હનુમાન જયંતીનાં દિવસે ભુલથી પણ આ ૭ કામ કરતાં નહીં, ઘર પરિવાર થઈ જશે બરબાદ

ધર્મશાસ્ત્રોમાં જે સાત ચિરંજીવીઓનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. તેમાં અશ્વત્થામા, બલિ, મહર્ષિ વેદવ્યાસ, હનુમાનજી, વિભીષણ, કૃપાચાર્ય અને ભગવાન પરશુરામ છે. માન્યતા છે કે આ અમર આત્માઓ છે, જે આજે પણ પૃથ્વી પર આપણી વચ્ચે રહેલ છે. વળી કળિયુગમાં આ સાત ચિરંજીવીઓ માં મહાબલી હનુમાન ની સાધના સૌથી વધારે કરવામાં આવે છે. ભગવાન હનુમાનના નામ માત્ર થી મોટા માં મોટું સંકટ પણ ટળી જાય છે, મોટામાં મોટી પરેશાની પણ દુર થઈ જાય છે. પ્રભુ શ્રીરામના પરમ ભક્ત ભગવાન હનુમાનનો જન્મ ઉત્સવ આવવાનો છે.

અંજનીપુત્ર મહાવીર હનુમાન નો જન્મ આ વર્ષે ૧૬ એપ્રિલના રોજ આવી રહ્યો છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવજીએ પવનપુત્ર હનુમાનનાં રૂપમાં જન્મ લીધો હતો. સંકટ મોચન હનુમાનજી ની જયંતિ આખા દેશમાં હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. ઘણા લોકો બજરંગ બલીને પ્રસન્ન કરવા માટે ઉપવાસ પણ રાખે છે, પરંતુ હનુમાનજીની પુજા ને લઈને અમુક વિશેષ નિયમ જણાવવામાં આવે છે. જો તમે આ નિયમો અનુસાર પવનપુત્ર હનુમાનજીની પુજા કરો છો, તો હનુમાનજીની કૃપા હંમેશા તમારી ઉપર જળવાઈ રહેશે, તો ચાલો જાણીએ તે નિયમો વિશે.

કહેવામાં આવે છે કે હનુમાનજીની ઉપાસના કરતા સમયે કોઈપણ આ પ્રકારની કામુક ચર્ચા કરવી જોઈએ નહીં. મહાબલિ હનુમાનજીની પુજા કરતા સમયે હંમેશા બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું આવશ્યક હોય છે.

સંકટ મોચન હનુમાનજી ને પ્રસાદમાં બુંદીના લાડુ ખુબ જ પ્રિય હોય છે. તેવામાં તમારે પુજા કરતા સમયે લાડુ જરૂર સામેલ કરવા જોઇએ. પરંતુ હનુમાનજીની ઉપાસનામાં ચરણામૃત નો પ્રયોગ બિલકુલ પણ કરવો જોઈએ નહીં.

બજરંગ બલી ની પુજા ને સફળ બનાવવા માટે કોઈપણ પ્રકારનો નશો કરવો જોઈએ નહીં. તે સિવાય હનુમાન જયંતીના દિવસે ભુલથી પણ માંસ મદિરાનું સેવન કરવું જોઇએ નહીં.

હનુમાનજી અખંડ બ્રહ્મચારી અને મહાયોગી છે. એટલા માટે સૌથી જરૂરી વાત છે કે તેમની કોઈપણ પ્રકારની પુજામાં વસ્ત્ર થી લઈને વિચારો સુધી પવિત્રતા, બ્રહ્મચર્ય તથા ઇન્દ્રિય સંયમ અપનાવવું જોઈએ.

સ્ત્રીઓએ હનુમાનજીની પુજા દરમિયાન તેમની મુર્તિ અથવા પ્રતિમાને સ્પર્શ કરવો જોઈએ નહીં. આવું એટલા માટે કારણ કે માનવામાં આવે છે કે રામભક્ત હનુમાનજી સ્ત્રીઓને માતા ના સ્વરૂપમાં માને છે. તેવામાં કોઈ મહિલા તેમના ચરણોની સામે ઝુકે કે આ વાત તેમને પસંદ આવતી નથી.

હિંદુ ધર્મ અનુસાર હનુમાનજીની ઉપાસના માટે સૌથી શુભ દિવસ મંગળવાર અથવા શનિવારનો દિવસ હોય છે. તેવામાં વિશેષ કૃપા મેળવવા માટે હનુમાન જયંતી સિવાય તમારે દર મંગળવાર અને શનિવારનાં રોજ પણ તેમની પુજા અવશ્ય કરવી જોઈએ.