હનુમાન ચાલીસા વાંચી લીધા બાદ પણ જો નથી થઈ રહ્યો લાભ તો તમારી વિધિ ખોટી હોય શકે છે, જાણો યોગ્ય રીત

Posted by

હનુમાનજી એક એવા દેવતા અથવા ભગવાન છે જેમની ભારતના દરેક ઘરમાં પુજા થાય છે. તેમની આરાધના કરવામાં આવે છે દરેક લોકો તેમની ભક્તિના રંગમાં રંગાયેલા હોય છે. બધા શાસ્ત્રો અને પુરાણોમાં હનુમાનજીને સંકટમોચન કહેવામાં આવ્યા છે. જે કોઈ વ્યક્તિ હનુમાનજીની પુજા કરે છે તેને દુનિયાના તમામ સંકટો થી છુટકારો મળે છે. હનુમાનજી પોતાના ભક્તોનાં દુઃખ દુર કરે છે.

મંગળવારનો દિવસ હનુમાનજી માટે માનવામાં આવે છે. મંગળવારનાં દિવસે હનુમાનજીની પુજા કરવાથી વિશેષ લાભ પ્રાપ્ત થાય છે. આ દિવસે હનુમાનજી પોતાના ભક્તોને પોતાના આશીર્વાદ આપે છે.

શનિની સાડાસાતી અને ઢૈય્યા નો છુટકારો હનુમાનજીની પાસે

તમને જણાવી દઈએ કે હનુમાનજીની પુજા કરવાથી શનિના દરેક પ્રકારના દોષ દૂર થાય છે. શનિદેવ હનુમાન ભક્તોને ક્યારેય પણ હેરાન કરતાં નથી. કથાઓ અનુસાર શનિદેવ હનુમાનજીનાં વચનથી બંધાયેલા છે, એટલા માટે જો સતત સાચા મનથી હનુમાનજીની પુજા કરવામાં આવે તો તેમની સાડાસાતી અને શનિની ઢૈયા દરમિયાન શનિદેવ ક્યારે પણ પરેશાન નથી કરતા.

દર મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ આવી રીતે કરો

એ તો આપણે બધા જાણીએ છે કે હનુમાન ચાલીસાનો પાઠ આપણને ઘણી બધી બાધાઓથી બચાવે છે. હનુમાન ચાલીસાના પ્રત્યેક ચોપાઈ એક મંત્ર સમાન છે. હનુમાન ચાલીસાનો પાઠ મંગળવારે કરવાથી વિશેષ લાભ મળે છે.

જણાવી દઈએ કે હનુમાન ચાલીસાની રચના કવિ તુલસીદાસ કરી હતી. તેમાં ચાલીસ છંદ છે. આ કારણે તેની ચાલીસા કહેવામાં આવે છે. શાસ્ત્રોનાં જણાવ્યા અનુસાર ચાલીસાનો પાઠ કરવાથી બળ બુદ્ધિ માં વધારો થાય છે. તેની સાથે જે વ્યક્તિના શરીરમાં પોઝિટિવ એનર્જી આવે છે. માણસ તેના પ્રભાવ માં હંમેશા સારા કામ કરે છે. માનવામાં આવે છે કે કોઈપણ નવા કાર્યની શરૂઆત કરતા પહેલા જો હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે તો તે કાર્ય સફળ થવાની સંભાવના સૌથી વધારે હોય છે.

હનુમાન ચાલીસાનો પાઠ કરવાની રીત

રામ ભક્ત હનુમાન એટલા માટે કહેવામાં આવે છે કારણ કે હનુમાનજી રામજીનાં પરમ ભક્ત છે. આ બધાની સાથે જ હનુમાનજીને અનુશાસન સારું લાગે છે. એટલા માટે જ્યારે પણ હનુમાન ચાલીસાનો પાઠ કરો તો સ્વચ્છતા અને અનુશાસનનું વિશેષ ધ્યાન રાખવું. એવામાં તમે હનુમાન ચાલીસાનો પાઠ કોઈપણ સમયે કરી શકો છો, પરંતુ સવારે અને સાંજે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી વિશેષ લાભ મળે છે.

હનુમાનજીને પ્રસન્ન કરવા માટે મંગળવારની સવારે પ્રાતઃકાળે ઊઠી હનુમાન ચાલીસાનો પાઠ હનુમાનજીની મૂર્તિ અથવા ફોટાની સામે કરવો જોઈએ. યાદ રાખો આ બધાની વચ્ચે સ્વચ્છતાનાં નિયમો ન ભુલવા જોઈએ. હનુમાન ચાલીસાનો પાઠ મંગળવારનાં દિવસે એક થી ત્રણ વખત કરવો સારો માનવામાં આવે છે. જ્યારે પણ તમે હનુમાન ચાલીસાનો પાઠ કરવા બેસો તે પહેલા તમારી સામે એક પાત્ર અથવા વાસણમાં પાણી ભરી રાખવું અને હનુમાન ચાલીસા પુરી થવા ઉપર પાણીને પ્રસાદ સમજી ગ્રહણ કરવું. સાથે જ તમારા ઘરમાં દરેક ખુણામાં છાંટવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *