શિલ્પા શેટ્ટી બોલિવૂડની સૌથી લોકપ્રિય એક્ટ્રેસમાં એક છે. ભલે તે આજકાલ પોતાની ફિલ્મોમાં ધ્યાન નથી આપતી, પરંતુ સોશિયલ મીડિયામાં તેમની સક્રિયતા જોવા મળતી રહે છે. તેમના આલિશાન ઘરની પણ એક ઝલક હંમેશાં સોશિયલ મીડિયામાં જોવા મળી રહે છે. ક્યારેક તેનો લિવિંગ રૂમ માં જોવા મળે છે, તો ક્યારેક કિચન. જે બંગલામાં શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા રહે છે, તેના અંદરના ફોટા એટલા આલીશાન છે કે તમે જોતા જ રહી જશો.
પોતાના બંગલામાં શિલ્પા શેટ્ટીને ક્યારેક કુકિંગ શુટ કરટી જોવા મળે છે, તો ક્યારેક ટીકટોક વિડીયો બનાવતા જોવા મળે છે. શિલ્પા શેટ્ટી નો બંગલો એટલો સરસ છે કે તે કોઈપણ જગ્યાએ શૂટિંગ કરે ત્યારે કોઈ સેટ ની જરૂર નથી પડતી.
યોગ અને ધ્યાન શિલ્પા શેટ્ટીની જિંદગીનો અહમ ભાગ છે. તેમના ઘરનું ગાર્ડન ખૂબ જ મોટું છે. શિલ્પા શેટ્ટી ત્યાં હંમેશા યોગ અને મેડિટેશન કરતી જોવા મળે છે.
પોતાના ગાર્ડનમાં શિલ્પા શેટ્ટી અનેક શાકભાજી વાવ્યા છે. ઘરના આ ખૂબ જ સુંદર ગાર્ડન માં તાજા રીંગણ તોડતા હતા જેનો વિડિયો થોડા દિવસ પહેલા પોતાના પુત્ર સાથે શેયર કર્યો હતો.
ફિટનેસથી શિલ્પા શેટ્ટીને કેટલો પ્રેમ છે, તે ક્યારેય છુપાયેલું નથી. તે જ કારણને લીધે તેમના ઘરમાં જીમ પણ ખૂબ જ શાનદાર .છે માં ની જેમ તેમનો પુત્ર વિયાન પણ ફિટનેસને લઈને ખુબ જ સતર્ક છે.
સ્વાદિષ્ટ ભોજન બનાવવાનો શિલ્પા શેટ્ટીને ખૂબ જ શોખ છે. પોતાના યૂટ્યૂબ ચેનલ પર અનેક સ્વાદિષ્ટ તથા સ્વાસ્થ્યવર્ધક વ્યંજનોની રેસીપી શીખડાવતી પણ જોવા મળે છે. આ વીડિયોમાં તેમનું સુંદર કિચન પણ જોવા મળે છે.
જ્યારે જ્યારે શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયામાં પોતાના ફોટા અને વિડીયો પોસ્ટ કરે છે, ત્યારે તેમના ફેન્સને તેમના ખૂબ જ સુંદર ઘરની ઝલક જોવા મળી જાય છે.
View this post on Instagram
Karva chauth Ready..😬😬#karvachauth #fasting #traditional #culturallybound #halfpunjabi
શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાનાં પુત્રનો રૂમ ખૂબ જ સુંદર છે. તેમના ઘરમાં લોબી પણ ખૂબ જ સુંદર છે ત્યાં તમને એક આલીશાન એન્ટીક શો પીસ જોવા મળે છે.
શિલ્પા શેટ્ટીના ઘરની બાલ્કની ખુબ જ સરસ છે. બાલ્કનીમાં બેસીને શિલ્પા હંમેશા પોતાની પુત્રી સાથે સમય પસાર કરતા જોવા મળી છે. સોશિયલ મીડિયામાં ઘણી વાર રાજ કુંદ્રા પોતાના ઘરની ખૂબસૂરત બાલ્કનીમાં ફોટોસ અને વીડિયો શેયર કરતા જોવા મળ્યા છે.
શિલ્પા શેટ્ટીનાં બેડરૂમનાં ફોટો અને વિડીયોમાં જ્યારે તમે તકિયા રાખેલા જુઓ છો ત્યારે ખબર પડે છે કે પરિવારમાં બધા એકબીજા સાથે કેટલા વધુ ક્લોઝ છે.
શિલ્પા શેટ્ટીના યોગ અને મેડિટેશન કરતા ફોટો અને વિડીયો હંમેશા સોશિયલ મીડિયામાં વાયરલ થતા જોવા મળે છે. તમે તેમને પોતાના ઘરના અલગ-અલગ હિસ્સામાં યોગ અને ધ્યાન કરતી તસ્વીરો જરૂરથી જોઈ હશે.