ઓપરેશન ટેબલ પર હનુમાન ચાલીસા વાંચતી રહી યુવતી, ડોકટરો કરતાં રહ્યા બ્રેઇન સર્જરી

Posted by

રાજધાની દિલ્હી સ્થિત અખિલ ભારતીય આયુર્વેદ વિજ્ઞાન સંસ્થાન (એઇમ્સ) નાં ન્યુરો સર્જરી ડિપાર્ટમેન્ટમાં એક મહિલાને સંપુર્ણ બેભાન કર્યા વગર બ્રેન ટ્યુમર ની સફળ સર્જરી કરવામાં આવી હતી. આ સર્જરી દરમિયાન મહિલા હનુમાન ચાલીસાનો પાઠ પણ કરતી રહી. બ્રેઇન સર્જરી દર્દી અને ડોક્ટર બંને માટે સૌથી જટિલ પ્રક્રિયામાંથી એક માનવામાં આવે છે. આવી કોઈ પણ સર્જરી દરમિયાન દર્દીને કોઇ પણ પ્રકારની પરેશાની ન થાય અને તેને સર્જરી વિશે જાણ ન થાય તેના માટે ડોક્ટર દ્વારા ખુબ જ સતર્કતા પણ રાખવામાં આવે છે, પરંતુ હવે દિલ્હી એઇમ્સ ની ન્યુરો એનેસ્થેટિક ટીમ દ્વારા દર્દીને બેભાન કર્યા વગર જ સર્જરી કરવાની કમાલ કરવામાં આવેલ છે. સર્જરી દરમિયાન મહિલા દર્દી સંપુર્ણ રીતે ભાનમાં રહી અને સાથોસાથ ઓપરેશન ટેબલ ઉપર તે હનુમાન ચાલીસાનાં પાઠ પણ કરતી રહી.

જાણકારી અનુસાર ગુરૂવારનાં રોજ એમ્સમાં બે વેક ક્રેનિયોટોમી કરવામાં આવી. તેમાંથી એક ૨૪ વર્ષની યુવા ટીચર હતી. જેના મગજની ડાબી બાજુ મોટું બ્રેન ટ્યુમર હતું. ડોક્ટર જ્યારે તેનું ટ્યુમર કાઢી રહ્યા હતા, ત્યારે તે હનુમાન ચાલીસાનાં પાઠ કરી રહી હતી. ઓપરેશન થિયેટરમાં હાજર રહેલ કોઈ વ્યક્તિએ તેનો વીડિયો બનાવી દીધો હતો.

સર્જરી બાદ તેણે પોતાના વાળમાં શેમ્પુ લગાડ્યું અને કોઈ પણ જાતની કમી વગર તેના પર કરવામાં આવેલી સર્જરીથી બેખબર બનીને ઓપરેશન થીયેટરમાંથી હસતી બહાર નીકળી હતી.

જણાવી દઈએ કે એનેસ્થીસિયા દેખભાળ અને સહાયક ઉપકરણો એ ડોક્ટરોનાં કામને થોડું સરળ બનાવી દીધેલ છે. ૨૦૦૨માં ન્યુરો સર્જરી વિભાગ દ્વારા જાગૃત ક્રેનિયોટોમી (સંપુર્ણ રીતે બેભાન કર્યા વગર) સર્જરી કરવામાં આવી રહી હતી. સર્જરી દરમિયાન દર્દીનાં આરામ પર ઘણું બધું નિર્ભર કરતું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *