પર ખેતીવાડી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. વળી ગામમાં સ્કુલ, કોલેજ, ગૌશાળા, હેલ્થ સેન્ટર, કોમ્યુનિટી હોલ અને પોસ્ટ ઓફિસની પણ કોઈ કમી નથી. કુલ મળીને આ ગામ દેખાવમાં એક હરતા-ફરતા શહેર જેવું છે. અહીં ઘણાં તળાવ, ડેમ અને કુવા પણ છે, જે જોવાલાયક છે. ખાસ રીતે ગામમાં રહેલા સુંદર તળાવ પર્યટકો માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે.

મઘાપાર ગામનાં લોકો ઘણા મહેમાનગતિ સારી રીતે નિભાવે છે. જે પણ આ ગામમાં આવે છે, તે અહીં ઘણા ખુશ થઈને પરત જાય છે. ગામની અમીરીએ ઘણા વિદેશી પર્યટકોને પણ વિચારમાં નાંખી દીધા છે. આ ગામ ભારતના સૌથી સુંદર અને વિકસિત ગામમાંથી એક માનવામાં આવે છે. જો તમે પણ ક્યારેક પોતાની રજાઓ ગાળવાનો પ્લાન કરો છો, તો એકવાર આ ગામમાં જરૂર ફરવા માટે જવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *