હનુમાનજીનાં આ મંદિરમાં પગ મુકવાથી જ એઇડ્સ અને કેન્સર જેવી ઘાતક બીમારીઓ જડમુળ માંથી દુર થઈ જાય છે

ભારત એક એવો દેશ છે, જ્યાં ધર્મને સૌથી વધારે મહત્વ આપવામાં આવે છે. અહીંયા હિન્દુ ધર્મને માનનારા લોકો સૌથી વધારે છે. હિન્દુ ધર્મમાં ૩૩ કોટી દેવી-દેવતાઓ છે. બધાના નામ અને સ્વરૂપ અલગ અલગ છે. જણાવવામાં આવે છે કે બધા દેવી દેવતાઓની અલગ અલગ માન્યતા છે. તમને અહીંયા ભારતની ઘણી જગ્યાઓ પર શેરી અને ગલીઓમાં દેવી દેવતાઓના મંદિર જોવા મળી જશે. આ દેવતાઓમાં ખુબ જ શક્તિ હોય છે, એટલા માટે જ તો ક્યારેક ક્યારેક વિજ્ઞાન પણ ભગવાનના ચમત્કારની આગળ નતમસ્તક બની જાય છે.

ઘણી વખત લોકોને દવાથી વધારે દુઆ ની જરૂરિયાત પડે છે અને આવા ચમત્કાર હકીકતમાં પણ ઘણી વખત બનેલા છે, એટલા માટે અહીંયા ના લોકો હિન્દુ દેવી-દેવતાઓમાં ખુબ જ વિશ્વાસ ધરાવે છે. તેઓમાં આજે અમે તમને એવા ભગવાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની શક્તિથી ઘાતક બીમારીઓ પણ દુર થઈ જાય છે. ભગવાન હનુમાનજી સંકટના સમયે પોતાના ભક્તોની હંમેશા રક્ષા કરે છે, એટલા માટે હનુમાનજીને સંકટમોચન પણ કહેવામાં આવે છે.

હનુમાનજીનાં દેશભરમાં ઘણા ચમત્કારિક તથા અદભુત મંદિર છે. એ ચમત્કારિક મંદિરોમાંથી એક એવું મંદિર છે જેના ચમત્કાર વિશે જાણીને તમને જરૂરથી આશ્ચર્ય થશે, પરંતુ તે બિલકુલ સત્ય છે કે મધ્યપ્રદેશના ભિંડ જિલ્લામાં હનુમાનજીનું પ્રસિદ્ધ મંદિર દંદરૌઆ ધામ આવેલ છે. આ મંદિરમાં હનુમાનજીને ડોક્ટર રૂપમાં પુજવામાં આવે છે. માન્યતા છે કે આ મંદિરમાં હનુમાનજી પોતે પોતાના ભક્તોનો ઈલાજ કરવા માટે ડોક્ટર બનીને પહોંચે છે.

માન્યતા છે કે એક સાધુ શિવકુમાર દાસ ને કેન્સર હતું. તેને હનુમાનજીએ મંદિરમાં ડોક્ટરના વેશમાં દર્શન આપ્યા હતા. તેઓ ગળામાં સ્ટેથોસ્કોપ રાખીને આવ્યા હતા, ત્યારબાદ સાધુ સંપુર્ણ રીતે સ્વસ્થ થઈ ગયા. આજે આ મંદિરમા ફક્ત મધ્યપ્રદેશ માંથી જ નહીં, પરંતુ આખા દેશમાંથી લોકો પોતાની ગંભીર બીમારીઓનો ઈલાજ કરાવવા માટે આવે છે અને ઘણા લોકોને પોતાની બીમારીઓમાંથી છુટકારો પણ મળી ગયો છે.

અતિ પ્રાચીન મંદિર હોવાથી તથા સિદ્ધ સ્થળ હોવાને લીધે તે લોકોની આસ્થાનું કેન્દ્ર પણ બની ચુકેલ છે. અહીંયા દર્શન માટે આવતા કોઈપણ ભક્તને ખાલી હાથે પરત ફરવું પડતું નથી. તેમની મનોકામના જરૂરથી પુરી થાય છે. અહીંયા દર્શન કરવા માટે આવતા શ્રદ્ધાળુઓનું માનવું છે કે ડોક્ટર હનુમાન ની પાસે બધા પ્રકારના રોગોનો કારગર ઈલાજ પણ છે.

અહીંયા શ્રી રામ દરબાર પણ જોવા મળે છે અને અન્ય દેવી-દેવતાઓની પ્રતિમા પણ રાખવામાં આવેલી છે. પરંતુ આ મંદિરને વિશિષ્ટ ખ્યાતિ હનુમાનજીને લીધે છે. આ મંદિર પર અનુષ્ઠાન સંપન્ન કરવા માટે દેશભરમાંથી દુર દુરથી લોકો આવે છે. અહીંયા વર્ષમાં એક વખત વિશાળ મેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં ભક્ત લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડે છે.

૩૦૦ વર્ષ પહેલા હનુમાનજીની આ મુર્તિ લીમડાના વૃક્ષમાં છુપાયેલી જોવા મળી હતી. વૃક્ષને કાપવા પર ગોપી વેશધારી હનુમાનજીની આ પ્રાચીન મુર્તિ પ્રાપ્ત થઈ હતી. હનુમાનજી આ મુર્તિમાં નૃત્ય કરતા હોય એવી મુદ્રામાં સ્થાપિત છે. આ દેશની એકમાત્ર એવી મુર્તિ છે, જેમાં હનુમાનજી નૃત્ય કરતા જોવા મળી રહ્યા છે. શ્રદ્ધાળુઓના દુઃખ દર્દ દુર કરનાર હનુમાનજીને પહેલા દંદરૌઆ તરીકે ઓળખવામાં આવતા હતા.

માનવામાં આવે છે કે દર્દીઓના રોગને દુર કરવા માટે હનુમાનજીની ભસ્મ કારગર સાબિત થાય છે. વિશેષ રૂપથી અલ્સર અને કેન્સર જેવી બીમારીઓ પણ મંદિરની પાંચ પરિક્રમા કરવાથી દુર થઈ જાય છે. અહીંયા ડોક્ટર હનુમાનજીની પાસે સારા સ્વાસ્થ્યની અપેક્ષા લઈને લાખો શ્રદ્ધાળુ આવે છે.