હમેંશા માટે બંધ થઈ જશે કોરોના વાઇરસ કોલર ટ્યુન, બસ એક બટન ક્લિક કરવાનું રહેશે

કોરોના વાયરસ જ્યારથી આપણા જીવનમાં આવેલ છે ત્યારથી લઈને અત્યાર સુધીમાં આપણે દરેક વાતથી પરેશાન રહીએ છીએ. પછી તે બીમારીને કારણે હોય કે દરેક પગલા પર થઈ રહેલી પરેશાનીને કારણે હોય. લોકોને કોરોના વાયરસથી સાવધાન રહેવા માટે સમય સમય પર સલાહ આપવા માટે ઘણા ઉપાય અપનાવવામાં આવ્યા હતા. તેના કારણે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા દુરસંચાર વિભાગના નિર્દેશ આપવામાં આવ્યા હતા કે બધા મુખ્ય દુરસંચાર કંપનીઓને પોતાના નેટવર્કમાં ૩૦ સેકન્ડની COVID-19 કોલર ટ્યુન લગાવવાનો આદેશ આપે. આ આદેશને કારણે ટેલિકોમ કંપનીઓએ આ કોલર ટ્યુનને લગાવી દીધી હતી.

સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર બીએસએનએલ, એમટીએનએલ, રિલાયન્સ જીઓ, એરટેલ અને વોડાફોન-આઈડિયા બધાએ પોતાના ૧૧૭.૨ કરોડ યુઝર્સનાં જોઈન્ટ નેટવર્કમાં કોલર ટ્યુન લગાવી દીધી હતી. પહેલા ની વાત કરવામાં આવે તો શરૂઆતમાં કોલ કરનારને એક ખાંસીનો અવાજ સાંભળવા મળતો હતો. ત્યારબાદ કોરોના વાયરસ ના પ્રસાર થી બચવા માટેની જાણકારી સાથે સંબંધિત નિર્દેશ આપવામાં આવતા હતા. આ મેસેજને સંભળાવવા માટે બધી દુરસંચાર કંપનીઓએ પોતાના નોર્મલ કોલર ટ્યુન ટેમ્પરરી રૂપથી બંધ કરી દીધી હતી.

જોકે આ તો પહેલા ની વાત હતી. ત્યારબાદ અમિતાભ બચ્ચનનો અવાજ સાંભળવા મળતો હતો અને તેઓ બે ગજ નું અંતર રાખવાની વાત કરતા હતા. લોકો તેનાથી પણ પરેશાન થઈ ચુક્યા હતા. વળી હવે લેટેસ્ટ કોલર ટ્યુન ની વાત કરવામાં આવે તો તેમાં કોરોના થી લોકોને સાવચેત કરવામાં આવી રહેલ છે. પરંતુ હવે લોકો તેનાથી પણ દુઃખી જણાઈ રહ્યા છે. તેમાં અમે તમને આ પરેશાનીથી છુટકારો મેળવવા માટેની એક રીત બતાવવા જઈ રહ્યા છીએ, જેના દ્વારા તમે સરળતાથી આ કોલર ટ્યુનને હટાવી શકો છો.

જોકે આ પહેલ તે ટેલિકોમ યુઝર્સ માટે યોગ્ય રહી નહીં, જેમણે કોઈને સતત કોલ કરવાના હોય અને તેમને વારંવાર એક જ મેસેજ સાંભળવો પડતો હતો. ઘણા લોકો તેનું સમાધાન શોધવાની કોશિશ કરી રહ્યા હતા, જેથી તેઓને કોઈને વારંવાર કોલ કરવા પર આ મેસેજ સાંભળવા ન પડે. તેવામાં અમે તમને અમુક એવા ઉપાય જણાવી રહ્યા છીએ, જેનાથી તમે કોરોના વાયરસ કોલર ટ્યુન થી બચી શકો છો.

કેવી રીતે હટાવશો કોરોના કોલર ટ્યુન

  • સૌથી પહેલાં તમારે કોઈને કોલ કરવાનો રહેશે, ત્યારબાદ જેવી તમને કોરોના વાયરસ એલર્ટ મેસેજ સાંભળવા મળે તો તમારે તુરંત ૧ નંબર નું બટન દબાવી દેવાનું રહેશે. જેવું તમે ૧ નંબરનું બટન દબાવશો તો આ મેસેજ ચાલવાનો બંધ થઈ જશે અને તમને નોર્મલ કોલર ટ્યુન સાંભળવા મળશે.
  • તે સિવાય પણ અન્ય ઘણી રીત છે, જેના દ્વારા તમે કોરોના કોલર ટ્યુનને બધા ટેલિકોમ્સ પર બંધ કરી શકો છો, પછી તે પ્રીપેડ હોય કે પોસ્ટપેડ.
  • જો તમે બીએસએનએલ નાં યુઝર છો તો તમારે UBSUB લખીને ૫૬૭૦૦ અથવા તો ૫૬૭૯૯ પર મેસેજ મોકલવાનો રહેશે. ત્યારબાદ તમારી પાસે એક કન્ફર્મેશન મેસેજ પણ આવશે.
  • જો તમે JIO નાં યુઝર છો તો તમારે ફોન અંદરથી એક મેસેજ કરવાનો રહેશે. જેમાં STOP લખવાનું રહેશે. તેને તમે ૧૫૫૨૨૩ મોકલી શકો છો.
  • એરટેલ પર કોલર ટ્યુનને બંધ કરવા માટે ૧૪૪ નંબર પર CANCT લખીને મેસેજ મોકલવાનો રહેશે.

આ પણ કારગર ઉપાય

જો તમે કોલર ટ્યુન સાંભળીને થાકી ગયા છો તો તમે નોર્મલ કોલ છોડીને ઇન્ટર કોલ પણ કરી શકો છો. તેમાં તમને આવો કોઈપણ મેસેજ સાંભળવા મળશે નહીં. તમે Whatsapp, Google Duo, Faceboook Messenger અથવા અન્ય એપ્લિકેશનની મદદથી કોલ કરી શકો છો.