સીડીઓ ચઢવી ખરેખર એક સરળ અને ખૂબ જ ફાયદાકારક એક્સરસાઇઝ છે. જ્યારે તમે ઓફિસ જાઓ છો અને જતા સમયે લિફ્ટ અથવા એસ્કેલેટરનો ઉપયોગ કરો છો તો તે શરીરને થાક લગાડવા અને તમને અંદરથી કમજોર કરવા સિવાય બીજું કશું કરતું નથી. જ્યારે તેના બદલે જો તમે હરતા-ફરતા સમયે સીડીઓનો ઉપયોગ કરો છો તો તેનાથી ઘણા પ્રકારના સ્વાસ્થ્ય લાભ મળી શકે છે.
હાલના દિવસોમાં કોરોના વાયરસને કારણે તમામ જીમ બંધ છે. તેવામાં પોતાની ફિટનેસને જાળવી રાખવા માટે અને ઓછા સમયમાં વર્કઆઉટ કરવા માટે સીડીઓ ચડવી અને ઉતરવી ખૂબ જ સારો વિકલ્પ છે. આજે અમે તમને નિયમિત રૂપથી ફક્ત ૧૦ થી ૧૫ મિનીટ ચડવા અને ઉતરવાના લાભ જણાવીશું.
ઝડપથી ઘટાડે છે વજન
જો તમે ઝડપથી વજન ઓછું કરવા માંગો છો તો તમારે બધું જ છોડીને ફક્ત સીડીઓ ચડવાનું શરૂ કરી દેવું જોઈએ. ઘણા રિસર્ચમાં સાબિત થઈ ચૂક્યું છે કે જોગિંગની તુલનામાં સીડીઓ ચડવા અને ઉતરવાથી કેલરી ઝડપથી બર્ન થાય છે. જો કોઈ વ્યક્તિ અડધો કલાક જોગિંગ કરે છે તો તે ફક્ત ૧૯૦ કેલરી બર્ન કરે છે, જ્યારે ૩૦ મિનિટ સુધી સીડીઓ ચડવા અને ઉતરવાથી ૨૨૦ કેલરી બર્ન કરી શકાય છે.
હૃદય સ્વાસ્થ્ય
જો તમે દરરોજ ફક્ત ૭ મિનિટ સુધી સીડી ચડો છો, તો આવનારા ૧૦ વર્ષો સુધી હૃદયનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. તે હૃદયની તંદુરસ્તી સાથે સાથે ઝડપથી કેલરી પણ બર્ન કરે છે. એક્સપર્ટ કહે છે કે દરરોજ જોગિંગ અને એક્સરસાઇઝ કરવાની તુલનામાં સીડીઓ ચડવી વધારે ફાયદાકારક છે.
વધે છે સ્ટેમિના
જ્યારે તમે સીડીઓ ચઢો અથવા ઉતરો છો તો તે સમયે થોડો થાક, શ્વાસ ફુલવો અને પગમાં દુખાવો જરૂર થાય છે, પરંતુ તેનાથી સ્ટેમીના વધે છે. પરંતુ તે વાતનું ધ્યાન રાખવું કે જ્યારે પણ સીડીઓ ચડો તો ધીરે ધીરે ચડવી અને મોઢાને બંધ રાખવું.
ડાયાબિટીસમાં ફાયદાકારક
જે લોકો ડાયાબિટીસનાં દર્દીઓ છે તેમના માટે સીડીઓ ચઢવી અને ઉતરવી ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આવું કરવાથી શરીરમાં રહેલ સુગર ઓછું થાય છે અને ફેફસાની ક્ષમતા અને હૃદયનું સ્વાસ્થ્ય પણ સુધરે છે. કારણ કે ડાયાબિટીસ સંપૂર્ણ રીતે એક લાઇફસ્ટાઇલ રોગ છે. એટલા માટે તેમાં જેટલી એક્સરસાઇઝ અને વર્કઆઉટ થશે એટલું વધારે ફાયદાકારક રહેશે.
જેને ઢીંચણ નો દુઃખાવો હોય એને પણ આ કસરત કરાય? 🤔