વાસ્તુશાસ્ત્ર નો દરેક દિવસ પોતાનો એક વિશેષ મહત્વ ધરાવે છે. દરેક દિવસ દરેક ભગવાનને સમર્પિત હોય છે. આવી જ રીતે ગુરુવારનો દિવસ ગૃહસ્પતિદેવ ભગવાન વિષ્ણુ નો હોય છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પુજા કરવામાં આવે છે. બૃહસ્પતિદેવ ભગવાન વિષ્ણુનું જ રૂપ છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પુજા કરવી શુભ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની વિધિ વિધાનથી પુજા કરવા પર બધી જ મનોકામના પુરી થાય છે.
વળી હિન્દુ ધર્મમાં માન્યતા છે કે જો વિષ્ણુ ભગવાન નારાજ થઈ જાય તો માતા લક્ષ્મી પણ રિસાઈ જાય છે. તેવામાં ગુરૂવારના દિવસે અમુક ખાસ કાર્ય ભુલથી પણ કરવા જોઈએ નહીં. ઘરના વડીલો પણ ગુરૂવારના દિવસે અમુક ખાસ કાર્ય કરવાથી આપણને અટકાવે છે, તેનાથી ઘરમાં ખરાબ પ્રભાવ પડે છે.
આપણે પોતાના વડીલોને એવું કહેતા ઘણી વખત સાંભળ્યા હશે કે ગુરુવારના દિવસે અમુક કાર્ય કરવા જોઈએ નહીં. તેવામાં ગુરૂવારના દિવસે સાબુથી સ્નાન કરવું પણ વર્જિત માનવામાં આવે છે, જેના વિશે આજકાલના યુવાનોને ખુબ જ ઓછી જાણકારી હશે. તો ચાલો તેની પાછળનું કારણ શું છે, તેના વિશે વિગતવાર આજે અમે તમને અમારા આ લેખમાં જણાવીશું.
મહિલાઓની કુંડળી અનુસાર ગૃહસ્પતિ ગ્રહ તેમની કુંડળીમાં પતિ અને સંતાનનો કારક હોય છે. એટલે કે ગુરુ ગ્રહ મહિલાઓના પતિ અને સંતાનના જીવનને પ્રભાવિત કરે છે. એટલા માટે ખાસ કરીને મહિલાઓએ ગુરુવારના દિવસે અમુક ખાસ કાર્ય કરવાથી બચવું જોઈએ. વળી આ બધા કામમાંથી ખાસ છે કે ગુરૂવારના દિવસે શરીર ઉપર સાબુ લગાડવો નહીં. હકીકતમાં જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગુરુવારના દિવસે શરીર ઉપર સાબુ લગાડવાથી અને કપડાં ધોવાથી બચવું જોઈએ. સાથોસાથ ગુરૂવારના દિવસે ઘરમાં કચરા પોતુ પણ કરવું જોઈએ. આવું કરવાથી ગુરુ ગ્રહ અશુભ થાય છે, જેના લીધે વ્યક્તિને નસીબનો સાથ મળતો નથી.
મહિલાઓએ માથું ધોવું જોઈએ નહીં
ગુરૂવારના દિવસે મહિલાઓએ માથું ધોવાથી બચવું જોઈએ. કોશિશ કરવી જોઈએ કે આ દિવસે સાબુનો ઉપયોગ બિલકુલ પણ કરવામાં ન આવે. તે સિવાય એવું પણ કહેવામાં આવે છે કે આ દિવસે સાબુથી સ્નાન કરવાથી પણ બચવું જોઈએ.
નખ કાપવા જોઈએ નહીં
માન્યતા છે કે ગુરૂવારના દિવસે નખ પણ કાપવા જોઈએ નહીં. કારણ કે તેનાથી ધન સંપત્તિમાં કમી આવે છે, એટલા માટે ગુરૂવારના દિવસે નખ કાપવાથી પણ દુર રહેવું જોઈએ. સાથોસાથ એવું કહેવામાં આવે છે કે ગુરૂવારના દિવસે પુરુષોએ દાઢી કરવી જોઈએ નહીં. આવું કરવાથી ગુરુ ગ્રહ કમજોર થાય છે અને જીવનમાં અડચણ આવવા લાગે છે.