હનુમાન જયંતીનાં દિવસે અહિયાં ચુપચાપ પ્રગટાવી દો દીવો, ચારેય બાજુ પૈસા ખેંચાઇને આવશે

હનુમાન જયંતીના દિવસે વિધિ-વિધાન અને સાથે હનુમાનજીની પુજા કરવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર માનવામાં આવે છે કે આ દિવસે સંકટ મોચન હનુમાનજી નો જન્મ થયો હતો, જેના કારણે આ દિવસ તેમના જન્મ મહોત્સવના રૂપમાં ઉજવવામાં આવે છે. આ વખતની હનુમાન જયંતી ખુબ જ ખાસ છે. કારણકે પુનમની સાથે શનિવારનો દિવસ પણ આવી રહ્યો છે, જેના કારણે આ દિવસે કરવામાં આવેલ પુજાનું ફળ અનેકગણું વધારે મળે છે. હનુમાન જયંતીના અવસર પર જ્યોતિષ સંબંધી અમુક ઉપાય કરવાથી દરેક કાર્યમાં સફળતા મળવાની સાથે સુખ સમૃદ્ધિ પણ પ્રાપ્ત થાય છે.

હનુમાન જયંતી પર હનુમાનજીને સિંદુર ચઢાવવું ખુબ જ પુણ્યશાળી માનવામાં આવે છે. જે લોકોનો મંગળવારે હોય અથવા શનિની સાડાસાતી, ઢૈયા, દશા, અંતર્દશા ચાલી રહી હોય તેમણે હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ. સાથોસાથ હનુમાન ચાલીસા વાંચતા પહેલા હનુમાનજીની સામે ચમેલીના તેલનો દીવો અવશ્ય પ્રગટાવો અને ચમેલીના તેલમાં સિંદુર ઉમેરીને પ્રતિમા ઉપર લેપ કરો. મહિલાઓએ ફક્ત હનુમાનજીના ચરણો ની પાસે આ વસ્તુઓ રાખી દેવી.

ત્યારબાદ બેસીને પહેલા હનુમાન ચાલીસાના પાઠ કરો અને ત્યારબાદ બજરંગ બાણના પાઠથી કરો. જો શક્ય હોય તો સુંદરકાંડનો પાઠ અવશ્ય કરો. આ દિવસે હનુમાનજીને બુંદી જરૂરથી ચડાવી અને બુંદીને પહેલા ભક્તોમાં વહેંચવી ત્યારબાદ પોતે તેનું સેવન કરવું. કોશિશ કરો કે આ દિવસે ગરીબોમાં દાન કરવામાં આવે, તેનાથી જીવનના દરેક કષ્ટ દુર થઈ જાય છે. તમે ઈચ્છો તો મંદિરમાં હનુમાન ચાલીસાના પુસ્તકનું પણ દાન કરી શકો છો. આવું કરીને તમે પોતાના કષ્ટોમાંથી મુક્તિ મેળવી શકો છો.

હનુમાન જયંતીના દિવસે ઘી અને સિંદુર મિક્સ કરીને પ્રવેશ દ્વારમાં સ્વસ્તિક અથવા ૐ નું ચિન્હ બનાવો. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાને સાથે ભુત-પ્રેત પ્રવેશ કરી શકતા નથી. હનુમાન જયંતીના દિવસે હનુમાન મંદિરમાં જઇને હનુમાનજીની સામે ઘી અથવા તો સરસવ નો દીવો પ્રગટાવો અને પાંચ થી અગિયાર વખત હનુમાન ચાલીસાનાં પાઠ કરો. તેનાથી જીવનમાં આવી રહેલી દરેક પરેશાની થી છુટકારો મળી જશે.

આર્થિક સ્થિતિ મજબુત કરવા માટે હનુમાન જયંતીના દિવસે ૧૧ પીપળાનાં પાન તોડી લેવા અને તેને પાણીથી ધોઈને સાફ કરી લો. ત્યાર બાદ તેમાં ચંદન, કંકુ વગેરેથી શ્રી રામ લખી દો અને તેની એક માળા બનાવી લો. ત્યારબાદ આ માળા હનુમાનજીને પહેરાવી દેવી.

હનુમાન મંદિર જઈને હનુમાન જયંતીના દિવસે વિધિ-વિધાનથી પુજા કરીને મંદિર માં બેસી ને બજરંગ બાણ નાં પાઠ કરો. તેનાથી હનુમાનજીની કૃપા તમારી ઉપર હંમેશા વરસતી રહે છે.