હંમેશા ગુલાબી રંગની સાડીમાં જ નજર આવે છે મુકેશ અંબાણીની માતા કોકિલાબેન, કારણ જાણીને ચોંકી જશો

Posted by

અંબાણી પરિવાર દુનિયાનાં સૌથી અમીર પરિવારમાંથી એક છે. ધીરુભાઈ અંબાણીએ જે બિઝનેસ એમ્પાયર ઘણા વર્ષ પહેલા ઊભો કર્યો હતો તેને તેમના દીકરા મુકેશ અંબાણી નવી ઉંચાઈઓ સુધી લઈને આવ્યા છે. ધીરુભાઈ અંબાણીએ પોતાના જીવનમાં જે સફળતા પ્રાપ્ત કરી હતી તેમાં તેમની પત્નીનું પણ ઘણું યોગદાન રહ્યું છે. તેમની પત્ની કોકિલાબેન એ દરેક નિર્ણયમાં પોતાના પતિનો સાથ આપ્યો અને તેમનો સાથ ક્યારેય નહીં છોડ્યો. કોકીલાબેનનાં અંગત જીવન વિશે ઘણા ઓછા લોકો જાણે છે. આજે અમે તમને તેમના વિશે જણાવવા જઈ રહ્યા છે.

કોકીલાબેન ગુજરાતનાં એક નાના ગામ સાથે સંબંધ ધરાવે છે. તેમના લગ્ન વર્ષ ૧૯૫૫ માં ધીરુભાઈ સાથે થયા હતા. ૪૭ વર્ષ સુધી તેમણે એકબીજાનો સાથ નિભાવ્યો. જ્યારે ૬ જુલાઇ, ૨૦૦૨માં હૃદયનાં હુમલાથી ધીરુભાઈનું નિધન થઈ ગયું હતું. ત્યારબાદ પરિવારની બધી જવાબદારી કોકીલાબેન પર આવી ગઈ. તેમણે પોતાના પરિવારને સારી રીતે સંભાળ્યું.

ધીરુભાઈ એક મોટા ઉદ્યોગપતિ હોવાની સાથે ઘણા કેરીંગ હસબન્ડ પણ હતા. તે કોકીલાબેન ને ઘણો પ્રેમ કરતા હતા અને તેમની દરેક ખુશીનો ખ્યાલ રાખતા હતા. કહેવાય છે કે  ધીરુભાઈ અંબાણી જે પણ પ્રોજેક્ટ શરૂ કરતા પહેલા તેના વિષે કોકીલાબેન સાથે વાત જરૂર કરતા હતા અને તેમનું મંતવ્ય પણ લેતા હતા.

કોકીલાબેન એ પોતાનો અભ્યાસ એક ગુજરાતી સ્કુલ માંથી કર્યો હતો. એટલા માટે તેમને અંગ્રેજી આવડતું ન હતું. તેવામાં ધીરુભાઈએ કોકીલાબેનને અંગ્રેજી શીખવા માટે કહ્યું. ઘરમાં બાળકોને ભણાવવા માટે જે ટ્યુટર આવતો હતો, તેમની પાસે કોકિલાબેન એ અંગ્રેજી શીખી લીધું.

ધીરુભાઈ જ્યારે પણ કોઈ કામથી બહાર જતા હતા તો પત્ની કોકિલાબેન ને સાથે લઈ જતા હતા. પહેલા તે પોતાના પ્રોજેક્ટ સાથે જોડાયેલા કામ પુરા કરતા હતા અને પછી તેમની સાથે સમય વિતાવતા હતા. પોતાના પતિ વિશે વાત કરતાં કોકિલાબેન એ એકવાર બતાવ્યું હતું કે ધીરુભાઈ એ ઘણા ઊંચા સ્થાન પ્રાપ્ત કર્યા. પરંતુ ક્યારેય ઘમંડ મનમાં  આવવા દીધો નહીં. તે હંમેશા જમીન સાથે જોડાયેલા રહ્યા.

દરેક ફરજ નિભાવી

ધીરુભાઈએ પતિ હોવાની દરેક ફરજ નિભાવી. તેઓ કોકીલાબેન ને સમય સમય પર ઉપહાર પણ  આપતા હતા. એકવાર તો તેમણે કોકીલાબેન ને એક હવાઈ જહાજ ખરીદીને આપ્યું હતું. કોકીલાબેન અનુસાર તે અવસર પર તેમના ઘણા મિત્રો આવ્યા હતા. તે સમયે તેમણે મારા મિત્રોને બોલાવવાની પણ ઘણી જીદ કરી અને બધાની સામે મને હવાઈ જહાજ ગિફ્ટ કર્યું.

ગુલાબી રંગ પસંદ છે

કોકીલાબેનને હંમેશા જ્યારે પણ કોઈ કાર્યક્રમમાં જોવામાં આવે છે તો પિન્ક રંગની સાડીમાં જ નજર આવે છે. કોકીલાબેન ને ગુલાબી રંગ એટલો પસંદ છે કે તેમના મોટાભાગનાં કપડા ગુલાબી રંગના છે. કોકીલાબેન જ્યારે પણ પરિવાર સાથે કોઈ કાર્યક્રમમાં શામેલ થાય છે, તો ગુલાબી રંગના કપડાં પહેરવાનું પસંદ કરે છે.

ફરવાનો શોખ છે

કોકિલાબેન ને ફરવાનો ખુબ જ શોખ છે અને તે વર્ષમાં બે વાર વિદેશ જરૂર ફરવા જાય છે. તે પોતાનો વધારે સમય પરિવારના સદસ્યો સાથે જ પસાર કરે છે અને જ્યારે પણ સમય મળે છે તો તેમની સાથે બહાર ફરવા જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *