હનુમાનજીની પુજા કરવા માટે આ ૫ દિવસ હોય છે સર્વશ્રેષ્ઠ, હંમેશા રહે છે બજરંગબલીની કૃપા

હનુમાનજીની પુજા કરવી ખુબ જ ફળદાયક હોય છે અને તેમની પુજા કરવાથી દુઃખોનો નાશ થાય છે. શાસ્ત્રોમાં એવા પાંચ દિવસ જણાવવામાં આવ્યા છે, જેને તેમની પુજા કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. એટલા માટે આ પાંચ દિવસે તેમની પુજા જરૂરથી કરો. માનવામાં આવે છે કે જે લોકો આ પાંચ દિવસ હનુમાનજીનું નામ લે છે, તેમની રક્ષા ભુત-પીચાસ, શનિ ગ્રહ, ખરાબ સપના તેમજ દુર્ઘટના થી થાય છે. તો ચાલો જાણીએ કે બજરંગબલી ની પુજા કરવા માટે કયા પાંચ દિવસને ઉત્તમ માનવામાં આવે છે.

મંગળવારનો દિવસ

મંગળવારે હનુમાનજીની પુજા કરવાથી મંગળ દોષ દુર થઇ જાય છે અને આ ગ્રહના ખરાબ પ્રભાવથી રક્ષા થાય છે. જે લોકો આ દિવસે હનુમાનજીની પુજન કરે છે તેમને દરેક કાર્યમાં ઉન્નતિ મળે છે. દેવામાં ડુબેલા લોકોને દેવામાંથી મુક્તિ મળી જાય છે. જે લોકોને ડર લાગતો હોય તેમણે આ દિવસે હનુમાન ચાલીસાનો પાઠ જરૂર કરવો જોઈએ.

શનિવારનો દિવસ

હનુમાનજીની પુજા શનિવારના દિવસે કરવી ઘણી જ ઉત્તમ હોય છે. આ દિવસે હનુમાનજીનું પુજન કરવાની સાથે-સાથે સુંદરકાંડનો પાઠ પણ કરવો જોઈએ. સાથે જ હનુમાનજીને રાયનું તેલ પણ અર્પણ કરવું. માન્યતા છે કે શનિવારના દિવસે હનુમાનજીની પુજા કરવાથી શનિ ગ્રહથી રક્ષા થાય છે. જે લોકોની કુંડળીમાં ગ્રહ ભારે હોય તો તે શાંત થઈ જાય છે. તમે માત્ર શનિવારનાં સાંજે ૭ વાગ્યા પછી સુંદરકાંડનો પાઠ કરો અને હનુમાન મંદિરમાં જઈ હનુમાનજીની સામે લોટનો દીવો કરો.

માગશર મહિનો

માગશર મહિનાના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિએ હનુમાનજીનું વ્રત જરૂર રાખવું. આ દિવસે વ્રત કરવાથી અને હનુમાન પાઠ, જાપ, અનુષ્ઠાન પ્રારંભ કરવાથી દરેક કાર્યમાં સફળતા મળવા લાગે છે અને અટકી ગયેલા કામ તરત પુરા થઈ જાય છે. એટલા માટે જે લોકો કોઈ કાર્ય પૂર્ણ ન કરી શકતા હોય તેમણે આ દિવસે હનુમાનજીની પુજા કરવી જોઇએ. આ દિવસે બજરંગબલીનુ  નામ લેવાથી તમે વિચારેલા દરેક કાર્ય જલ્દી પૂરા થઈ જાય છે.

હનુમાન જયંતી

હનુમાન જયંતીનાં દિવસે ઘણા મંદિરોમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. હનુમાન જયંતિનો તહેવાર બે વાર આવે છે. હકીકતમાં તો ઘણા રાજ્યોમાં આ પર્વ ચૈત્ર મહિનાની શુકલ પુર્ણિમાએ મનાવવામાં આવે છે. જ્યારે કેટલીક જગ્યા ઉપર કાર્તિક કૃષ્ણ ચતુર્દશીએ હનુમાન જયંતી મનાવવામાં આવે છે. બંને દિવસ સર્વશ્રેષ્ઠ હોય છે. પહેલી તિથિ અનુસાર આ દિવસે હનુમાનજી સુર્યને ફળ સમજી ખાવા દોડ્યા હતા, એ દિવસે રાહુ પણ સૂર્યને પોતાનો ગ્રાસ  બનાવવા માટે આવ્યા હતા. પરંતુ હનુમાનજીને જોઈને સૂર્યદેવે તેમને બીજા રાહુ સમજી લીધા. આ દિવસે ચૈત્ર મહિનાની પૂર્ણિમા હતી. બીજી તિથિ અનુસાર કાર્તિક કૃષ્ણ ચતુર્દશીએ તેમનો જન્મ થયો હતો. આ દિવસે હનુમાનજીની પુજા કરવાથી દરેક પ્રકારનાં સંકટ ટળી જાય છે, એટલા માટે તમે આ દિવસે પણ તેમની પુજા કરો.

પુનમ અને અમાસ

હનુમાનજીની પુજા પુનમ અને અમાસનાં દિવસે કરવી પણ લાભકારક હોય છે. આ દિવસે પુજા કરવાથી ભય, ચંદ્ર દોષ, દેવદોષ, માનસિક અશાંતિ અને દુર્ઘટનાથી રક્ષા થાય છે.

આવી રીતે કરો પુજા

  • હનુમાનજીની પુજા માટે રાતનો સમય સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે, એટલા માટે હંમેશા ૭ વાગ્યા પછી જ તેમની પુજા કરો.
  • પુજા કરતી વખતે હનુમાનજી સિંદુર અને ચમેલીનું તેલ જરૂર અર્પણ કરો.
  • પુજા શરૂ કરતા પહેલા રાયના તેલનો દીવો કરવો અને ભગવાન રામનું નામ લઇ પુજા કરવી. આવી રીતે પુજા પુર્ણ કર્યા પછી પણ રામ નામ જરૂર લેવું.