ગુપ્ત નવરાત્રિનાં પ્રથમ દિવસથી જ બની રહ્યા છે ૨ શુભ યોગ, માતાજી આ રાશિઓના ધનમાં કરશે વધારો

Posted by

જ્યોતિષ જાણકારો એવું જણાવે છે કે ગ્રહોમાં સતત પરિવર્તન થવાને કારણે બ્રહ્માંડમાં શુભ યોગો બનતા રહે છે અને આ શુભ યોગ બધા જ મનુષ્યની રાશિ પર શુભ અને અશુભ પ્રભાવ પાડે છે. મનુષ્ય પર તેનો કેવો પ્રભાવ પડશે, તે તેમની સ્થિતિ પર નિર્ધારિત હોય છે. તેમની શુભ અને અશુભ સ્થિતિ અનુસાર જ વ્યક્તિના જીવનમાં પરિણામ મળતાં હોય છે.

તમને જણાવી દઈએ કે ૨૨ જૂનના રોજ અષાઢ માસની ગુપ્ત નવરાત્રિ શરૂ થઈ ગઈ છે. જ્યોતિષ ગણના અનુસાર ગુપ્ત નવરાત્રીના આ દિવસોમાં શુભ યોગોનું નિર્માણ થઇ રહ્યું છે. વૃધ્ધિ યોગ બાદ ધ્રુવ યોગ આવશે. વૃદ્ધિ યોગની જો વાત કરવામાં આવે તો તેનો મતલબ થાય છે સફળતા. એવી અમુક રાશિઓ છે જેમના પર માતાજીની કૃપા વરસવાની છે અને તેમને ધન લાભ મળશે.

મિથુન રાશિ

મિથુન રાશિવાળા લોકોને માં દુર્ગાની વિશેષ કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત થશે. વેપાર નોકરીના ક્ષેત્રમાં તમને સફળતા મળવાના યોગ બની રહ્યા છે. પિતાના સહયોગથી તમે કોઈ મહત્વપૂર્ણ કાર્ય કરી શકશો. ભાગ્યનાં આધારે તમારા બધા જ કાર્ય સંપન્ન થઈ શકે છે. સમય અને ભાગ્યનો તમને સંપૂર્ણ સહયોગ મળશે. તમે પોતાના ખર્ચનું બજેટ બનાવીને ચાલશો. તમે પરિવારની સાથે કોઇ ધાર્મિક સ્થળની યાત્રાનો પ્રોગ્રામ બનાવી શકો છો. મનને શાંતિ પ્રાપ્ત થશે. લાભદાયક અવસર પ્રાપ્ત થઇ શકે છે. ખરાબ પરિસ્થિતિમાંથી છુટકારો મળશે. વેપારમાં ભારે નફો મળવાના યોગ બની રહ્યા છે.

કર્ક રાશિ

કર્ક રાશિવાળા લોકોને માતાજીની કૃપાથી પોતાના જૂના કરજ ચુકવવામાં સફળતા મળી શકે છે. કોઈ જુનો વાદ-વિવાદ દૂર થશે. તમારા દ્વારા લેવામાં આવેલા નિર્ણય લાભદાયી સિદ્ધ થઈ શકે છે. નોકરીના ક્ષેત્રમાં પદોન્નતિ મળવાની સંભાવના બની રહી છે. રચનાત્મક કાર્યોમાં તમારું મન વધારે લાગશે. ઘરેલુ સુખ-સાધનોમાં વધારો થઈ શકે છે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. સામાજિક ક્ષેત્રમાં તમે પોતાની અલગ ઓળખ બનાવવામાં સફળ થશો.

કન્યા રાશિ

કન્યા રાશિવાળા લોકોને પોતાની બનાવેલી યોજનાઓ અસરકારક સાબિત થશે. ગુપ્ત નવરાત્રી ના પહેલા દિવસથી જ બની રહેલ શુભ યોગને કારણે તમને પોતાના જૂના રોકાણમાં સારો ફાયદો મળવાના યોગ બની રહ્યા છે. પૂજાપાઠમાં તમારું મન વધારે લાગશે. આવકમાં વધારો થઈ શકે છે. જો તમે દીલને બદલે મગજથી નિર્ણય લેશો તે તમારા માટે ફાયદાકારક રહેશે. અચાનક ધનપ્રાપ્તિના યોગ બની રહ્યા છે.

તુલા રાશિ

તુલા રાશિવાળા લોકોને શુભ યોગને કારણે અપ્રત્યાશિત લાભ મળવાના યોગ બની રહ્યા છે. શેરમાર્કેટ સાથે જોડાયેલા લોકોને ફાયદો મળશે. પતિ-પત્ની વચ્ચે તાલમેલ જળવાઈ રહેશે. તમે પોતાની સમજદારીથી દરેક મામલાનું સમાધાન કાઢી શકશો. અંગત જીવનની પરેશાનીઓ ઓછી થશે. માતા પાસેથી પ્રેમ અને સહયોગ પ્રાપ્ત થઇ શકે છે. અચાનક તમને કોઈ શુભ સમાચાર મળવાની સંભાવના બની રહી છે, જેનાથી તમારું મન પ્રફુલ્લિત થશે. તમે પોતાના કાર્યક્ષેત્રમાં સતત સારું પ્રદર્શન કરશો. ઉપરી અધિકારી તમારા કામથી ખૂબ જ ખુશ જણાશે.

મકર રાશિ

મકર રાશિવાળા લોકોને માં દુર્ગાનાં આશીર્વાદથી અંગત સંબંધોમાં મધુરતા આવશે. વિવાહિત જીવન ખુશહાલી પૂર્વક પસાર થશે. તમે પોતાની બુદ્ધિ કૌશલથી પોતાના દરેક કાર્ય સંપન્ન કરી શકશો. તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. કાર્યસ્થળમાં તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે. તમને પોતાની કારકિર્દીને આગળ વધારવા માટેના અવસર મળી શકે છે. પરિવારના સદસ્યો તમારો ભરપૂર સહયોગ કરશે. વ્યવસાયના ક્ષેત્રમાં તમને પ્રોત્સાહન મળી શકે છે જેનાથી તમારો ઉત્સાહ વધશે.

કુંભ રાશિ

કુંભ રાશિવાળા લોકોને અચાનક ધન લાભ મળવાના યોગ બની રહ્યા છે. રાજકારણ સાથે જોડાયેલા લોકોને સફળતા પ્રાપ્ત થઇ શકે છે. માતા દુર્ગાનાં આશીર્વાદથી ઘર-પરિવારની પરેશાની ઓછી થશે. લગ્નજીવન ખૂબ જ સારું પસાર થશે. તમે કોઇ નવા કાર્યની શરૂઆત કરી શકો છો, જેમાં તમને સફળતા મળશે. નવી-નવી વસ્તુઓ શીખવામાં તમારી રુચિ વધશે. તમે પોતાના સ્વભાવથી લોકોને પ્રભાવિત કરી શકશો.

મીન રાશિ

મીન રાશિવાળા લોકોને આર્થિક લાભ મળવાની સંભાવના રહેલી છે. માં દુર્ગાનાં આશીર્વાદથી ઘરેલૂ ઉપયોગી વસ્તુઓમાં વધારો થઈ શકે છે. જીવનસાથી સાથે સારો તાલમેલ જળવાઈ રહેશે. તમે પોતાના પરિવાર સાથે સારો સમય પસાર કરી શકશો. પૈસાથી સંબંધિત પરેશાનીઓ દૂર થશે. ભાગીદારીમાં કરવામાં આવેલ કાર્ય તમારા માટે લાભદાયક સાબિત થશે. વ્યવસાયિક પરિયોજનાઓ પૂરી થઈ શકે છે. વેપાર વ્યવસાયમાં વધારો થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *