ગમે તે થઈ જાય પણ ગુરુવારનાં દિવસો આ ૩ કામ ભુલથી પણ કરવા નહીં, નહીંતર દેવતાઓનાં ક્રોધથી કોઈ નહીં બચાવી શકે

Posted by

જ્યોતિષશાસ્ત્ર એક હિંદુ ધર્મનો એક એવું શાસ્ત્ર છે, જેમાં મનુષ્યના જીવન, દિનચર્યા અને ભવિષ્ય વિશે જણાવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુવારનાં દિવસે અમુક કામ એવા હોય છે જેને કરવાથી તમને પરિવાર સંબંધી તથા ઘણી આર્થિક પરેશાનીઓનો સામનો કરવો પડે છે. હિન્દુ ધર્મમાં ગુરુવારનાં દિવસનું સૌથી વધારે મહત્વ હોય છે. આ દિવસે બધા દેવી-દેવતાઓના ગુરુ બૃહસ્પતિનો દિવસ છે. સાથોસાથ નવ ગ્રહમાં સૌથી મોટા ગ્રહનો દિવસ છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પુજા નું સૌથી વધારે મહત્વ છે. એટલું જ નહીં આ દિવસે વિધિ-વિધાન ની સાથે પુજા કરવાથી ગ્રહ શાંત પણ રહે છે.

Advertisement

હિન્દુ ધર્મમાં દરેક કામ કરવાનો એક દિવસ હોય છે. અમુક દિવસે કાર્ય કરવાથી દેવતાઓ ખુશ થાય છે, તો અમુક દિવસે અમુક કામ કરવામાં આવતા નથી. સાથોસાથ શુભ અને અશુભ નું મહત્વ પણ ખુબ જ જોવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર હિન્દુ ધર્મનું એક એવું શાસ્ત્ર છે, જેમાં મનુષ્યના જીવન દિનચર્યા અને ભવિષ્ય વિશે ઘણુ બધુ જણાવવામાં આવેલ છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગુરુવારના દિવસે અમુક કાર્યો એવા હોય છે, જેને બિલકુલ પણ કરવા જોઇએ નહીં. આ કાર્ય ગુરુવારના દિવસે કરવાથી તમને કોઈ પરેશાનીનો સામનો કરવો પડે છે અથવા તો આર્થિક સમસ્યાઓ ઊભી થવા લાગે છે.

આ કારણથી શાસ્ત્રોમાં અમુક એવા કામ વિશે જણાવવામાં આવેલ છે, જે ગુરુવારના દિવસે બિલકુલ પણ કરવા જોઇએ નહીં. તેનાથી ભગવાન ગુરુ નો પ્રકોપ તમારી ઉપર પડે છે. તો ચાલો તમને જણાવીએ કે એવા ક્યાં કાર્ય છે, જે તમારી ગુરુવારના દિવસે કરવા જોઇએ નહીં. જો તમે પોતાના આ કામને ગુરુવારના દિવસે કરો છો તો તમારા પતિની સાથે સાથે સંતાનની પ્રગતિ પણ અટકી જાય છે.

જો તમારી જન્મકુંડળીમાં બીજા અને અગિયારમુ સ્થાન ધનનું સ્થાન હોય છે. ગુરુ ગ્રહ આ બંને સ્થાનનો કારક ગ્રહ હોય છે. ગુરૂવારના રોજ ગુરુ ગ્રહને કમજોર બનાવનાર કામ કરવાથી પૈસાની આવક અટકી જાય છે. ધનલાભની સ્થિતિઓ ઊભી થઈ રહી હોય છે, તેમાં અડચણ આવવા લાગે છે. એટલા માટે આ દિવસે અમુક કામ કરવા જોઇએ નહીં.

જો તમારા દાંપત્ય જીવનમાં ઘણા પ્રકારની સમસ્યા ઉત્પન્ન થઇ રહી હોય, સાથોસાથ તમારા જીવનમાં પ્રેમ માટે કોઈ જગ્યા રહેલી ન હોય તો આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પુજા કરો છો તો તમારી ઉપર તેમની કૃપા અવશ્ય રહેશે, જેના કારણે તમારા જીવનમાં ફરીથી ખુશીઓ આવી જશે.

નખ કાપવા અને દાઢી કરવી

શાસ્ત્રો અનુસાર બૃહસ્પતિ ગ્રહ ને જીવન માનવામાં આવેલ છે, એટલે તમારી ઉંમર જો તમે આ દિવસે આ બંને કામ કરશો તો તમારો બૃહસ્પતિ ગ્રહ કમજોર થઈ જશે. જેના કારણે તમારા જીવનમાં ઘણી બધી પરેશાનિઓ ઉભી થવા લાગશે. સાથોસાથ તમારી ઉંમર પણ ઓછી થઈ જશે.

મહિલાઓએ વાળ ધોવા નહીં

શાસ્ત્રો અનુસાર માનવામાં આવે છે કે આ દિવસે મહિલાઓએ પોતાના વાળ ધોવા જોઈએ નહીં. કારણ કે મહિલાઓની કુંડળીમાં બૃહસ્પતિ ગ્રહ પતિનો કારક હોય છે. સાથોસાથ સંતાનનો કારક પણ હોય છે, જેના કારણે આ દિવસે વાળ ધોવાથી બૃહસ્પતિ ગ્રહ કમજોર થઈ જાય છે. જેનાથી શુભ કામમાં અડચણ ઊભી થાય છે અને ઘરમાં હંમેશાં બીમારી રહે છે. એટલા માટે આ દિવસે ક્યારેય પણ મહિલાઓએ વાળ ધોવા જોઈએ નહીં, નહીંતર તેની અસર સંતાન અને પત્નીના જીવન ઉપર પડે છે.

ઘર સાથે સંબંધિત કામ

જેવી રીતે આપણા શરીર સાથે સંબંધિત કામ કરવાથી બૃહસ્પતિ ગ્રહ ની અસર જોવા મળે છે. એવી જ રીતે ઘરમાં કપડાં ધોવા, કચરા પોતું કરવું, ભંગાર કાઢવો વગેરે કાર્ય તમારા બૃહસ્પતિ ગ્રહ પર વધારે પ્રભાવ પાડે છે. વાસ્તુ અનુસાર માનવામાં આવે છે કે આપણા ઘરની ઈશાન દિશા બૃહસ્પતિ ગ્રહ નો વાસ હોય છે. સાથોસાથ આ દિશાનો સંબંધ પરિવારના બાળકો, શિક્ષા અને ધર્મ સાથે હોય છે. એટલા માટે આ કાર્ય બિલકુલ પણ કરવા જોઇએ નહીં નહીંતર તેનાથી સંતાન શિક્ષા અને ધર્મમાં અશુભ પ્રભાવ પડે છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.