ગુજરાતી મજેદાર જોક્સ, દાદાજી : ભણવાનું કેવું ચાલી રહ્યું છે? પૌત્રએ આપ્યો મજેદાર જવાબ

જોક્સ-૧

દાદાજી : કેમ છે?

પૌત્ર : બિલકુલ મજામાં છું.

દાદાજી : અભ્યાસ કેવો ચાલી રહ્યો છે?

પૌત્ર : બિલકુલ તમારા જીવન જેવો.

દાદાજી : મતલબ?

પૌત્ર : ભગવાન ભરોસે….

જોક્સ-૨

એક જગ્યાએ ભીત ઉપર લખ્યું હતું : પર સ્ત્રીને ખરાબ દ્રષ્ટિથી ન જુઓ.

બાપુ વાંચીને ગોટે ચડી ગયા. મગજને ખુબ જ તકલીફ આપીને બે વાર ગામની સ્ત્રીઓનાં નામની ગણતરી કરી.

સુડતાળીસ જ થઈ. એની માંને બાકીની પાંચ ક્યાં ગઈ?

જોક્સ-૩

બે પ્રેમી પંખીડા લગ્ન પહેલા જ એક બાઇક એક્સીડેન્ટમાં સ્વર્ગવાસી થઇ ગયા. સ્વર્ગમાં એન્ટ્રી મળે એની રાહ જોઇને ચિત્રગુપ્તની સામે લાઈનમાં ઉભા-ઉભા વિચાર કર્યો કે પૃથ્વી ઉપર મેરેજ ના થયા પણ અહીં સ્વર્ગમાં આપણે મેરેજ કરીને સાથે રહીશું.

નંબર આવ્યો એટલે બંને એ ચિત્રગુપ્તને પુછ્યું: “અમે અહીં, સ્વર્ગમાં મેરેજ કરી શકીએ?”

ચિત્રગુપ્ત ઊંડા વિચારમાં પડી ગયા! સ્વર્ગમાં આવીને પણ કોઇ મેરેજ કરે એની નવાઈ તો લાગે ને!!

થોડો વિચાર કરીને ચિત્રગુપ્ત બોલ્યા : “મને નથી ખબર. હું તપાસ કરીને આવું.”

બંને રાહ જોતા બેઠા. એમને એમ બે મહિના નીકળી ગયા. ચિત્રગુપ્તનો કોઈ અતો-પતો નહીં! એ બે મહિનામાં તો આ બેય વચ્ચે થોડા નાનામોટા ઝઘડાય ચાલુ થઈ ગયા. બંનેને વિચાર આવ્યો કે કદાચ મેરેજ તો થઈ જશે પણ પછી સાથે ન ફાવ્યું તો સ્વર્ગમાં ડિવોર્સ મળે ખરા? થયું, ચિત્રગુપ્ત આવે એટલે એ ય પુછી લઈએ.

એમ કરતાં કરતાં છે….ક ૬ મહિને પુષ્કળ થાકી ગયેલા ચિત્રગુપ્ત પાછા આવ્યા અને કહ્યું “હવે સ્વર્ગમાં તમારા મેરેજની વ્યવસ્થા થઈ ગઈ છે.”

કપલે ખુશ થઈને કહ્યું : “આભાર, પણ અમને વિચાર આવ્યો કે પછી સાથે ન ફાવે તો અમે ડિવોર્સ લઈ શકીશું?”

અને… ચિત્રગુપ્તનું દિમાગ છટક્યું! એમણે ચોપડો જોરથી ટેબલ ઉપર પછાડ્યો. કપલ એકદમ ગભરાઈ ગયુ અને પુછ્યું “શુ થયું?કેમ આટલા ગુસ્સે?”

ત્યારે ચિત્રગુપ્તે પોતાના માથાના વાળ ખેંચતા કહ્યું : “અહીં સ્વર્ગમાં ગોર મહારાજ શોધવા મારે ૬ મહિના ભટકવું પડ્યું!! માંડ એક મળ્યો પણ…

સ્વર્ગમાં વકીલ તો આજ સુધીમાં એકેય આવ્યો નથી. વકીલ શોધવા મારે ક્યાં જવું???”

જોક્સ-૪

પતિએ પત્નીને પોતાના વશમાં કરવા માટે બાબા પાસેથી એક તાવીજ લીધું

એક મહિના પછી,

પતિ : બાબા પત્ની ઉપર તો કોઈ અસર ન થઇ પણ પડોશણ વશમાં આવી ગઈક છે.

બાબા : ચાલો અસર ન થઇ, આડ અસર તો થઇ.

જોક્સ-૫

ભાગ્યશાળીનો મતલબ મળી ગયો.

જેનાં ભાગ્યમાં સાળી હોય એ ભાગ્યશાળી.

જોક્સ-૬

બહેનપણી સાથે વાતો કરવાંમાં જેનું શાક બળી જાય અને

પતિને “ક્રિસ્પી વેજીટેબલ” કહીને જે ખવડાવે એજ સાચી

“અન્નપુર્ણા”