બોલિવુડ અભિનેતા ઋત્વિક રોશનનાં અમુક વીડિયો સોશિયલ મીડિયા પર ફેન્સની વચ્ચે ખુબ જ ઝડપથી વાયરલ થતા હોય છે. આ વીડિયો અભિનેતાએ પોતે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલ છે. તેમાં ઋત્વિક રોશન જીમ ની અંદર વર્કઆઉટ ની જગ્યાએ ક્યારેક ગરબા, ક્યારેક દાંડિયા તો ક્યારેક ૮૦નાં દશકના શાનદાર ગીત ઉપર જોરદાર ઠુમકા લગાવતા જોવા મળી રહેલ છે. અભિનેતાએ એક સાથે ઘણા વિડીયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલ છે. આ વીડિયોના કેપ્શનમાં રિતિક રોશન અને લખ્યું છે કે, “જ્યારે જીમમાં બોલિવુડનો હીરો અચાનકથી ને ૮૦નાં દશકનાં શાનદાર ગીત સાંભળી લે.” આ કેપ્શન ની સાથે અભિનેતાએ #braindead #totalloss જેવા હૈશટૈગ પણ કરેલ છે.
ઋત્વિક રોશન જીમ ની અંદર મિથુન ચક્રવર્તી પર ફિલ્માવવામાં આવેલ ગીત “જીમી જીમી આજા આજા” થી લઇને અમિતાભ બચ્ચન અને પરવીન બાબી ના ગીત “જાનુ મેરી જાન” ઉપર શાનદાર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. અભિનેતા આ દરમિયાન જોરદાર ડાન્સ મુવ્ઝ બતાવી રહ્યા છે. આ વીડિયોને તમે અહીં જોઈ શકો છો.
View this post on Instagram
જણાવી દઈએ કે હાલના દિવસોમાં ઋત્વિક રોશન પોતાની આગામી ફિલ્મ વિક્રમ વેધા હિન્દી રિમેક નાં શુટિંગમાં વ્યસ્ત છે. મેકર્સ દ્વારા આ ફિલ્મનું એલાન કરીને હાલમાં જ તેની સાથે જોડાયેલી એક તસ્વીર પોસ્ટ કરી હતી. આ ફિલ્મ માટે ઋત્વિક રોશન ખુબ જ ઉત્સાહિત પણ છે.