હનુમાનજીનાં આ ૧૨ નામનો જાપ છે ખુબ જ ચમત્કારિક, નામનો જાપ કરવાથી થઈ જશે બેડો પાર

ધાર્મિક ગ્રંથો અનુસાર હનુમાનજી કળિયુગમાં ધરતી પર નિવાસ કરે છે, ભક્તોનાં બધા સંકટ હંમેશા દુર કરે છે અને એ જ કારણ છે કે તેમને સંકટમોચન પણ કહેવામાં આવે છે. માન્યતા છે કે જો સંકટ મોચન હનુમાનજી ની સાચા મન અને નિષ્ઠાપુર્વક પુજા કરવામાં આવે તો મોટામાં મોટું કામ પણ સરળતાથી પુર્ણ થઇ જતું હોય છે. દરેક દુઃખ દુર કરી દેતા હોય છે.

માન્યતા છે કે કળિયુગ એટલે કે વર્તમાન સમયમાં હનુમાનજીની પુજા ઉપાસનાથી પૃથ્વીલોક નહીં, પરંતુ પરલોકનાં પણ દુઃખ દુર થઈ જાય છે. હનુમાનજીની કૃપા મેળવવા માટે લોકો તેમની પુજા આરાધના કરે છે. ઘણા ઉપાય કરે છે પરંતુ શું તમે ક્યારે હનુમાનજીનાં ૧૨ નામનાં જાપ કરેલા છે? કહેવામાં આવે છે કે હનુમાનજીનાં આ નામોનો જાપ કરવાથી દરેક દુઃખ દુર થઈ જાય છે. તો ચાલો જાણીએ કે હનુમાનજી નાં ૧૨ નામ ક્યાં છે, જેને મંગળવાર અથવા શનિવારનાં દિવસે જાપ કરવામાં આવે તો મોટામાં મોટી મુશ્કેલી પણ દુર થઇ શકે છે.

હનુમાનજીનાં ૧૨ નામ

  • ઉં હનુમાન
  • અંજનીસુત
  • વાયુપુત્ર
  • મહાબલ
  • રામેષ્ટ
  • ફાલ્ગુન સખા
  • પિંગાક્ષ
  • અમિત વિક્રમ
  • ઉદધિક્રમણ
  • સીતા શોક વિનાશન
  • લક્ષ્મણ પ્રાણદાતા
  • દશગ્રીવ દર્પહા

માન્યતા છે કે જો પુરી શ્રધ્ધા અને નિષ્ઠાની સાથે હનુમાનજીની સામે દીવો પ્રગટાવીને નિસ્વાર્થ ભાવથી તેમના નામના જાપ કરવામાં આવે તો હનુમાનજી અત્યંત પ્રસન્ન થાય છે.

ક્યારે કરવા આ નામના જાપ

  • કહેવામાં આવે છે કે હનુમાનજીનાં આ નામના જાપ જો સવારે ઊઠીને કરવામાં આવે તો તેનાથી બધી મનોકામના પુરી થાય છે.
  • વળી જો બપોર બાદ આ નામનો જાપ કરવામાં આવે તો જાતકોને અપાર ધન સંપત્તિની પ્રાપ્તિ થાય છે. જ્યારે સાંજના સમયે જાપ કરવાથી ઘર પરિવારમાં સુખ સંપન્નતાનું આગમન થાય છે.
  • એટલું જ નહીં રાત્રે સુતા પહેલા આ નામનો જાપ કરવાથી અટવાયેલા કાર્ય સફળતાપુર્વક પુર્ણ થાય છે. સાથોસાથ શારીરિક કષ્ટ માંથી પણ મુક્તિ મળે છે.

  • એવું માનવામાં આવે છે કે હનુમાનજીનાં નામનાં જાપથી હનુમાનજી બધી દિશાઓ અને આકાશ પાતાળ માંથી પોતાના ભક્તોની રક્ષા કરે છે.
  • મંગળવારનાં દિવસે લાલ પેનથી ભોજપત્ર પર આ ૧૨ નામ લખીને તે દિવસે આ તાવીજ બાંધી લો, તો શારીરિક કષ્ટમાંથી મુક્તિ મળે છે.