જીમ ની બહાર ખુબ જ અજીબ રીતે ચાલતી જોવા મળી મલાઇકા અરોરા, લોકોએ કહ્યું – અર્જુન કપુરની મહેરબાની છે 😜

Posted by

બોલિવુડ અભિનેત્રી મલાઈકા અરોડા અવાર-નવાર ચર્ચામાં રહેતી હોય છે. તે પોતાની ફિલ્મોને કારણે ઓછી, પરંતુ પોતાના અંગત જીવન તથા લુકને કારણે વધારે ચર્ચામાં રહેતી હોય છે. મલાઈકા એક ફિટનેસ ફીક્ર મહિલા છે. ૪૭ વર્ષની ઉંમરમાં પણ તેની ફિટનેસ ખુબ જ કમાલની છે. પોતાને આટલી ફિટ રાખવા માટે તે કલાકો સુધી જીમમાં પરસેવો વહાવે છે. તેને અવારનવાર જીમની બહાર સ્પોટ કરવામાં આવે છે. તે પોતાના જીમ લુકને લીધે પણ સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.

ઘણા લોકો ફિટનેસની બાબતમાં મલાઈકાને પોતાની પ્રેરણાસ્ત્રોત માને છે. દરેક લોકોની ઇચ્છા હોય છે કે તેઓ મોટી ઉંમરમાં પણ મલાઈકા જેવા ફીટ દેખાય. સામાન્ય રીતે લોકો મલાઈકા નાં લુક અને તેની અદાઓની પ્રશંસા કરતા હોય છે. પરંતુ હાલમાં જ જીમની બહાર તેણે એવી હરકત કરી દીધી, જેના લીધે લોકો તેની મજાક ઉડાવવા લાગ્યા છે. એક્ટ્રેસની આ મજાક તેની અજીબો-ગરીબ ચાલ ને લીધે ઉડાવવામાં આવી રહી છે.

હકીકતમાં મલાઈકા પોતાની ગાડીમાંથી ઉતરીને જીમ તરફ જઈ રહી હતી. આ દરમિયાન ત્યાં મીડિયાના લોકો પણ હતા. તેમાં ફોટોગ્રાફર્સ મલાઈકા ની સ્ટાઈલ અને લુક કેમેરામાં કેદ કરવા લાગ્યા. પરંતુ આ દરમિયાન મલાયકા ખુબ જ અજીબ રીતે ચાલવા લાગી. તેની ચાલ દેખાવમાં ખુબ જ અજીબ લાગી રહી હતી. બસ આ ચીજ મીડિયાવાળા એ કેમેરામાં કેદ કરી લીધી. હવે મલાઇકાની આ અજીબ ચાલ વાળો વિડિયો સોશિયલ મીડિયા પર ધુમ મચાવી રહ્યો છે અને તેને જોઈને લોકો તેની ખુબ જ મજાક પણ ઉડાવી રહ્યા છે.

મલાઈકા ની આ અજીબ ચાલ ને જોઈને લોકો મજેદાર કોમેન્ટ કરી રહ્યા છે. ઉદાહરણ તરીકે એક યૂઝરે લખ્યું કે, “અરે, તેની ચાલ ને શું થઈ ગયું?” તો વળી બીજા યુઝરે લખ્યું કે, “તે નોરા ફતેહી ની કોપી કરી રહી છે, પરંતુ તેની ચાલ ખુબ જ ખરાબ દેખાઈ રહી છે.” વળી એક યુઝરે મજાક કરતા લખ્યું કે, “લાગે છે તેના કપડામાં કોઈ જીવજંતુ ઘુસી ગયું છે, એટલા માટે તે આવી રીતે અજીબ રીતે ચાલે છે.” બસ આ પ્રકારના અન્ય ઘણા મજેદાર કોમેન્ટ આવવા લાગ્યા.

વળી તમને લોકોને મલાઈકા ની આ અજીબ ચાલ કેવી લાગે તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો. કામની વાત કરવામાં આવે તો મલાઈકા ને આપણે બધા લોકો ઘણા ટીવી શો પર જજની ભુમિકામાં જોઈએ છીએ. હાલમાં જ ઇન્ડિયા ગોટ ટેલેન્ટ નો એક પ્રોમો પણ સામે આવ્યો છે. જો કે આ નવી સિઝનમાં મલાઈકા હશે કે નહીં તેનો ખુલાસો થયો નથી. હકીકતમાં આ પ્રોમોમાં શિલ્પા શેટ્ટી જોવા મળી રહી છે, જે શોનાં ત્રણ જજ માંથી એક હશે.

મહત્વપુર્ણ છે કે મલાઈકાએ પોતાની કારકિર્દીની શરૂઆત વિડીયો જોકી રૂપમાં કરી હતી. ત્યારબાદ તેણે ફિલ્મમાં ઘણાં આઈટમ સોંગ કર્યા. ફિલ્મોમાં લોકો તેને તેમના આઇકોનિક આઈટમ સોંગ માટે ઓળખે છે. ઘણા લોકો બોલીવુડની આઈટમ કવીન પણ કહે છે. પોતાના બોયફ્રેન્ડ અર્જુન કપુર સાથે સંબંધોને લઈને પણ ચર્ચામાં રહે છે. અરબાઝ ખાન સાથે છુટાછેડા લીધા બાદ થી તે અર્જુન કપુરની સાથે રિલેશનશિપમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *