હેરબૈંડ મળ્યું નહીં તો યુવતીએ વાળમાં સાંપને વીંટાળી લીધો, જુઓ ઇન્ટરનેટ પર છવાયેલો આ વિડીયો

Posted by

સોશિયલ મીડિયા એક એવી જગ્યા છે, જ્યાં અવારનવાર કંઈકને કંઈક અનોખું વાયરલ થતું રહે છે. અહીંયા તમને જાનવરો સાથે જોડાયેલા ઘણા વિડીયો પણ જોવા મળી શકે છે. તેમાંથી અમુક તો ખુબ જ આશ્ચર્યજનક હોય છે, જેની ઉપર આપણે વિશ્વાસ કરી શકતા નથી. હાલનાં દિવસોમાં સોશિયલ મીડિયા પર આવો જ એક અનોકહો વિડીયો છવાયેલો છે. આ વીડિયોમાં એક યુવતી પોતાના વાળમાં હેર બેન્ડ ને બદલે સાપને વીંટાળી રાખેલ છે.

યુવતીઓને નવી-નવી હેર સ્ટાઇલ બનાવવી ખુબ જ પસંદ હોય છે. ખાસ કરીને જ્યારે યુવતીઓ હેર સ્ટાઈલ બનાવે છે તો તેને નવી નવી સ્ટાઈલથી સજાવતી હોય છે. પરંતુ એક યુવતીએ તો બધી હદ પાર કરી નાખી હતી, જ્યારે તેણે પોતાના વાળમાં રબર બેન્ડ ને બદલે સાપ વીંટાળી દીધો હતો. આ સાંપ પણ કોઈ નકલી નહીં, પરંતુ અસલી હતો. સામાન્ય રીતે લોકો સાપનું નામ સાંભળીને ડરવા લાગે છે. લોકો તેની આસપાસ પણ ભટકવાનું પસંદ કરતા નથી. પરંતુ આ યુવતીએ તો પોતાના હેર બેન્ડની જેમ તેનો ઉપયોગ કરી રહી છે.

હકીકતમાં યુવતી સાપને હેર બેન્ડની જેમ ઉપયોગ કરીને એક શોપિંગ કોમ્પ્લેકસમાં પહોંચી જાય છે. જ્યાં લોકોનું ધ્યાન યુવતીના માથા ઉપર પડે છે, તો તેઓ આશ્ચર્યચકિત થઈ જાય છે. તેમને વિશ્વાસ નથી થતો કે ફેશનનાં નામ પર યુવતીએ પોતાના વાળમાં સાપ વીંટાળી રાખ્યો છે. ખુબ જ જલ્દી ત્યાં આસપાસ રહેલ એક વ્યક્તિએ તેનો વીડિયો બનાવી લીધો હતો. આ વીડિયોને શરૂઆતમાં જોવા પર કંઇ સમજમાં આવતું નથી. પરંતુ જેમ-જેમ વિડીયો આગળ વધે છે જોઇ શકાય છે કે યુવતી એ પોતાના વાળમાં સાપને વીંટાળી રાખ્યો છે.

યુવતી જ્યારે સાપને વાળમાં લઈને શોપિંગ કોમ્પ્લેકસમાં ફરી રહી હોય છે, તો લોકો પણ દંગ રહી જાય છે. તેમને પોતાની આંખો પર વિશ્વાસ નથી થઈ રહ્યો કે એક યુવતી આટલી બહાદુર પણ હોઈ શકે છે. યુવતીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ધુમ મચાવી રહ્યો છે. તેને ઇન્સ્ટાગ્રામ પર એક યુઝરે શેર કરેલ છે. વીડિયો શેર કરીને તેને કેપ્શન માં લખ્યું છે કે તમે અને ૧ થી ૧૦ ની વચ્ચે કેટલું રેટિંગ આપશો?

આ વીડિયોને જોયા બાદ લોકો મજેદાર કોમેન્ટ પણ કરી રહ્યા છે. જેમ કે એક યુઝરે લખ્યું હતું કે બજારમાં હેર બેન્ડ ખતમ થઈ ગયા છે કે તમે સાંપને વીંટાળી રાખ્યો છે. ત્યાર બાદ અન્ય એક યુઝરે કહ્યું હતું કે આ યુવતીનો શોખ ખુબ જ અજીબ છે. વળી કોઈ વ્યક્તિ એવું પણ કહ્યું હતું કે આ સાંપ ઉપર અત્યાચાર છે. તમે પોતાના શો ઓફ માટે તેનો ઉપયોગ કરવાને બદલે તેને ખુલ્લામાં છોડી દો. વળી અમુક લોકોને એવું પણ આશ્ચર્ય થયું હતું કે યુવતીએ સાપને પોતાના વાળમાં યોગ્ય રીતે કેવી રીતે વિચારી રાખ્યો છે. તે અહીંયા થી ભાગી પણ રહ્યો નથી. વળી આ દ્રશ્ય જોઈને અમુક લોકો એવું પણ કહ્યું કે સાંપ યુવતીનો મિત્ર લાગે છે.

જુઓ વિડિયો

 

View this post on Instagram

 

A post shared by Snakes Mania (@snakes.mania)


વળી તમને લોકોને આ યુવતીની ફેશન સેન્સ કેવી લાગી તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો. સાથોસાથ આ વિડિયો પસંદ આવ્યો હોય તો અન્ય લોકો સાથે શેર કરવાનું ભુલતા નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *