ગુલાબનાં ફુલની જેમ સુંદર છે ફિલ્મી સિતારાઓની આ ૫ દિકરીઓ, જોતાંની સાથે જ પ્રેમ કરી બેસે છે લોકો

Posted by

બોલિવૂડને હંમેશાથી જ સુંદર અને ખૂબસુરત એક્ટ્રેસ માટે ઓળખવામાં આવે છે. અહીંયાનું ગ્લેમર અને ચમક બધા લોકોને આકર્ષિત કરે છે. બોલિવૂડમાં ઘણી સુંદર અભિનેત્રીઓ છે, તેમાંથી ઘણી એક જમાનામાં ફેમસ રહી ચૂકેલા એકટરની દીકરીઓ પણ છે. સારા અલી ખાન, જાનવી કપૂર અને અનન્યા પાંડે જેવા સ્ટાર કિડ્સને તમે લોકો સારી રીતે ઓળખો છો. તેવામાં આજે અમે તમને બોલિવૂડના સિતારાઓની સુંદર દીકરીઓ સાથે મુલાકાત કરવા જઈ રહ્યા છીએ. જેને ખૂબ જ ઓછા લોકો જાણે છે.

Advertisement

ફિલ્મી સિતારાઓની આ દીકરીઓ દેખાવમાં તો એટલી સુંદર છે કે તમારું દિલ પણ ધક ધક કરવા લાગશે. ચાલો જરા પણ મોડું કર્યા વગર તેમના વિશે વધુ જાણીએ. બની શકે છે કે કાલે તેમાંથી કોઈ બોલિવૂડમાં ડેબ્યૂ કરે અને બાદમાં ખૂબ જ મોટી સ્ટાર બની જાય.

શનાયા કપૂર

શનાયા બોલિવૂડ એક્ટર સંજય કપૂરની દીકરી છે. અનિલ કપૂર શનાયાનાં કાકા છે. શનાયા એ હજુ સુધી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું નથી. જોકે તે સોશિયલ મીડિયામાં ખૂબ જ છવાયેલી રહે છે અને તેની સુંદરતાની જેટલી પ્રશંસા કરવામાં આવે તેટલી ઓછી છે. આવનારા સમયમાં શનાયા ઇન્ડસ્ટ્રી પર રાજ કરી શકે છે. ઓછામાં ઓછું તે પોતાની સુંદરતાની બાબતમાં તો સૌથી આગળ જરૂર રહેશે.

દિશાની ચક્રવર્તી

દિશાની બોલિવૂડના ડિસ્કો ડાન્સર મિથુન ચક્રવર્તીની દીકરી છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે તે મિથુનની સગી દીકરી નથી, પરંતુ મિથુને દિશાની ને દત્તક લીધેલ છે. દિશાની પણ દેખાવમાં સુંદર છે. જોકે હજુ સુધી તે સ્પષ્ટ નથી કે તે ભવિષ્યમાં બોલિવૂડમાં પોતાનું ડેબ્યુ કરશે કે નહીં. વળી દિશાની મીડિયાની લાઈટ થી દૂર પણ રહે છે. એ જ કારણ છે કે ખૂબ જ ઓછા લોકો તેના વિશે જાણે છે.

સના પંચોલી

બોલિવૂડ એક્ટર આદિત્ય પંચોલી ઘણી ફિલ્મોમાં અભિનય કરી ચૂક્યા છે. સના તેમની જ દીકરી છે. દેખાવની બાબતમાં સના પાપા આદિત્ય પર ગઈ છે. પિતાની જેમ જ તે પણ ખૂબ જ સુંદર છે. સના હજુ સુધી બોલિવૂડ ફિલ્મોનો હિસ્સો બની નથી. જો કે ભવિષ્યમાં તે ફિલ્મ લાઈનમાં આવે છે કે નહીં, તેનો જવાબ જાણવા માટે આપણે રાહ જોવી પડશે.

ટીના આહુજા

ટીના બોલીવુડના ફેમસ અને મનપસંદ એકટર ગોવિંદાની દીકરી છે. ગોવિંદાએ પોતાની કારકિર્દીમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. તેઓ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ મોટું નામ છે. તેમની દીકરી ટીના કોઈ બોલિવૂડ એક્ટ્રેસ થી ઓછી સુંદર નથી લાગી રહી. જોકે ટીના મીડિયાની લાઈમ લાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. જો કે તે ઘણી વખત બોલિવૂડના લોકોની પાર્ટીમાં જરૂર નજર આવે છે. ટીના પણ ખૂબ જ જલ્દી બોલિવૂડમાં એન્ટ્રી લઇ શકે છે.

ન્યાસા દેવગન

ન્યાસા બોલિવૂડના જાણીતા અભિનેતા અજય દેવગણની દીકરી છે. પાછલા અમુક મહિનાથી ન્યાસા સોશિયલ મીડિયા પર ખૂબ જ છવાયેલી છે. આશા છે કે તે પણ પોતાના માતા-પિતાની જેમ ભવિષ્યમાં બોલિવૂડનો હિસ્સો બની જશે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.