ગુલ થઈ શકે છે તમારા ઘરની વીજળી, ફક્ત ૪ દિવસ ચાલે તેટલો કોલસો બચેલો છે, દેશ ડુબી શકે છે અંધારપટ માં

આવતા અમુક દિવસોમાં તમારું ઘર પાવર કટ ની ઝપેટમાં આવી શકે છે. કારણ કે દેશમાં ફક્ત ૪ દિવસ સુધી ચાલે તેટલો કોલસો બચેલો છે. ભારતમાં વીજળી ઉત્પાદન માટે સૌથી વધારે કોલસાનો ઉપયોગ કરવામાં આવે છે અને ઊર્જા મંત્રાલય અનુસાર કોલસા પર આધારિત વીજળી ઉત્પાદન કેન્દ્રમાં કોલસા નો સ્ટોક ખુબ જ ઓછો થઈ ચુક્યો છે. દેશમાં ૭૦ ટકા વીજળી ઉત્પાદન કોઇલ કોનસા ઉપર આધારિત છે. કુલ ૧૩૫ થર્મલ પાવર પ્લાન્ટ માંથી ૭૨ ની પાસે કોલસાનો ૩ દિવસથી પણ ઓછો સ્ટોક બચેલો છે, જ્યારે ૫૦ પાવર પ્લાન્ટ એવા છે જ્યાં કોલસાનો ૪ થી ૧૦ દિવસ સુધી ચાલે તેટલો સ્ટોક બચેલો છે. ૧૩ પ્લાન્ટ્સ એવાં છે જ્યાં ૧૦ દિવસથી વધારે નો કોલસો બચેલો છે.

ઉર્જા મંત્રાલય અનુસાર તેની પાછળનું મોટું કારણ કોલસાનાં ઉત્પાદન અને તેની આયાત માં આવી રહેલી પરેશાની છે. વરસાદને લીધે કોલસાના ઉત્પાદનમાં કમી આવેલી છે. તેની કિંમતો વધી છે અને ટ્રાન્સપોર્ટેશન માં ખુબ જ અડચણ આવેલી છે. આ એવી સમસ્યા છે જેનાથી આવનારા સમયમાં દેશની અંદર વીજળી સંકટ ઊભું થઈ શકે છે.

કોલસાનાં સંકટ ની પાછળ કોરોના કાળ પણ મોટું કારણ

ઉર્જા મંત્રાલય જણાવ્યું હતું કે વિજળી સંકટ પાછળ નું કારણ કોરોના કાળ પણ છે. હકીકતમાં આ દરમિયાન વીજળી નો ખુબ જ વધારે ઉપયોગ થયો હતો અને હજુ પણ પહેલાની સરખામણીમાં વીજળીની માંગમાં વધારો થયેલો છે. ઉર્જા મંત્રાલયના આંકડા અનુસાર ૨૦૧૯માં ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં વીજળી ની કુલ ખપત ૧૦ હજાર ૬૬૦ કરોડ યુનિટ પ્રતિ મહિના હતી. આ આંકડો ૨૦૨૧માં વધીને ૧૨ હજાર ૪૨૦ કરોડ યુનિટ પ્રતિ મહિના સુધી પહોંચી ગયેલ છે.

વીજળીની આ જરૂરિયાતને પુર્ણ કરવા માટે કોલસાની ખપત વધતી હતી. ૨૦૨૧નાં ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં કોલસાની ખપત ૨૦૧૯ ની સરખામણીમાં ૧૮ ટકા સુધી વધેલી છે. ભારત ની પાસે ૩૦૦ અબજ ટન કોલસાના ભંડાર છે, પરંતુ તેમ છતાં પણ મોટી માત્રામાં કોલસાની આયાત ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા જેવા દેશોમાંથી કરવામાં આવે છે.

જો ઇન્ડોનેશિયાની વાત કરવામાં આવે તો માર્ચ ૨૦૨૧માં કોલસા ની કિંમત ૬૦ ડોલર પ્રતિ ટન હતી, જે હવે વધીને ૨૦૦ ડોલર પ્રતિ ટન થઇ ગઇ છે. જેના કારણે કોલસાની આયાત ઓછી થયેલી છે. એવા ઘણા કારણો છે જેના લીધે થર્મલ પાવર પ્લાન્ટની વીજળીની જરૂરિયાત પુર્ણ કરવા માટે કોલસો પહોંચી રહ્યો નથી, જેના કારણે પ્લાન્ટનો કોલસા ભંડાર સમયની સાથે સાથે ઓછો થતો ગયો. હવે પરિસ્થિતિ એવી છે કે ૪ દિવસ બાદ દેશના ઘણા વિસ્તારમાં અંધારપટ છવાઈ શકે છે.