હનુમાનજીની પુજા કરવાથી દુર થઈ જાય છે બધા કષ્ટ, પરંતુ ઘરમાં હનુમાનજીની તસ્વીર લગાવતા પહેલા જાણી લો નિયમ

Posted by

મહાબલિ હનુમાનજી શ્રીરામનાં પરમ ભક્ત હતા. એવું જણાવવામાં આવે છે કે પવન પુત્ર અને શ્રી રામ ભક્ત હનુમાન કળયુગનાં દેવતા છે. જો કોઈ સાચા મનથી બજરંગ બલીનું સ્મરણ કરે છે તો તેની પ્રાર્થના જરૂર થી સાંભળે છે. કળિયુગમાં પણ ભગવાન હનુમાન સાક્ષાત અને જાગૃત દેવતા છે. તેઓ એક એવા દેવતા છે જે પોતાના ભક્તો ઉપર ખુબ જ જલ્દી પ્રસન્ન થઈ જાય છે. જો કોઈ ભક્ત સાચા મનથી તેમની પુજા આરાધના કરે છે તો તેમની ઉપર હનુમાનજીની કૃપાદૃષ્ટિ હંમેશાં જળવાઇ રહે છે. જો કે ભગવાન હનુમાનજીની ભક્તિ કરવા માટેના અમુક ખાસ નિયમ પણ હોય છે, જેને માનવા ખુબ જ મુશ્કેલ હોય છે.

એવું જણાવવામાં આવે છે કે મહાબલિ હનુમાનજીની ઉપાસના જેટલી સરળ છે, એટલી જ મુશ્કેલ પણ છે. હનુમાનજીની સાધનામાં ભક્તોએ બ્રહ્મચર્યનું પાલન કરવું ખુબ જ જરૂરી છે. તેની સાથે જ ઉત્તમ ચરિત્રનું પણ ધ્યાન રાખવું આવશ્યક છે. જે વ્યક્તિ હનુમાનજીની સાધના કરે છે તેને પોતાના જીવનના બધા જ સંકટમાંથી છુટકારો મળી જાય છે અને મનને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે. હનુમાનજીની પુજા સાધનાથી બળ, બુદ્ધિ અને વિદ્યાની પ્રાપ્તિ થાય છે.

એવું માનવામાં આવે છે કે જે ઘરમાં મહાબલિ હનુમાનજીની પ્રતિમા હોય છે અને નિયમિત રૂપથી તેની પુજા કરવામાં આવે છે ત્યાં જ શનિદોષ, પિતૃદોષ અને ભુત-પિશાચ નો ડર તથા દોષ રહેતો નથી. પરંતુ ઘરમાં હનુમાનજીની પ્રતિમા ક્યાં અને કેવી રીતે લગાવવામાં આવે તેના પણ અમુક નિયમો જણાવવામાં આવેલ છે. તો ચાલો જાણીએ આ નિયમો વિશે.

પંચમુખી હનુમાનજી

વાસ્તુશાસ્ત્ર અનુસાર જે ઘરની અંદર પંચમુખી હનુમાનજી ની પ્રતિમા હોય છે, ત્યાં ઉન્નતિના માર્ગમાં આવતી દરેક અડચણ દુર થઈ જાય છે. એટલું જ નહીં ધન સંપત્તિમાં પણ વધારો થવા લાગે છે. જો ઘરમાં ખોટી દિશામાં કોઈ જળ સ્ત્રોત છે તો તેના કારણે વાસ્તુ દોષને લીધે પરિવારમાં બીમારી અને તકરાર ઊત્પન્ન થવાની સંભાવના રહે છે. તેવામાં તમે પોતાના ઘરમાં પંચમુખી હનુમાનજીનું ચિત્ર લગાવો, જેનું મુખ તે જળ સ્રોત તરફ જોતા હોય તે રીતે દક્ષિણની તરફ હોવું જોઈએ.

ભયથી બચવા માટે લગાવો હનુમાનજીની આ પ્રતિમા

ઘણી વખત એવું થાય છે કે લોકોને પોતાના ઘરમાં નકારાત્મક શક્તિઓનો પ્રભાવ જોવા મળે છે. આવી સ્થિતિમાં જો તમે હનુમાનજીનાં શક્તિ પ્રદર્શન મુદ્રાની પ્રતિમા લગાવો છો તો તેનાથી ઘરની નકારાત્મક શક્તિઓ દુર થાય છે. તમે ઈચ્છો તો પંચમુખી હનુમાનજીનું ચિત્ર મુખ્ય દ્વાર ઉપર લગાવી શકો છો અથવા તમે કોઈ એવી જગ્યા પર હનુમાનજીનું ચિત્ર લગાવો જ્યાથી તે બધાને નજર આવે. જો તમે આવું કરો છો તો તેનાથી ઘરમાં કોઇપણ પ્રકારની ખરાબ શક્તિનો પ્રવેશ કરી શકશે નહીં અને ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે.

બેડરૂમમાં હનુમાનજીનું ચિત્ર ન લગાવો

શાસ્ત્રોમાં તે વાતની જાણકારી આપવામાં આવી છે કે મહાબલી હનુમાનજી બાલબ્રહ્મચારી છે અને તેના કારણે તેમનું ચિત્ર બેડરૂમમાં રાખવું જોઈએ નહીં. તમારે હનુમાનજીનું ચિત્ર ઘરનાં મંદિર અથવા કોઈ અન્ય પવિત્ર સ્થાન પર રાખવું. તે ખુબ જ શુભ માનવામાં આવે છે, પરંતુ ભુલથી પણ બેડરૂમમાં રાખવું જોઈએ નહીં, તે અશુભ હોય છે.

બેસેલા હનુમાનજી

તમે પોતાના ઘરની અંદર શ્રી રામ દરબારની તસ્વીર લગાવી શકો છો, જ્યાં હનુમાનજી પ્રભુશ્રી રામનાં ચરણોમાં બેસેલા નજર આવી રહ્યા હોય. તે સિવાય તમે બેઠકમાં પંચમુખી હનુમાનજીની તસ્વીર, પર્વત ઉઠાવતા હનુમાનજીનું ચિત્ર અથવા શ્રી રામ ભજન કરતાં હનુમાનજીનું ચિત્ર લગાવી શકો છો. પરંતુ તમારે તે વાતનું ધ્યાન રાખવાનું રહેશે કે ઉપરોક્ત કોઈ એક ચિત્ર લગાવવું.

ઉડતાં હનુમાનજી

જો તમે પોતાના ઘરમાં ઉડતા હનુમાનજીનું ચિત્ર લગાવો છો તો તેનાથી તમારી ઉન્નતિ, પ્રગતિ અને સફળતામાં કોઈ અડચણ ઉત્પન્ન થશે નહીં. તમે જીવનમાં સતત આગળ વધશો. તેનાથી તમારો ઉત્સાહ અને સાહસ પણ જળવાઈ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *