ગુરુવારે ના કરવા જોઈએ આ ૩ કામ, માં લક્ષ્મી રિસાઈને ઘરેથી ચાલ્યા જાય છે અને પરિવારમાં આવે છે ગરીબી

Posted by

કહેવામાં આવે છે કે જીવનમાં અમુક કામ એવા હોય છે જેનો પ્રભાવ સારો હોતો નથી અને તેનાથી નકારાત્મકતા ફેલાય છે. પૌરાણિક કહાનીઓમાં પણ તેનો ઉલ્લેખ મળે છે કે નાની નાની ચીજો આપણા જીવનને કેવી રીતે પ્રભાવિત કરી શકે છે. જેમ કે ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુની સ્તુતિ કરવામાં આવે છે. તેની સાથે જોડાયેલી અમુક માન્યતા છે, જેના અનુસાર અમુક એવા કામ જણાવવામાં આવેલ છે જે ગુરુવારના દિવસે કરવા જોઇએ નહીં. તો ચાલો જાણીએ કે તે કયા કામ છે જેને ગુરુવારના દિવસે કરવા જોઇએ નહીં.

Advertisement

ઘરના આ કામ થી બચવું

અમુક એવા પ્રકારના કામ છે, જેને કરવાથી બૃહસ્પતિ ગ્રહ ઉપર તેની અસર પડે છે. જેમ કે ઘરમાં કપડાં ધોવા, પોતું કરવું, ભંગાર બહાર કાઢવો વગેરે કામ તમારા બૃહસ્પતિ ગ્રહ ઉપર વધારે પ્રભાવ પાડે છે. વાસ્તુ અનુસાર માનવામાં આવે છે કે આપણા ઘરનો ઈશાન ખુણો બૃહસ્પતિ ગ્રહ નો હોય છે. સાથોસાથ આ દિશાનો સંબંધ પરિવારના બાળકો અભ્યાસ અને ધર્મ સાથે હોય છે. એટલા માટે આવા કામ બિલકુલ પણ કરવા જોઇએ નહીં, નહિતર તમારા સંતાન અભ્યાસ અને ધર્મ ઉપર તેની અશુભ અસર પડે છે.

મહિલાઓએ વાળ ધોવા નહીં

શાસ્ત્રો અનુસાર માનવામાં આવે છે કે આ દિવસે મહિલાઓએ પોતાના વાળ ધોવા જોઈએ નહીં. કારણ કે મહિલાઓની જન્મ કુંડળીમાં બૃહસ્પતિ ગ્રહ પતિનો કારક હોય છે. સાથો સાથ તે સંતાનનો પણ કારક હોય છે. જેના કારણે આ દિવસે વાળ ધોવાથી બૃહસ્પતિ ગ્રહ કમજોર થાય છે. જેના લીધે શુભ કામ થવામાં અડચણ અને હંમેશા બીમારી રહે છે. એટલા માટે આ દિવસે વાળ કાપવા પણ જોઈએ નહીં, નહીંતર તેની અસર સંતાન અને પતિના જીવન ઉપર પડે છે. તેમની પ્રગતિમાં અડચણ ઊભી થાય છે.

જાનવરોને મારવાથી બચવું

ઘણા બધા લોકો એવા હોય છે જે જાનવરોને ખુબ જ તુચ્છ સમજે છે. પરંતુ આવા લોકોએ તે વાત સમજવી જોઇએ કે જાનવરો અને પક્ષીઓને પણ ભગવાને જ બનાવેલ છે. તેવામાં તેમને મારવાથી તમને ફક્ત પાપ નથી લાગતું પરંતુ તમારે આવનારા જન્મોમાં પણ દુઃખ ભોગવવું પડે છે. એટલા માટે જાનવરોને ક્યારેય મારવું જોઇએ નહીં, પછી ભલે કોઈપણ દિવસ હોય. તમારે ગુરુવારના દિવસે જાનવરોને રોટલી ખવડાવવાની સાથે વચન લેવું જોઈએ કે તમે તેમની ઉપર ક્યારેય અત્યાચાર કરશો નહીં.

કાળા રંગના વસ્ત્રો પહેરવા નહીં

આ દિવસે કોશિશ કરવી જોઈએ કે તમારે કાળા રંગના કપડા પહેરવા નહીં, પરંતુ પીળા રંગના કપડા પહેરવા. તેનાથી તમારી અંદર સકારાત્મકતા નો સંચાર થશે. તમે શનિવારના દિવસે કાળા વસ્ત્ર પહેરી શકો છો. ગુરુવારના દિવસે કાળા કપડાં પહેરવા જોઈએ નહીં.

Advertisement

Leave a Reply

Your email address will not be published.